________________
१० स्थानकाध्ययने आश्चर्यदशकम् ७७७ सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
આશ્ચર્યના અધિકારથી આ સૂત્ર કહે છે—
दस अच्छेरगा पन्नत्ता, तंजहा - उवसग्ग १ गब्भहरणं २, इत्थीतित्थं ३ अभव्विया परिसा ४ । कण्हस्स अवरकंका ५ ओतरणं चंदसूराणं ६ ॥ १ ॥ हरिवंसकुलुप्पती ७, चमरुप्पातो त ८ अट्ठसतसिद्धा ९ । अस्संजतेसु आ१० दस वि अणतेण कालेनं ॥२॥ ॥ सू० ७७७ ।।
(મૂળ) દશ અચ્છેરાઓ (આશ્ચર્યભૂત બનાવો) કહેલા છે, તે આ પ્રમાણે—ગોશાલાએ ભગવાન્ મહાવીરને કેવલી અવસ્થામાં ઉપસર્ગ કર્યો ૧, હરિણેગમેષીદેવે દેવાનંદાની કુક્ષિથી મહાવીરના ગર્ભને લઈને ત્રિશલાની કુક્ષિમાં મૂક્યું તે ગર્ભહરણ ૨, સ્ત્રીવેદે મલ્લિનાથ તીર્થંકર થયા ૩, કેવલજ્ઞાન પામ્યા બાદ ભગવાન્ મહાવીરની પ્રથમ દેશના નિલૢ ગઈ અર્થાત્ કોઈપણ ધર્મ પામ્યો નહિ તે અભાવિત પર્ષદા ૪, કૃષ્ણ-વાસુદેવનું દ્રૌપદીને પાછી વાળવા માટે ધાતકી ખંડમાં અપરકંકાનગરીએ જવું ૫, કૌશાંબીમાં ભગવાનને વાંદવા માટે શાશ્વતા વિમાન સહિત ચંદ્ર સૂર્યનું આવવું ૬, હરિવંશની ઉત્પત્તિ અર્થાત્ ૨વર્ષક્ષેત્રના યુગલનું ભરતમાં આવવું થયું અને તેથી હરિવંશની ઉત્પત્તિ થઈ, વળી નિરુપક્રમ એવા તેના આયુષ્યનું ઘટવું, દેહનું સંકાચવું અને નરકમાં જવું. આ બધુંય આશ્ચર્ય છે ૭, ચમરેંદ્રનું સૌધર્મ દેવલોકમાં જવું, તે ચમરોત્પાત ૮, એક સમયે ઉત્કૃષ્ટ અવગાહનવાળા એક સો આઠનું સિદ્ધ થવું. (મધ્યમ અવગાહનવાળા સીઝે, પરંતુ ઉત્કૃષ્ટ અવગાહનવાળા તો બે જ સીઝે) ૯, તથા આરંભ અને પરિગ્રહધારી એવા બ્રાહ્મણોની, સાધુઓની માફક પૂજા થઈ તે અસંયતપૂજા ૧૦–આ દશ આશ્ચર્યો પણ અનંતે કાલે થાય છે. ।।૭૭૭।।
(ટી૦) 'સે' ત્યાદ્રિ—વિસ્મયથી પર્યન્તે—જણાય છે તે આશ્ચર્યો અર્થાત્ અદ્ભૂત બનાવો. અહિં ‘સકાર’ કારસ્કારાદિ ગણથી છે. 'ૐવસો' ત્યા॰િ ગાથા બે છે. ઉપસર્જન કરાય છે, ફેંકાય છે, પતિત થાય છે પ્રાણી ધર્મથી જેના વડે તે ઉપસર્ગો અર્થાત્ દેવાદિદ્વારા કરાયેલ ઉપદ્રવો. તે ભગવાન મહાવીરને છદ્મસ્થકાલમાં અને કેવલી કાલમાં નર, અમર અને તિર્યંચો વડે કરાયેલ થયા છે. આ ઉપસર્ગ તો ક્યારે પણ પૂર્વકાલમાં થયો નથી, કારણ કે તીર્થંકરો તો અનુત્તર પુણ્યના પ્રચુરપણાને લઈને ઉપસર્ગના ભાજન થતા નથી, પરંતુ સકલ નર, અમર અને તિર્યંચો સંબંધી સત્કારાદિના સ્થાન જ થાય છે, માટે અનંતકાલમાં થનાર આ અર્થ (બનાવ) લોકમાં અદ્ભૂત–અચ્છેરાભૂત છે. ૧, ગર્ભ-ઉદરમાં રહેલ જીવનું હરણ થવું અર્થાત્ એક ઉદરથી બીજા ઉદ૨માં સંક્રમાવવું તે ગર્ભહરણ. આ પણ તીર્થંકરની અપેક્ષાએ પૂર્વે નહિ થયેલું છતાં ભગવાન મહાવીરનું ગર્ભહરણ થયું છે. ઇંદ્રના આદેશથી હરિણેગમેષિદેવે, દેવાનંદા નામની બ્રાહ્મણીના ઉદરથી સંહરીને ત્રિશલાનામા રાજપત્ની-રાણીના ઉદરમાં સંક્રમાવવાથી, આ પણ અનંતકાલે થતું હોવાથી આશ્ચર્ય જ છે ૨, તીર્થંક૨૫ણાએ ઉત્પન્ન થયેલ સ્ત્રીનું તીર્થ-દ્વાદશાંગ અથવા સંઘ તે સ્ત્રીતીર્થ. તીર્થ તો પુરુષોને વિષે સિંહમાન, પુરુષોને વિષે શ્રેષ્ઠ ગંધહસ્તિ સમાન, ત્રિભુવનમાં પણ અવ્યાહત-નહિ હણાયેલ સામર્થ્યવાળા પુરુષો પ્રવર્તાવે છે, પરંતુ આ અવસર્પિણીમાં મિથિલા નગરીના સ્વામિ કુંભક મહારાજાની પુત્રી, મલ્લિનામા ઓગણીશમા તીર્થંકરના સ્થાનમાં ઉત્પન્ન થયા અને તીર્થને પ્રવર્તાવ્યું. આ ભાવનું અનંતકાલે થવાપણું હોવાથી આશ્ચર્યતા છે ૩, અભવ્યા–ચારિત્રધર્મને અયોગ્ય પર્ષદા–(તીર્થંકરના સમવસરણમાં સાંભળનારા લોકો)–સંભળાય છે કે– ભિક ગ્રામ નગરથી બહાર ભગવાન્ વર્ધમાનસ્વામીને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારપછી ચાર પ્રકારના નિકાયના દેવોએ મળીને સમવસરણની રચના કરી. ભક્તિ અને કુતૂહલથી આકર્ષાઈને આવેલ અનેક મનુષ્યો, દેવો અને વિશિષ્ટ તિર્યંચોને પોતપોતાની ભાષાને અનુસરનારી અર્થાત્ દ૨ેક એમ સમજે કે ભગવાન્ અમારી ભાષામાં બોલે છે અને અત્યંત મનોહર એવી, મહાધ્વનિ વડે કલ્પ-આચારનું પાલન કરવા માટે ભગવાને ધર્મકથા કહી. જે સાંભળીને કોઈએ પણ ત્યાં વિરતિનો સ્વીકાર કર્યો નહિ. કોઈપણ તીર્થંકરની દેશના નિલ જાય એવું પૂર્વે કદાપિ થયું નથી માટે આ આશ્ચર્ય છે ૪, • 1. માવિયા
389