Book Title: Sthanang Sutra Part 02
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 477
________________ परिशिष्ट. श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ વળી ધાંધલધમાલવાળા શહેરોમાં એકસીડન્ટ થવાના સંભવ પણ ઘણા, બોમ્બેમાં તો દર બે મિનિટે ટ્રેનો દોડે છે. સ્થંડ઼િલાદિ ગયેલા સંયમીઓને જોખમ તો છે જ. આ બધા દોષોથી બચવા શહેરો છોડી ગામડાઓમાં જ રહેવું. વૈદ્યને બતાવવા માટે કે વિહારમાં જ શહેર આવી જાય તો... એ રીતે શહેરમાં જવું જ પડે તો જઈને જેવું કામ પતે કે તરત બહાર નીકળી જવું. ત્યાં રોકાઈ ન જવું. એ રીતે વધુમાં વધુ એક મહિનામાં બે કે ત્રણવાર શહેરમાં જવાની અનુમતિ અપવાદ માર્ગે છે. ઠાણાંગસૂત્ર અનુસારે ઉ૫૨ના પદાર્થો આપણે જોયા. હવે વર્તમાનકાળનો વિચાર કરીએ. શહેરમાં રહેવાની તરફેણ કરનારાઓ નીચેના મુદ્દાઓ આપે છે : (૧) ગામડાઓમાં હવે જૈનોના ઘરો જ નથી. જે કંઈ થોડા-ઘણા રહ્યા છે, તે બધા ગરીબ જેવા છે. એવા ગામડાઓમાં રહીએ તો નિર્દોષ ગોચરી શી રીતે મળે? દોષિત ગોચરી પણ ક્યાંથી મળે? કેમકે જૈનો શક્તિસંપન્ન છે જ નહિ. એટલે ગોચરીના કારણે શહેરમાં રહેવું જરૂરી છે. શહેરોમાં સેંકડો-હજારોની સંખ્યામાં સમૃદ્ધ જૈનઘરો હોવાથી ગોચરીનો પ્રશ્ન ન નડે. નિર્દોષ ગોચરી મળી રહે. (૨) શહેરોમાં દવાખાના, ડૉકટર, યાંત્રિક સાધનો વગેરેની સગવડ છે. ગામોમાં નથી. માંદા કે વૃદ્ધ સંયમીઓ શી રીતે ગામડામાં રહે? એમની દવા-સેવાદિ શી રીતે થાય? (૩) હજારો-લાખો જૈનો અત્યારે શહેરોમાં વસ્યા છે. જૈનધર્મ તો આ જૈનો જ ટકાવવાના છે ને? એ જેવા તેવા તો ય આપણા છે. કંઈ હિન્દુઓ-મુસલમાનોથી આપણો જૈન ધર્મ થોડો જ ચાલવાનો છે? એટલે આ જૈનોમાં ધર્મ ટકાવી રાખવો અત્યંત અગત્યનું કામ છે. જો સંયમીઓ ગામડામાં જતા રહે તો શહેરોમાં આ બધા જૈનોના ધર્મનું સિંચન કોણ કરશે? અને જો જૈનોમાંથી ધર્મ ખલાસ થયો તો પછી જૈન ધર્મ નેસ્તનાબૂદ થઈ ગયો જ સમજવો પડે. વળી નવી નવી દીક્ષાઓ આ જૈનાના ઘરોમાંથી જ થાય છે. સંયમીઓ જો ગામડાઓમાં ભરાઈ જાય તો નવી દીક્ષાઓ શી રીતે થશે? હિન્દુઓ આપણી દીક્ષા થોડા લેવાના છે? અને જો નવી દીક્ષા બંધ થઈ, તો ધીરે ધીરે શ્રમણસંસ્થા જ ખલાસ થતી જશે. પછી તો જૈનશાસન જ ક્યાં ટકશે? એટલે જૈનશાસનની દીક્ષા, રક્ષા અને પ્રભાવના માટે શહેરોમાં રહેવું અત્યંત આવશ્યક છે. આ ત્રણ મુદ્દાઓ સો ટચના સોના જેવા સાચા છે. શહેરની તરફેણ ગમે તેવા ઉપજાવી કાઢેલા મુદ્દાઓથી નથી કરાતી, પણ ધરતી ઉપર પગ રાખીને આ બધા મુદ્દાઓ રજૂ કરાયા છે. પણ હવે આની બીજી બાજુ પણ વિચારીએ : (૧) ગામડાઓમાં ગોચરીની મુશ્કેલી પડે' આ પ્રથમ મુદ્દાનો ઉત્તર નીચે મુજબ છે. (અ) જ્યાં એક પણ જૈનના ઘર નથી અથવા જ્યાં માંડ માંડ ગુજરાન ચલાવનારા ૮–૧૦ જૈન ઘરો છે એવા ગામમાં ગોચરીની મુશ્કેલી પડે એ કબુલ, પણ એવા તો સેંકડો ગામડાઓ છે કે જેમાં ૨૦-૫૦–૭૫ જૈન ઘરો છે. જેઓ શ્રીમંત નથી, તો ગરીબ પણ નથી. સંતોષી એ જૈનો ખાધે—પીધે સુખી છે. સંયમીઓની ભાવપૂર્વક ભક્તિ કરવાની ક્ષમતા ધરાવે છે. શું આવા ગામડાઓમાં પણ સંયમીઓ ન જઈ શકે? ત્યાં ગોચરીની મુશ્કેલી નથી જ પડતી. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, બનાસકાંઠા, સૌરાષ્ટ્ર, રાજસ્થાન વગેરેમાં હજી પણ એવા ઘણા ગામડાઓ સાબૂત છે કે જ્યાં સંયમીઓ નિર્દોષ ગોચરી–પાણી જૈનાના ઘરોમાંથી સહેલાઈથી મેળવી શકે. (ભોજનશાળાઓ પણ નાનાનાના ગામડાઓમાં થઈ ગયી છે.) 429

Loading...

Page Navigation
1 ... 475 476 477 478 479 480 481 482 483 484