________________
કરવામાં કરેલો આ પ્રયત્ન આશા છે કે ઉત્તમ જીવને ઉપકારક બનશે.
સ્વાધ્યાય સહેલાઈથી સળંગ કરી શકાય એ કારણે અડધા પેજમાં ઉપર મૂળ પાઠ રાખે છે અને સાથે અર્થનું પણ જ્ઞાન કરી શકાય એ આશયથી નીચે તે તે ગાથા વિગેરેનું ગુજરાતી ભાષાન્તર આપ્યું છે, પણ એટલો જ ટુંકો તેને અર્થ નથી, આ ગ્રન્થ ઉપર પૂર્વાચાર્યોએ હજારે શ્લોક પ્રમાણ સંસ્કૃત ટીકાઓ લખેલી છે, છતાં અહીં માત્ર સ્વાધ્યાયને ઉદ્દેશીને પ્રયત્ન કરેલો હેવાથી ટુક શબ્દાર્થ જ લખે છે.
અનિમ ચાર પ્રકરણે “જિનભક્તિ' નામના પૂ. પં. મહારાજ શ્રી ભદ્રકવિજયજી ગણિવરે લખેલા પુસ્તક-, માંથી અર્થ સાથે અક્ષરશઃ ઉદ્ધર્યા છે અને શેષ ગ્રન્થના અર્થો તથા મૂળ યથામતિ મેં લખ્યા છે, તેમાં શક્ય શુદ્ધ કરવા છતાં અજ્ઞાનતા, મતિ ભ્રમ કે અનુપગ આદિ છદ્મસ્થ સુલભ દેશોને કારણે જે કઈ ક્ષતિ રહી હોય કે પ્રેસદોષના કારણે ભૂલ થવા પામી હોય તેને વિવિધ વિવિધ મિચ્છામિ દુક્કડં દેવા સાથે તેની જાણ આત્માએને તે સુધારી લેવા વિનતિ કરું છું.
પ્રાન્ત આ પુસ્તક લખવા–છપાવવા વિગેરેને અંગે જે કંઈ સમ્યગ જ્ઞાનની ઉપાસના થઈ હોય તેના ફળ તરીકે ભભવ શ્રી જૈનશાસનની પ્રીતિ અને ભક્તિપૂર્વક ઉપાસના કરવાની શક્તિ પ્રગટે એ અભિલાષા સાથે વિરમું છું. વિ. સં. ૨૦૧૩ અષાડ સુદ ૧. સંપાદક.