________________
પ્રકાશકીય નિવેદન. श्रीपरमात्मने नमः।
શ્રી જિનેશ્વર દેવના શાસનમાં નવતને સારભૂત કહ્યાં છે, તેમાં પણ છેલ્લું મેક્ષિતત્ત્વ એ જ સર્વને સાર છે. જે મેક્ષ ન હોય તે જીવ–અજીવ–પુણ્ય-પાપ વિગેરે જાણવાનું કંઈ પણ ફળ નથી, જીવાજીવ વિગેરેને જાણવાનાં તે મેક્ષ માટે જ છે. કારણ કે એ જ આત્માનું ઉપાદેય છે. એ હકિકતમાં વિસંવાદ નથી, દરેક આસ્તિક ધર્મવાળા એક યા બીજા રૂપમાં મેક્ષને માને છે, એ પરમ મંગળકારી મોક્ષને મેળવવામાં જિન દર્શન “જ્ઞાનરાખ્યાં મોક્ષ” એ સૂત્રથી જ્ઞાન અને કિયા બે ઉપાય જણાવે છે, તેમાં પણ જ્ઞાન ચક્ષુ સમાન અને કિયા પગ સમાન કહી છે. આંધળા-લંગડાની જેડી મળે તે જ ઈષ્ટ સ્થળે પહોંચે તેમ જ્ઞાનકિયાને વેગ મળે ત્યારે જ જીવ ઈષ્ટ સ્થળે (મેક્ષમાં) પહોંચી શકે છે.
એ માટે ગૃહસ્થ ધર્મ અને સાધુધર્મ એમ બે ધર્મો વર્ણવ્યા છે, તેમાં કઠિન છતાં સુગ્ય અને શીવ્ર કાર્ય સાધક તે સાધુધર્મ જ છે, એનું આલમ્બન લઈ ને અનન્તા આત્માઓ મોક્ષને સાધી શકયા છે, આજે પણ સાધે છે અને ભવિષ્યમાં પણ સાધશે. એવા પરમ સાધુધર્મને પામવાની શક્તિ સામગ્રીના અભાવમાં ગૃહસ્થધમ પણ મેક્ષની સાધના માટે ઉપાદેય છે. તેની આરાધનાથી સાધુતાને પ્રાપ્ત કરવાની યોગ્યતા અને સામગ્રી મળે છે અને પરંપરાએ તે પણ મોક્ષનું સાધન બને છે.