________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः २ आचार्यस्य गणनिर्गमः ऋद्धिमन्तः ४३९-४४० सूत्रे ત્તિ સ્વગચ્છની અને પુરાણિયા' ત્તિ પરગચ્છની સાધ્વીને વિષે તથાવિધ અશુભ કર્મના વશવર્તિપણાને લઈને સકલ’ કલ્યાણના આધારભૂત સંયમરૂપ મહેલના મધ્યથી વરિત્નેશ્ય–બહાર વેશ્યા-અંતઃકરણ જેનું તે બહિર્લેશ્ય અર્થાત્ આસક્ત થાય છે. આ પ્રમાણે ગચ્છથી નીકળે છે. અધિક ગુણપણાને લઈને આ અસંભવિત છે એમ ન કહેવું. કહ્યું છે કે
कम्माई नूणं घणचिक्कणाई गरुयाई वज्जसाराई । नाणड्डयं पि पुरिसं, पंथाओ उप्पहं नैति ।।१६५।।
વજ જેવા ભારી અને ચીકણા એવા નિબિડ કર્મો, ચોક્કસ જ્ઞાનાચ પુરુષને પણ માર્ગથી પતિત કરીને ઉન્માર્ગમાં લઈ જાય છે. આ ચોથું. (૧૬૫)
'રે' તે આચાર્યાદિના મિત્ર અને સ્વજનવર્ગ કોઈપણ કારણથી ગચ્છથી નીકળેલ હોય, આ કારણથી તે મિત્ર અને સ્વજનના, સંગ્રહાદિને અર્થે ગચ્છથી નીકળવું કહેલું છે સંગ્રહ-તેઓનો સ્વીકાર અને ઉપગ્રહ-વસ્ત્રાદિ વડે સહાય, આ પાંચમું કારણ. //૪૩૯
હમણાં જ આચાર્યનું ગણથી નીકળવું કહ્યું, તે આચાર્ય ઋદ્ધિવાળો મનુષ્યવિશેષ હોય છે માટે આ અધિકારથી ઋદ્ધિવાળા મનુષ્યવિશેષોને કહે છે–'પંવવિદે ત્યા૦િ સુગમ છે. વિશેષ એ કે-ઋદ્ધિ-આમષષધિ વગેરે સંપત્તિ, તે આ પ્રમાણે–આમાઁષધિ-સ્પર્શમાત્રથી રોગ શાંત થાય ૧, વિપુડૌષધિ-વડી નીતિ અને લઘુ નીત ઔષધિરૂપ હોય ૨, ખેલૌષધિશ્લેષ્મ ઔષધિરૂપ હોય ૩, જલ્લૌષધિ-શરીરનો મેલ ઔષધિરૂપ હોય ૪, સર્વોષધિ-શરીરની તમામ વસ્તુઓ ઔષધિરૂપ હોય પ, આશીવિષ7-શાપ અને અનુગ્રહ કરવામાં સામર્થ્ય ૬, આકાશગામિત્વ ૭, અક્ષણમહાનસિકત્વ-રસવતીમાં અંગુષ્ટ રાખવાથી ખૂટે નહિં ૮, વૈક્રિયકરણશક્તિ ૯, આહારક શરીરપણું ૧૯, તેજલેશ્યાનું મૂકવું ૧૧, પુલાકપણું-આ લબ્ધિવાળામાં ચક્રવર્તિના સૈન્યને પણ ચૂર્ણ કરવાનું સામર્થ્ય હોય ૧૨, ક્ષીરાશ્રવપણું ૧૩, મધુશ્રવપણું ૧૪, સપિ (વૃત) આશ્રયપણું ૧૫, (દૂધ, મધ અને ધૃત જેવા ક્રમશઃ આ લબ્ધિવાળાના વચનો શ્રોતાને મધુર લાગે) કોષ્ટબુદ્ધિતા-કોઠારમાંથી જેમ ધાન્ય ખૂટે નહિ તેવી રીતે અખૂટ જ્ઞાનશક્તિ ૧૬, બીજબુદ્ધિતા (ત્રિપદી માત્રથી દ્વાદશાંગી રચવાની શક્તિ. આ લબ્ધિ ગણધર મહારાજાને હોય) ૧૭, પદાનુસારિતાએક પદને ધારવા માત્રથી તેના અનુસંધાન વડે અનેક પદોને જાણવાની શક્તિ ૧૮, સંભિન્નશ્રોતૃત્વએકી સાથે બધાય શબ્દોનું સાંભળવું અર્થાત્ ચક્રવર્તિના સૈન્યમાં જે વાજાં વાગે તે તમામ એકી સાથે સાંભળી શકે તેવી શક્તિ ૧૯, પૂર્વધરતા ૨૦, અવધિજ્ઞાન ૨૧, મન:પર્યવજ્ઞાન ૨૨, કેવળજ્ઞાન ૨૩, અહંદૂલબ્ધિ-તીર્થકરપણું અગર તેના જેવી ઋદ્ધિ વિદુર્વવાની શક્તિ-અંબડની જેમ ૨૪, ગણધર લબ્ધિ ૨૫, ચક્રવર્તિપણું ૨૬, બલદેવપણું ૭, અને વાસુદેવપણું ૨૮. ઇત્યાદિક અનેક લબ્ધિઓ જાણવી. કહ્યું છે કેउदयखयखओवसमोवसमसमुत्था बहुप्पगाराओ । एवं परिणामवसा, लद्धीओ होंति जीवाणं ।।१६६।।
આવી રીતે જીવોને શુભ, શુભતર અને શુભતમ પરિણામના વશથી અનેક પ્રકારની લબ્ધિઓ ઉત્પન્ન થાય છે તે કહે છે–વૈક્રિય અને આહારક નામકર્મના ઉદયજન્ય ક્રમશ: વૈક્રિય લબ્ધિ અને આહારક લબ્ધિ હોય છે, ક્ષાયક સમકિત વગેરે લબ્ધિઓ કર્મના ક્ષયથી હોય છે. અક્ષીણમહાનસાદિ લબ્ધિઓ દાનાંતરાય અને લાભનંતરાય વગેરે ક્રમશઃ ક્ષયોપશમજન્ય હોય છે, ઉપશમસમકિત અને ઉપશમચારિત્ર મોહનીય કર્મના ઉપશમજન્ય હોય છે.
તે આવા પ્રકારની પ્રચુરા અથવા અતિશયવાળી ઋદ્ધિ વિદ્યમાન છે જેઓને તે ઋદ્ધિવાળા. ભાવિત–સદ્ભાવના વડે વાસિત કરેલ છે આત્મા જેઓએ તે ભાવિતાત્મા અનગારો, એઓનું તો ઋદ્ધિમાનપણું આમળ્યષધિ વગેરેથી છે. અહતાદિ ચારને યથાસંભવ આમર્ષોષધિ વગેરેથી અહલ્પણું હોય છે. ૪૪ll
// પંચમ સ્થાનક દ્વિતીય ઉદ્દેશકનો ટીકાનુવાદ સમાસ II 1. આ લબ્ધિવાળો જો ઘણાને ખવરાવે તો પણ ખૂટે નહિં, પરંતુ પોતે ખાય ત્યારે ખૂટે.
72