Book Title: Sthanang Sutra Part 02
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 475
________________ परिशिष्ट श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ પદ્ધતિમાં ગામડાની સંસ્કૃતિ ભળેલી હોય. શહેરોની વિકૃતિ નહિ. ક્યારેક આવું ય બનતું હોય છે કે અલ્પરૂપવાળા બહેનો પણ બોલવાની છટા વગેરેને કારણે અનેક લોકોનું આકર્ષણ કરતા હોય છે. દા.ત. શહેરના બહેનો બોલશે, “પધારો સાહેબજી! આપને શેનો ખપ છે?” અને ગામડાના બહેનો બોલશે ‘આવો મા'રાજ! શું આવું?” શબ્દશક્તિ કેટલી છે? એ તો અનુભવીઓને ખબર જ હશે. અત્યારે તો એકપણ શબ્દોચ્ચાર વિનાના અમુક સંગીત જ એવા હોય છે કે જે સાંભળવાથી મનમાં ઉન્માદ જાગે અને અમુક સંગીત એવા હોય છે કે જેમાં કોઈપણ શબ્દોચ્ચાર ન હોવા છતાં એ સાંભાળવાથી મનમાં વૈરાગ્ય-સમાધિ પ્રગટે. એટલે શાસ્ત્રકારોની આ વાત એકદમ યુક્તિયુક્ત છે. (૫) શહેરના રસ્તાઓ ઉપર બે ય બાજુ જાતજાતની, ભાત-ભાતની દુકાનો, શો-રૂમો હોય. એમાં વળી એક-એકથી ચડિયાતી વસ્તુઓ લટકાવેલી હોય. સંયમી ઈસમિતિ પાળવાનું બાજુ પર મૂકી ચાલતા ચાલતા આ બધું જોયા કરે એવી આકર્ષકતા આ વસ્તુઓ, દુકાનો, શો-રૂમોમાં હોય છે. એમાં વળી હવે તો મોટા થિયેટરો, એમાં હિરો-હિરોઈનના મોટા ફોટાઓ, રસ્તાની ભીંતો ઉપર મોટા-મોટા ચિત્રોના ફોટાઓ... આ બધી અતિ-અતિ ભયંકર બાબતો શહેરોનું મોટું દુષણ છે. ભલભલા સંયમીનું મન પણ એકવાર તો ચકળ-વકળ થઈ જાય, સ્થિરતા ગુમાવી દેશે, એક-બે પળ તો અશુભતાને સ્પર્શી જ બેસે. વળી શ્રીમંતોના આલિશાના બંગલાઓ, વિશાળ ફ્લેટો, એમાંનું બેનમૂન ફર્નિચર, આધુનિક વ્યવસ્થાઓ... આ દરેક વસ્તુઓ સંયમીના વૈરાગ્યનું ગળું ભીંસી નાંખીને ક્યારે એ વૈરાગ્યબાળકને મારી નાંખે એ કહી જ ન શકાય. આ બધા નિમિત્ત સંયમીને સાધુવેષધારી પાકો સંસારી બનાવી દેનારા છે. એ વાતનો કોણ ઈન્કાર કરી શકે? (૬) સંયમી ઉપાશ્રયમાં બેઠો હોય, કદાચ સમય હોય, કોઈપણ ખરાબ નિમિત્ત ન હોય તો પણ દિવસ દરમ્યાન ઉપર બતાવ્યા પ્રમાણે જે કોઈ નિમિત્તો ભટકાયા હોય એ બધાનું એને સ્મરણ થયા કરે. ગોચરી વહોરાવનારા બહેનો યાદ આવે કે એમના શબ્દોના પડઘા પડે, રસ્તાના શો-રૂમો અને થિયેટરો યાદ આવે કે પછી સાંભળેલા પિકચરના ગીતો યાદ આવે. દિવસે જોયેલી સ્વાદિષ્ટ વસ્તુઓનું સ્મરણ થાય. શાસ્ત્રકાર ભગવંતો અત્યંત કરુણાશાલી બનીને ફરમાવે છે કે “સંયમીઓ! શહેરોમાં કદાચ તમારો સાધુવેષ ટકી રહેશે, કદાચ બાહ્ય આચારો ટકી રહેશે પણ મહામૂલું ભાવસંયમ, નિર્મળ પરિણામો તો ટકવા લગભગ શક્ય નથી જ. તમે દીક્ષા લીધી છે, એ સાધુવેષ પહેરવા માટે નહિ. તમે દીક્ષા લીધી છે એ માત્ર બાહ્ય આચારો પાળવા માટે પણ નહિ. પણ તમે દીક્ષા લીધી છે ભાવસંયમ પામવા, ભાવસંયમ વધારવા. હવે જો શહેરોમાં આ ભાવસંયમના ટુકડા થતા હોય, ડગલે ને પગલે આતમ રાગ-દ્વેષનો શિકાર બનતો હોય, આર્તધ્યાનની હોળીઓ સળગતી હોય તો હવે સાધુવેષ ટક્યો તો ય શું? બાહ્ય આચારો ટક્યા તો ય શું? એનો લાભ કેટલો? કદાચ એકાદ સદ્ગતિ મળી જાય એટલો જને? પણ મોક્ષ તો નહિં જ મળે ને? અને તો પછી એક સદ્ગતિ પછી અનંતી દુર્ગતિઓની તૈયારી છે? જો ના! તો છોડી ઘો શહેરો! જતા રહો ગામડાઓમાં કે જ્યાં આવા કોઈ દોષ ન હોય. કદાચ ત્યાં ગોચરીના નાનામોટા દોષ લાગે તો ય એ તો આચારદોષો છે. ભાવસંયમની રક્ષા માટે આ આચારદોષો સ્વીકારી લેવામાં ઓછો દોષ છે. - જો સંયમીઓ મહિનામાં બે કે ત્રણવાર આ નગરોમાં પ્રવેશ કરે તો તેઓ આજ્ઞાભંગ, મિથ્યાત્વ, અનવસ્થા અને 'વિરાધના એ ચાર દોષોના ભાગીદાર બને. અર્થાત્ વિહારમાં કોઈ શહેરમાં પ્રવેશ કરવો પડે, અથવા વૈદ્યાદિની દવા માટે 427

Loading...

Page Navigation
1 ... 473 474 475 476 477 478 479 480 481 482 483 484