________________
१० स्थानकाध्ययने प्रशस्तिः
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
મંગલને અર્થે પુજ્યની પૂજા-નમસ્કાર હો વર્તમાન શ્રીમહાવીર ભગવાનને નમસ્કાર વિરોધીઓના સમૂહનું પ્રમથન-નિવારણ કરવાવાળા શ્રી પાર્શ્વનાથને. નમસ્કાર હો પ્રવચનનો પ્રબોધ કરાવનારી શ્રી પ્રવચન દેવતાને નમસ્કાર હો પ્રસ્તુત અનુયોગનું શોધન કરવાવાળા શ્રીદ્રોણાચાર્ય પ્રમુખ પંડિત પર્ષદાને. નમસ્કાર હો ચતુર્વર્ણ શ્રી શ્રમણ સંઘ ભટ્ટારકને. એ પ્રમાણે પોતાના વંશનું હિત કરવાવાળા રાજસુતાનિક (રાજગચ્છીય) ની જેમ મારો આ અસમાન પ્રયાસ અતિ સફળતાને પ્રાપ્ત કરાવતાં રાજવંશવાળાઓની જેમ વર્લ્ડમાન જિનના સંતાનવર્તિઓ સ્વીકાર કરો. આ શાસ્ત્રમાં યથાયોગ્ય થયેલ અર્થને અનુસરો અને શ્રેષ્ઠ ઉચિત પુરુષાર્થની સિદ્ધિનો ઉપયોગ કરો તથા અન્ય પુરુષને પણ એનો ઉપયોગ કરાવો.
સત્સંપ્રદાયના હીનપણાથી, સત્ તર્કના વિયોગથી અને સર્વ સ્વપરશાસ્ત્રોને મેં નહિ જોયેલા તથા નહિ સ્મરણ કરેલા હોવાથી. ||૧|| વાચનાઓનું અનેકાણું હોવાથી, પુસ્તકોની અશુદ્ધિથી, સૂત્રોનું અતિ ગંભીરપણું હોવાથી અને કોઈક સ્થાનમાં મતભેદ હોવાથી. ||રા ઓ શાસ્ત્ર (ટીકા) માં ત્રટીઓ સંભવે છે. પરંતુ સવિવેકી પરુષોએ તો કેવલ સિદ્ધાંતને અનુરૂપ (મળતું) જે અર્થ હોય તે અમારા આ શાસ્ત્રથી ગ્રહણ કરવું, પરંતુ ઇતર-સિદ્ધાંતથી વિરુદ્ધ નહિ. Ill દયામાં તત્પર જિનેશ્વરના ભક્ત પુરુષોએ, સંસારના ઘોર કારણભૂત અપસિદ્ધાંત-ઉત્સુત્રની દેશનાથી મારા પ્રત્યે (મારી) રક્ષા કરતા છતા આ શાસ્ત્રનું શોધન કરવું-(ટીકાકારની માર્દવતા તથા ભવભીરુતા કેટલી છે તે અહિં સ્પષ્ટ તરી આવે છે.) I૪lી અમારી ઉપર અક્ષમા કરવી નહિ અર્થાત્ ક્ષમા કરવી. જે માટે અમે આગ્રહ રહિત આ ગમનિકા-સૂચનમાત્ર (ટકા) ઉપકાર કરનાર છે એમ જાણીને ચર્ચેલ છે-(નિર્મમત્વપણું સૂચવેલ છે.) આપી તથા સિદ્ધાંતથી સમ્યગુ વિચારીને મધ્યસ્થ બુદ્ધિ વડે જાણવું. જે માટે દ્રોણાચાર્યદિ અનેક પ્રાજ્ઞ-વિદ્વાનોએ આ શાસ્ત્રનો આદર કરેલ છે. ||૬|| જૈન ગ્રંથરૂપ વિશાલ અને દુર્ગમ વનથી, દરિદ્રી નરની જેમ લાભની ઇચ્છાવાળા પુરુષો દ્વારા આ સવ્યાખ્યાન ફળો લેવામાં ગાઢ શ્રમ જાણીને મેં તે ફળોને સ્થાનાંગરૂપ સતુભાજનમાં સ્થાપીને રાખ્યા છે અર્થાત્ (અનેક શાસ્ત્રોને જોવાનો શ્રમ સામાન્ય મનુષ્યથી ન થઈ શકે જેથી ઘણા શાસ્ત્રોનું મંથન કરી તેનો સારાંશ આ શાસ્ત્રમાં દાખલ કરે છે. આ શાસ્ત્રના જ્ઞાનથી વિશેષાવશ્યકાદિ અનેક મહાનું શાસ્ત્રનું જ્ઞાન થાય) આ હેતુથી શ્રીમત સંઘવિભુને આ કૃતિ-રચના જ પરમ પ્રમાણ છે. ll /
શ્રીવિક્રમાદિત્ય નરેંદ્રના કાલથી અગ્યારશે ને વીશ ૧૧૨૦ વર્ષ વ્યતીત થયે છતે અલ્પ બુદ્ધિવાળાને પણ જાણી શકાય એવી સ્થાનાંગસૂત્રની ટીકા મેં રચી છે. .
દરેક અક્ષરની ગણના કરીને ટીકાનું ગ્રન્થમાન ૧૪૨૫૦ અનુષ્ટ્રમ્ શ્લોક વડે નિશ્ચિત કરેલ છે. આવII (ગ્રન્થોંગ્ર ૧૪૨૫૦),
|| ઇતિ શ્રીમચ્ચાંદ્રકુલીનાભયદેવાચાર્યવિહિતવિવૃતિયુક્ત સ્થાનાંગનામા તૃતીયાંગસૂત્રસ્ય અનુવાદ: સમાસઃ II I ઇતિ શ્રીતૃતીયાંગસ્થાનાસૂત્રમ્ સમાસમ્ |
395