Book Title: Sthanang Sutra Part 02
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 441
________________ १० स्थानकाध्ययने पुद्गलाः ७८३ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ પંચેંદ્રિય એવા તે ચતુષ્પદ સ્થલચર પંચેંદ્રિયો. વળી તે તિર્યંચયોનિકો. તે કર્મધારય સમાસ કરવાથી ચતુષ્પદ સ્થલચર પંચેંદ્રિય તિર્યંચયોનિકો. તેઓની 'વશે' ત્તિ ‘દશ' જ 'નાતો' પંચેંદ્રિય જાતિમાં જે કુલકોટિ-જાતિવિશેષ લક્ષણ (સેંકડો) યોનિ પ્રમુખો–ઉત્પત્તિ સ્થાનના દ્વારો છે તે શતસહસ્રો-લાખો છે. અર્થાત્ દશ લાખ છે, તે પ્રમાણે જ સર્વજ્ઞોએ પ્રરૂપેલા છે. તેમાં યોનિ–જેમ છાણ દ્વીન્દ્રિયોના જીવોની ઉત્પત્તિનું સ્થાન છે તે એક યોનિમાં દ્વીન્દ્રિયોના કુલો કૃમિ વગેરે અનેક આકારવાળા પ્રતીત છે. ૩રસા વક્ષ–હૃદય વડે પરિસર્પે છે, ચાલે છે તે ઉરપરિસર્પો, તે સ્થળચર એવા ઉપરિસર્પો ઇત્યાદિ પૂર્વવત્ સમાસ કરવો. I૭૮૨ જીવના વિષયવાળું દશ સ્થાનક કહીને હવે અજીવસ્વરૂપ પુદ્ગલના વિષયવાળું સ્થાનક કહે છે— जीवा णं दसठाणनिव्वत्तिते पोग्गले पावकम्मत्तार चिर्णिसु वा चिणंति वा चिणस्संति वा, तंजहापढमसमयएगिंदियनिव्वत्तिए जाव अपढमसमयपंचेंदियनिव्वत्तिए । [फासिंदियनिव्वत्तिते',] 'एवं चिण उवचिण बंध उदीर वेय तह णिज्जरा चेव' । दसपतेसिता खंधा अणंता पण्णत्ता, दसपतेसोगाढा पोग्गला अणंता पण्णत्ता, दससमतठितीता पोग्गला अणंता पण्णत्ता, दसगुणकालगा पोग्गला अणता पण्णत्ता, एवं वन्नेहिं गंधेहिं रसेहिं फासेहिं दसगुणलुक्खा पोग्गला अणंता पण्णत्ता ।। सू० ७८३।। सम्मत्तं च ठाणमिति दसमं ठाणं सम्मत्तं १०, दसमं अज्झयणं सम्मत्तं १० । ।। રૂતિ શ્રીસ્થાના, સમાÉ II (પ્રસ્થાશ્રં રૂ૭૦૦) (મૂળ) જીવો, દશ સ્થાન વડે બાંધેલા પુદ્ગલો, પાપકર્મપણાએ ગ્રહણ કરેલા છે, ક૨ે છે અને ગ્રહણ કરશે. તે આ પ્રમાણેપ્રથમ સમય એકેદ્રિયપણાએ નિવૃત્તિત અપ્રથમસમય એકેંદ્રિયપણાએ નિવૃત્તિત, એમ દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચૌરિંદ્રિયપણાના બે બે ભેદ કરવા યાવત્ પ્રથમ સમય પંચદ્રિયપણાએ નિવૃત્તિત અને અપ્રથમસમયપંચેંદ્રિયપણાએ નિર્વÍિત. એવી રીતે ચય-ગ્રહણ કરેલ છે, ઉપચય-વિશેષ વૃદ્ધિ કરેલ છે, બંધ–નિકાચિત કરેલ છે, ઉદીરણા કરેલ છે, વેદ–વિપાક વડે ભોગવેલ છે અને નિર્જરેલ છે, નિર્જરે છે અને નિર્જરશે. દરેક પદમાં ત્રણ કાલ આશ્રયીને કહેવું. દશ પ્રદેશવાળા સ્કંધો, અનંતા કહેલા છે. દશ પ્રદેશ ક્ષેત્રમાં અવગાહીને રહેલા પુદ્ગલો અનંતા કહેલા છે. દશ સમયની સ્થિતિવાળા પુદ્ગલો અનંતા કહેલા છે. દશગુણ કાલા પુદ્ગલો અનંતા કહેલા છે, એવી રીતે અન્ય ચાર વર્ણ વડે, બે ગંધવડે, પાંચ રસ વડે અને આઠ સ્પર્શ વડે કહેવું. યાવત્ દશગુણ લૂખા પુદ્ગલો અનંતા કહેલા છે. I૭૮૩ (ટી૦) 'નીવા' '' મિત્યાદ્રિ અથવા જાતિ, યોનિ અને કુલાદિ વિશેષો, જીવોને કર્મના ચય, ઉપચયાદિથી થાય છે માટે ત્રિકાલભાવી દશ સ્થાનકના અવતાર વડે કર્મના ચય વગેરેને કહે છે—'નીવા ન્ત' મિત્યા॰િ જીવો-જીવનધર્મવાળા પરંતુ સિદ્ધ નહિં. ણં શબ્દ, વાક્યના અલંકારમાં છે. દશ સ્થાનો વડે પ્રથમ સમય એકેંદ્રિયત્વ, વગેરે પર્યાયરૂપ હેતુઓ વડે જે નિર્વńિતા-બંધના યોગ્યપણાએ તૈયાર કર્યા. તે દશ સ્થાનનિર્વત્તિતા અથવા દશ સ્થાનો વડે નિવૃત્તિ-નિષ્પાદના છે જેઓને તે દશસ્થાન નિર્વńિતા. તે કર્મવર્ગણારૂપ પુદ્ગલોને પાપ-ઘાતિકર્મ અથવા બધુંય (ઘાતિ, અઘાતી) કર્મ, તે કરાતું હોવાથી કર્મ. પાપ કર્મ છે, તેનો ભાવ તે પાપકર્માંતા. તે પાપકર્મપણાએ 'વિTMિસુ' ત્તિ॰ ગ્રહણ કર્યા. 'વિન્તિ'—ગ્રહણ કરે છે. 'વેનિ’—ગ્રહણ કરશે. આ કથનથી આત્માનું ત્રિકાલ અન્વયિપણું કહે છે, કારણ કે સર્વથા અન્વયિપણું ન હોવામાં 1. આગમોદય સમિતિવાળી તથા બાજુવાળી પ્રતમાં 'સિદ્યિ' પાઠ છે, પરંતુ ટીકા તથા દીપિકામાં 'પિંિદ્ય' પાઠ જોવાય છે અને અર્થ પણ તે જ અનુકૂળ છે માટે તે પ્રમાણે અર્થ લખેલ છે. 2. આયુષ્યાદિ પ્રાણને ધારણ કરનારા સંસારી જીવો જીવનધર્મવાળા કહેવાય અને ‘જીવનાત્ જીવ' આ વ્યુત્પત્તિ તેને ઘટે. સિદ્ધને તો તાત્વિક રીતે આત્મા કહેવાય પણ જીવ ન કહેવાય પરંતુ જ્ઞાન, દર્શન, સુખ અને વીર્યલક્ષણ ભાવપ્રમાણની અપેક્ષાએ તે જીવ કહેવાય છે. 393

Loading...

Page Navigation
1 ... 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484