Book Title: Sthanang Sutra Part 02
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 431
________________ १० स्थानक़ाध्ययने दशा-दशकं ७७२ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ માત્ર જન્મ પામેલ જીવની જે પ્રથમ દશા છે, તેમાં સુખ કે દુઃખને બહુ જાણે નહિ. સામાન્યથી જાણે માટે તે બાલદશા છે. (૮૯) ૧. ક્રીડાપ્રધાન દશા તે ક્રીડાદશા. કહ્યું છે કે— बितियं च दसं पत्तो, नाणाकीडाहिं कीडई । न तत्थ कामभोगेहिं, तिव्वा उपप्रज्जई मती ॥ ९० ॥ [તસ્કુલ પ્રńી॰ રૂરૂ ત્તિ] બીજી ક્રીડાદશાને પ્રાપ્ત થયો થકો જીવ નાના પ્રકારની ક્રીડા-રમત વડે ક્રીડે છે–મોજશોખ કરે છે, પરંતુ તે દશામાં કામભોગનૅ વિષે તીવ્ર મતિ ઉપજતી નથી. (૯૦) ૨. મંદ-વિશિષ્ટ બલબુદ્ધિપૂર્વક કાર્ય કરી બતાવવામાં અસમર્થ અને માત્ર ભોગ ભોગવવામાં જ સમર્થ જે અવસ્થામાં હોય તે મંદદશા. કહ્યું છે કે— तइयं च दसं पत्तो, आणुपुव्वीए जो नरो । समत्थो भुंजिउ भोए, जइ से अस्थि घरे धुंवा ॥ ९१ ॥ [તસ્કુલ પ્રજી॰ ૨૪ ત્તિ] આનુપૂર્વીએ–ક્રમશઃ ત્રીજી દશાને પ્રાપ્ત થયેલ જે પુરુષ હોય, તેના ઘરમાં જો નિશ્ચિત ભોગો હોય તો તે ભોગવવામાં સમર્થ છે પરંતુ જો ઘ૨માં સામગ્રી ન હોય તો તે ન ભોગવે. આ મંદદશા. (૯૧) અર્થાત્ ભોગ ઉપાર્જન ક૨વામાં મંદ હોય. આ તાત્પર્ય છે. ૩. જે અવસ્થામાં પુરુષને બલ (શક્તિ) હોય છે તે બલના યોગથી બલા કહેવાય છે. કહ્યું છે કે— त्थी बला नाम, जं नरो दसमस्सिओ । समत्थो बलं दरिसेउं, जइ होइ निरुवद्दवो ॥९२॥ [तन्दुल प्रकी० ३५ त्ति] ચોથી બલાનામા દશાને પ્રાપ્ત થયેલ જે પુરુષ હોય, તે બલ બતાવવા માટે સમર્થ હોય પણ જો નિરુપદ્રવ–નિરોગી હોય તો જ. રોગી હોય તો શું કરી શકે? (૯૨) ૪. पंचमं च दसं पत्तो, आणुपुवीए जो नरो । इच्छियत्थं विचिंतेइ, कुडुंबं चाभिकखइ ||१३|| [તસ્કુલ પ્રી॰ રૂદ્દ ત્તિ] પ્રજ્ઞા–ઇચ્છિત અર્થને પ્રાપ્ત ક૨વાના વિષયવાળી અથવા કુટુંબ વગેરેની અભિવૃદ્ધિ કરવાના વિષયવાળી બુદ્ધિ. તેના યોગથી દશા પણ પ્રજ્ઞા. અથવા પ્રકર્ષથી જાણે તે પ્રજ્ઞાદશા. તેણીનું જ કર્તૃત્વ-કર્તાપણાની વિવક્ષાએ કથન છે. (૯૩) ૫. પુરુષને ઇંદ્રિયોને વિષે હીન કરાવે છે. ઇંદ્રિયોને પોતાના વિષયને ગ્રહણ કરવામાં મનાક્ અપટુ-લગારેક અસમર્થ કરે છે, માટે હાયપતિ. પ્રાકૃતપણાને લઈને હાયણિ કહ્યું. વળી પણ કહ્યું છે કે— છઠ્ઠી ૩ ન્હાયની નામ, નં નો સમસ્સિો વિપ્નદ્ ય જામેલુ, વિભું ય હાયર્ ર્૪૫ [તસ્કુલ પ્રી॰ રૂ॰ fત્ત] છઠ્ઠી હાયની નામની દશાને પ્રાપ્ત થયેલ જે નર હોય તે કામભોગને વિષે વિસ્ત થાય અને ઇંદ્રિયોના બલને વિષે હીન થાય-ઘટી જાય. (૯૪) ૬. 'પ્રપદ્મતે’—પ્રગટ કરે છે અથવા વિસ્તારે છે ખેલ-કફ અને કાસ-ખાંસી વગેરે જે દશા તે પ્રપંચા અથવા 'પ્રવØયતિ'આરોગ્યથી ખસાવે છે તે પ્રપંચા. કહ્યું છે કે— सत्तमं च दसं पत्तो, आणुपुव्वीए जो नरो । निच्छूहइ चिक्कणं खेलं, खासई य अभिक्खणं ।। ९५ ।। [તન્ડુલ પ્રી॰ રૂ૮ ત્તિ] 383

Loading...

Page Navigation
1 ... 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484