Book Title: Sthanang Sutra Part 02
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 438
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने आश्चर्यदशकम् ७७७ सूत्रम् કૃષ્ણનામા નવમા વાસુદેવનું ‘અપરકંકા’ નામા રાજધાનીમાં જવું થયું. આવું પણ પૂર્વે કદાપિ થયું નથી. (વાસુદેવ બીજા ક્ષેત્રમાં જાય નહિ) માટે આશ્ચર્ય છે. સંભળાય છે કે-પાંડવોની ભાર્યા દ્રૌપદી, ધાતકીખંડદ્વીપના ભરતક્ષેત્ર સંબંધી ‘અપરકંકા’ રાજધાનીનો નિવાસી પદ્મ (નાભ) નામા રાજાએ દેવના સામર્થ્ય વડે અપરહણ કરાવી. દ્વારકાવતીના વાસી કૃષ્ણ વાસુદેવે નારદના મુખથી તે હકીકત મેળવીને લવણ સમુદ્રના અધિપતિ સુસ્થિત દેવનું આરાધન કર્યું. તેની સહાયથી પાંચ પાંડવોની સાથે બે લાખ યોજન પ્રમાણ લવણસમુદ્રને ઉલ્લંઘીને પદ્મ (નાભ) નામા રાજાને રણમાં વિશેષ મર્દન કરવા વડે જીતીને દ્રૌપદીને લઈ આવ્યા. ત્યાં કપીલનામા વાસુદેવ (તે દ્વીપનો) મુનિસુવ્રતનામા (તે ક્ષેત્રના) જિન પાસેથી કૃષ્ણ વાસુદેવના આગમનની વાર્તા જાણીને બહુમાન સહિત કૃષ્ણના દર્શનાર્થે આવ્યો. તે સમયે કૃષ્ણ તો સમુદ્રનું ઉલ્લંઘન કરતા હતા ત્યારે તેણે પાંચજન્ય નામા પોતાનો . શંખ પૂર્યો. કૃષ્ણે પણ તેમજ (પ્રત્યુત્તર માટે) શંખ પૂર્યો, તેથી પરસ્પર શંખના શબ્દનું શ્રવણ થયું પ, ભગવાન્ મહાવીરને વંદન માટે સમવસરણ ભૂમિમાં આકાશથી ચંદ્ર અને સૂર્યનું શાશ્વતા વિમાન સહિત અવતરવું-આવવું થયું, આ પણ આશ્ચર્ય જ છે ૬, દરેઃ—હિરનામા પુરુષવિશેષનો વંશ-પુત્ર, પૌત્રાદિ પરંપરારૂપ વંશ તે હિરવંશ. તે લક્ષણવાળા કુલની જે ઉત્પત્તિ તે હરિવંશકુલોત્પત્તિ. કુલ તો અનેક પ્રકારે છે. આ કારણથી હરિવંશ વડે વિશેષણ અપાય છે. આ પણ આશ્ચર્ય જ છે. સંભળાય છે કે–ભરતક્ષેત્રની અપેક્ષાએ જે ત્રીજું હરિવર્ષનામા યુગલીઆઓનું ક્ષેત્ર છે, ત્યાંથી કોઈપણ પૂર્વભવના વિરોધી વ્યંતરદેવે એક મિથુનક–જોડલું ભરતક્ષેત્રમાં મૂક્યું. અને તે પુણ્યના અનુભાવથી રાજને પામ્યું તેથી હરિવર્ષ ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ હરિ નામના પુરુષનો વંશ તે હરિવંશ ૭, ચમરનામા અસુરકુમારના રાજા (ઇંદ્ર) નું ઉત્પતન-ઊંચે જવું તે ચમરોત્પાત. તે પણ અકસ્માત્ થયેલ હોવાથી આશ્ચર્ય છે. સંભળાય છે કે–ચમરચા રાજધાનીનો નિવાસી ચમરેંદ્ર, નવો ઉત્પન્ન થયો થકો ઊંચે અવધિ વડે જોવા લાગ્યો, તેથી પોતાના મસ્તક ઉ૫૨ (સમશ્રેણીએ દોઢ રાજ ઊંચે) સૌધર્મ દેવલોકમાં રહેલ શકેંદ્રને દીઠો, તેથી મત્સ૨–દ્વેષ વડે બળતો અને શકેંદ્રનો તિરસ્કાર કરવા માટે ખેંચાયેલ બુદ્ધિવાળો તે અહિં આવીને છદ્મસ્થ અવસ્થામાં એકરાત્રિકી પ્રતિમાને સ્વીકારીને સંસુમાર નગરના ઉદ્યાનમાં રહેલા ભગવાન મહાવીરને બહુમાન સહિત પ્રણમીને હે ભગવાન! શત્રુ વડે પરાભવ પામેલ એવા મને આપના પાદપંકજ (કમલ) વનનું શરણ હો, એમ વિકલ્પીને-શરણું લઈને ઘોર રૂપવાળું એક લાખ યોજનપ્રમાણ શરીર બનાવીને પરિધરત્નનામા (પોતાના) શસ્ત્રને ચોતરફ ભમાવતો થકો, ગરવ કરતો થકો, આસ્ફોટન કરતો થકો અને દેવોને ત્રાસ પમાડતો થકો ઊંચે જવા લાગ્યો. સૌધર્માવતંસકનામા વિમાનની વેદિકા ઉપર પગ મૂકીને શકેંદ્રને આક્રોશ કરવા લાગ્યો. શકેંદ્ર પણ કોપથી જાજ્વલ્યમાન અતિશય બળતા સેંકડો અગ્નિના કણિઆ વડે વ્યાપ્ત એવા કુલિશ (વજ) ને તેના પ્રત્યે મૂક્યો તેથી ચમરેંદ્ર ભયથી પાછો ફરીને ભગવાનના પાદૌ–બન્ને પગના શરણનો સ્વીકાર કર્યો. શક્રંદ્રે પણ અવધિજ્ઞાનથી તે વ્યતિકરને જાણીને તીર્થંકરની આશાતનાના ભયથી શીઘ્ર (ત્યાં) આવીને વજ લઈ લીધું અને બોલ્યો કે–હે ચમરેંદ્ર! મેં તને ભગવાનના પ્રસાદથી મૂક્યો છે. મારાથી હવે તને ભય નથી ૮, આઠ વડે અધિક શત (સો) તે અષ્ટશત અને અષ્ટશત જે સિદ્ધ થયા–મોક્ષે ગયા તે અષ્ટશતસિદ્ધાઃ અર્થાત્ એક સો ને આઠ મોક્ષે ગયા. આ પણ (ઉત્કૃષ્ટી અવગાહનાવાળા સિદ્ધાઃ) એ અનંત કાલમાં થયું માટે આશ્ચર્ય છે ૯, અસંયતાઃ—અસંયમવાળા, આરંભ પરિગ્રહમાં આસક્ત અને અબ્રહ્મચારી (એવા બ્રાહ્મણો) ને વિષે પૂજા-સત્કાર. હમેશાં સંયતો જ પૂજા યોગ્ય છે, પરંતુ આ અવસર્પિણીમાં વિપરીત થયું માટે આશ્ચર્ય છે ૧૦. આ હેતુને લઈને કહે છે કે–આ દશે પણ અનંતકાલ વડે–અનંતકાલથી આ અવસર્પિણીમાં સંવર્તેલ–થયેલ છે. ll૭૭૭॥ અનંત૨ સૂત્રમાં ચમરેંદ્રનો ઉત્પાત કહ્યો, તે ચમર, રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થયેલ માટે રત્નપ્રભા સંબંધી વક્તવ્યતાને કહે છે— 390

Loading...

Page Navigation
1 ... 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484