Book Title: Sthanang Sutra Part 02
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 478
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ परिशिष्ट ઉર્દુ મુશ્કેલી તો હવે શહેરોમાં ઉભી થઈ છે. રોજે રોજ ત્રણ-ત્રણ ટાઈમ અનેક સંયમીઓને વહોરાવીને હવે ઘણા શહેરી જૈનો થાક્યા છે. તેઓએ વહોરાવવાનું બંધ કર્યું છે કે ઓછું કર્યું છે. એક-બે રોટલી વહોરાવી ડબો બંધ કરીને પાછો મૂકી દે છે. બીજીવાર પૂછવા જેટલો વિવેક પણ છોડી દીધો છે. અમદાવાદ-વાસણામાં વૃદ્ધ સાધ્વીજીઓ માટે મોટું સ્થાન ઉભું તો થયું, ત્યાં ૧૫-૨૦ સાધ્વીજીઓ ગોઠવાઈ પણ ગયા. હજી ૫૦–૬૦ ને રાખી શકાય એટલી જગ્યા પણ છે. પણ ગોચરીનું શું? ૪૦૦-૫૦૦ જૈનઘરો હોવા છતાં ત્યાં ગોચરીનો પ્રશ્ન નડતરભૂત બન્યો. અને ટ્રસ્ટીઓએ નિર્ણય કર્યો કે ‘અમે સાધ્વીજીઓ માટેનું સ્વતંત્ર રસોડું જ્યાં સુધી નહિ ખોલી શકીએ, ત્યાં સુધી અહીં નવા કોઈપણ સાધ્વીજીને લેશું નહિ, કેમકે જૈનાના ૪૦૦ થી વધુ ઘરો હોવા છતાં સાધ્વીજીઓને ગોચરી ન મળવાની અમને પાકી શંકા છે.’ ઉલ્ટું ગામડાવાળાઓના મન મોટા હોવાથી વધુ સાધુ-સાધ્વીજીઓ હોય તો પણ તે ૧૦-૧૫ ઘરો પણ બધું પુરુ પાડી દેતા હોય છે. કેવું આશ્ચર્ય! ગામડાવાળાઓ ‘પધારો-પધારો' કહે છે. છતાં સંયમીઓ ત્યાં જવા તૈયાર નથી અને શહેરીઓ ‘નીકળો–નીકળો’ ઈચ્છે છે છતાં સંયમીઓ ત્યાંથી નીકળતા નથી. હમણાં જ વિહારમાં પાદરાની નજીકના એક ગામમાં હસમુખભાઈ નામના જૈન શ્રાવકનો અનુભવ થયો. આખા ગામમાં એક જૈનનું ઘર. પણ એના ભાવો આસમાનને આંબે એટલા ઊંચા. ૨૦-૨૫ સાધુ-સાધ્વીજીઓ આવે તો પણ એ પોતે ગોચરી–પાણીની બધી વ્યવસ્થા કરવા, ખૂબ જ ભક્તિભાવ સાથે ખડે પગે તૈયાર! (બ) ‘આપણે માત્ર જૈનોમાં જ ગોચરી જઈએ છીએ' એટલે ગામડાઓમાં મુશ્કેલી પડે છે. પ્રાચીન મુનિઓ તો જૈનઅજૈન તમામ ઘરોમાં ગોજરી જતા અને એટલે એમને ક્યાંય કદિ ગોચરીની મુશ્કેલી,ન પડતી. કોઈપણ ગામમાં જૈનના ઘર બે-પાંચ ૧૦-૧૫ હોય પણ જો અજૈનના ઘરો વિચારીઓ તો દ૨ેક ગામમાં ૨૦૦૫૦૦-૫૦૦૦ અજૈનના ઘરો મળે. અજૈનોના ઘરોમાં ગોચરી જવાનો અભ્યાસ પાડીએ તો પછી ગોચરીનો કોઈ પ્રશ્ન ન રહે. અજૈનોના ભાવો તો અપરંપાર હોય છે. શરૂઆતમાં તેઓ મુંઝાઈ જાય ખરાં કેમકે તેઓને જૈન સાધુઓને ગોચરી વહોરાવવાનો કોઈ અભ્યાસ જ નથી. એટલે જ એક-બે મિનિટ મુંગા પણ ઊભા રહે. ક્યારેક તો ઘઉંનો લોટ વગેરે આપવા લાગે. ક્યારેક થાળી–આસન મૂકી આપણને કહે કે, ‘બેસો મહારાજ! ભોજન લાવું છું’ ક્યારેક વળી કહે કે, ‘તમારા હાથે જ આ રોટલી વગેરે જે જોઈએ તે લઈ લો.’ આવા વિચિત્ર પ્રસંગો બને ખરાં. પણ એક વાત નક્કી કે તેઓના સંન્યાસીઓ અને આપણામાં આભ-ગાભનું અંતર તેઓ પણ નરી આંખે જોઈ શકે છે. આપણા ખુલ્લા પગ, તડકામાં ચાલવું, વાહનોનો ઉપયોગ બંધ... વગેરે બાબતોથી મોટા ભાગનો હિન્દુ સમાજ જૈન સાધુઓ પ્રત્યે અત્યંત આદરવાળો હોય જ છે. એટલે શરૂઆતમાં તેઓ ક્ષોભ પામે, મોઢા ઉપર વિશેષ હાવભાવ ન દેખાય તો પણ લેશ પણ ગભરાઈ જવું નહિ. પરંતુ તેઓને આપણા આચાર સમજાવવા. ‘અમે અહીં બેસીને ન જમીએ, તમારા ઘરમાં જે રોટલી-છાશ-રોટલા વગેરે તૈયાર હોય તે અમને ચાલે, અમે બધા ઘરોમાંથી થોડું થોડું લઈએ. અમારા માટે બનાવેલું અમને ન ચાલે. બાકી તો જૈનો અમને બધું આપે જ છે...’ 1. રાજસ્થાનમાં પણ શહેરમાં જ્યાં સાલ્વિયો વધારે સમય સુધી રહેલી છે, ઉપાશ્રયના નજીકના ઘરોમાં જ વારંવાર ગોચરી જવાના કારણે ત્યાં ય ગોચરી, ચાય-દૂધ વહોરાવવામાં હાથનો સંકોચ અનુભવમાં આવેલ છે. 430

Loading...

Page Navigation
1 ... 476 477 478 479 480 481 482 483 484