Book Title: Sthanang Sutra Part 02
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 442
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने प्रशस्तिः અકૃતાભ્યાગમ–નહિ કરેલનું આવવું અને કૃતવિપ્રણાશ-કરેલાના નાશનો પ્રસંગ આવે. ‘વા’ શબ્દો વિકલ્પાર્થવાળા છે, તે આ પ્રમાણે—પ્રથમ સમય એકેંદ્રિયપણાનો છે જેઓને તે પ્રથમ સમયો, એકેંદ્રિયો એવા તે પ્રથમ સમય એકેંદ્રિયો. તે છતાં (તેમાં વર્તતા) જેઓએ નિર્વńિતા-કર્મપણે ભેગા કર્યા-અવિશેષપણે (સામાન્યથી) ગહણ કર્યાં તે પ્રથમ સમય એકેંદ્રિયનિર્વર્જિત. તે પુદ્ગલોને એવી રીતે બે ભેદપણું, બેઇદ્રી, તેઇદ્રી અને ચૌરિંદ્રી અને પંચેંદ્રિયોમાં દરેકને કહેવું. એ જ હકીકત અતિદેશ વડે કહે છે—'નાવે' ત્યાદ્િ॰ જેમ 'વિતવન્ત'—ગ્રહણ કર્યા ઇત્યાદિ ત્રણ કાલના કથન વડે સૂત્ર કહ્યું. એ જ રીતે ઉપચય કર્યા ઇત્યાદિ અન્ય પાંચ પદ પણ કહેવા. એ જ કહે છે—'Ç વિને' ત્યાદ્રિ અહિં આ પ્રમાણે અક્ષરઘટના છે—'વિતિ'—જેમ ચયન (ગ્રહણ) ત્રણ કાલ વડે વિશેષિત કહ્યું એમ ઉપચય ૧, બંધ ૨, ઉદીરણા ૩, વેદન ૪ અને નિર્જરા ૫ કહેવા યોગ્ય છે. 'દેવ' ત્તિ॰ સમુચ્ચયમાં છે. વિશેષ એ કે–ચય વગેરેનો આ વિશેષ છે. ચયન-કષાય વગેરે વડે પરિણત જીવને કર્મ પુદ્ગલનું ગ્રહણ માત્ર. ઉપચયન—ગ્રહણ કરેલ કર્મપુદ્ગલોને જ્ઞાનાવરણાદિ ભાવ વડે (પૃથક્) નિષેક કરવું–સ્થાપવું. બંધન-નિકાચિત-દેઢ કરવું. ઉદીરણા–વીર્યવિશેષ વડે (કર્મ-પુદ્ગલોને) આકર્ષીને ઉદયમાં પ્રક્ષેપવું. વેદન અનુભવવું. નિર્જરા એટલે જીવપ્રદેશોથી પિરેશાટન-દૂર કરવું. પુદ્ગલના અધિકારથી જ આ બીજું સૂત્ર કહે છે—'સે' ત્યા॰િ સૂત્રવૃંદ સુગમ છે. વિશેષ એ કે-દશ પ્રદેશો છે જેઓને તે દશ પ્રદેશો. તે જ દશ પ્રદેશવાળા અર્થાત્ દશ પરમાણુવાળા સ્કંધો-સમુચ્ચયો. એમ દ્રવ્યથી પુદ્ગલની વિચારણા તથા દશ આકાશના પ્રદેશોને વિષે જે અવગાઢો–રહેલા તે દશ પ્રદેશાવગાઢો. એમ ક્ષેત્રથી વિચારણા તથા દશ સમય પર્યંત સ્થિતિ છે જે પુદ્ગલોની તે દશ સમય સ્થિતિવાળા. એમ કાલથી વિચારણા. દશ ગુણ એટલે એક ગુણ કાલની અપેક્ષાએ દશગણું; કાલો વર્ણ વિશેષ છે જે પુદ્ગલોને તે દશગુણ કાલા. એવી રીતે બીજા નીલાદિ ચાર વર્ણો વડે, બે ગંધ વડે, પાંચ રસ વડે અને આઠ સ્પર્શ વડે વિશેષિત પુદ્ગલો અનંતા કહેવા યોગ્ય છે. આ કારણથી જ સૂત્રકાર કહે છે—'વ' મિત્યાદ્િ॰ 'ખાવ વસમુળ સુવલ્લા પોળના માંતા પન્નત્તા' યાવત્ દશગુણ લૂખા પુદ્ગલો અનંતા કહેલા છે. આ કંથન વડે ભાવથી વીશમો આલાવો (આલાપક) બતાવ્યો. અહિં અંતમાં અનંત શબ્દને ગ્રહણ કરવા વડે વૃદ્ધિ વગેરે શબ્દની જેમ અંત મંગલ કહ્યું. આ અનંત શબ્દ, બધાય અધ્યયનોના અંતમાં ભણેલ છે, તેથી બધાય અધ્યયનોમાં પણ અંતમંગલપણાએ જાણવું. તેથી એ પ્રમાણે અનુગમદ્વારના અંશભૂત સૂત્રસ્પર્શિક નિર્યુક્તિદ્વાર જણાવ્યું. શેખ દ્વારો તો સર્વ અધ્યયનોને વિષે પ્રથમ અધ્યયનની જેમ જાણવા. ૭૮૩|| अथ टीकाकारस्य प्रशस्तिः જે શરૂઆતમાં કહ્યું હતું કે મહાનિધાનભૂત સ્થાનાંગસૂત્રનો પ્રકાશની જેમ અનુયોગ પ્રારંભાય છે, તે ચન્દ્રકુલીન, (ચંદ્રગચ્છમાં ઉત્પન્ન થયેલ) અને સિદ્ધાંતમાં કહેલ અપ્રતિબદ્ધ વિહાર કરવા વડે મનોહર ચારિત્રવાળા, શ્રીવર્ધમાનનામા મુનિપતિ (સૂરિ) ના ચરણોની સેવા કરવાવાળા, પ્રમાણ વગે૨ેની વ્યુત્પત્તિયુક્ત પ્રકરણ અને પ્રબંધને રચવાવાળા, વિદ્વાનોને અટકાવવામાં પ્રવીણ વક્તાઓથી નહિ હણાયેલ સિદ્ધાંત અર્થની પ્રધાન વાણીના વિસ્તારવાળા તથા સુવિહિત મુનિજનમાં મુખ્ય એવા શ્રીજિનેશ્વરાચાર્યના અને તેના અનુજ–લઘુ ગુરુભાઈ વ્યાકરણાદિ શાસ્ત્રના કર્તા શ્રીબુદ્ધિસાગર આચાર્યના ચરણકમળમાં ભ્રમર જેવા, શ્રીમદ્ અભયદેવસૂરિ નામના મેં, શ્રીમહાવીર જિનરાજની સંતાન-શિષ્યપરંપરામાં વર્તનારા અને મહારાજવંશમાં જન્મની જેમ (રાજગચ્છમાં ઉત્પન્ન થયેલા) સંવિગ્ન મુનિઓના સમુદાયવાળા–શ્રીમદ્ અજિતસિંહ આચાર્યના શિષ્ય, ઉત્તરસાધકની જેમ (સહાયક) વિદ્યા (જ્ઞાન) અને ક્રિયામાં પ્રધાન, એવા યશોદેવગણિ નામના સાધુની સહાય વડે સમર્થન કરેલ છે તેથી એ પ્રમાણે સિદ્ધ થયેલ મહાનિધાનની જેમ સમાપ્ત કરેલ સ્વીકારેલ અનુયોગવાળા એવા મને 394

Loading...

Page Navigation
1 ... 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484