Book Title: Sthanang Sutra Part 02
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 435
________________ १० स्थानकाध्ययने मूलादीनि श्रेणयः ग्रैवेयकं तेजोलेश्याः ७७३-७७६ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ તેજોલબ્ધિને પામેલ શ્રમણ-તપોયુક્ત, માહનું—મા હન–જીવોનો વિનાશ ન કરો એવા પ્રકારની પ્રરૂપણા કરનારા (સાધુ) ને, બે વા શબ્દ વિશેષણ અને સમુચ્ચય અર્થવાળા છે. અત્યાવશાતયેત્—તેની અત્યંત આશાતના કરે 'સે ય' ત્તિ તે સાધુ અતિશય આશાતના-ઉપસર્ગ કરાયેલ. પરિપિત—સર્વથા ક્રોધ પામ્યો થકો. 'તમ્સ'ત્તિ॰ ઉપસર્ગ કરનારની ઉપર તેનઃ— તેજોલેશ્યારૂપ તેજને મૂકે. 'તે' ત્તિ તે સાધુ, તે ઉપસર્ગ કરનાર (અનાર્ય) ને પરિતાપ ઉપજાવે છે–પીડા કરે છે, તેને પીડા કરીને 'તામેવ' તે જ તેજોલેશ્યા વડે પરિતાપને, અહિં દીર્થપણું પ્રાકૃતપણાથી છે. સહાપેઃ સહિત પણ જાણાતું હોવાથી તેજ વડે પણ અર્થાત્ તેજોલેશ્યાયુક્ત અનાર્યને પણ, સાધુના તેજનું બલવાનપણું હોવાથી 'માસ પ્ન' ત્તિ પ્રસિદ્ધ છે, ભસ્મ ક૨ે આ એક ૧, શેષ નવ પણ સુગમ છે. વિશેષ એ કે—'સે ય અખ્વાસાય ત્તિ॰ અત્યંત આશાતના કરાયેલ તે સાધુ, ત્યારપછી તરત જ તેનો પક્ષપાતી દેવ, અત્યંત કોપ પામ્યો થકો તે અનાર્યને ભસ્મ કરે આ બીજું ૨, બન્ને પણ કોપ પામ્યા થકા 'તે દુહો ત્તિ તે બે મુનિ અને દેવ, 'પહિત્ર' ત્તિ॰ ઉપસર્ગ કરનારને ભસ્મ કરવા પ્રત્યે યોગથી પ્રતિજ્ઞૌ—કરેલ પ્રતિજ્ઞાવાળા અર્થાત્ આ દુષ્ટ હણવા યોગ્ય છે, એવી રીતે સ્વીકાર કરાયેલા આ ત્રીજું ૩, ચોથામાં સાધુ જ તેજને કાઢે છે. પાંચમામાં દેવ અને છટ્ઠામાં બન્ને તેજને કાઢે છે. માત્ર આ વિશેષ છે. તત્ર-ઉપસર્ગ ક૨ના૨ના શરીરમાં સ્ફોટા-ફોડાઓ અગ્નિથી બળેલાની જેમ ઉત્પન્ન થાય. તે ફોડાઓ ભેદાય છે ફૂટે છે. ત્યારપછી તે ફૂટ્યા છતાં તે જ ઉપસર્ગ ક૨વાવાળો, તેજોલેશ્યા યુક્ત છતાં પણ તેને, સાધુ અને દેવના તેજનું બલવાનપણું હોવાથી ભસ્મ કરે–વિનાશ કરે. ૪-૫-૬, સાતમા આઠમા અને નવમા પ્રકારમાં પણ તેમજ છે. વિશેષ એ કે–તેમાં ફોડાઓ ઉત્પન્ન થાય છે અને તે ભેદાય છે–ફૂટે છે તેથી તેમાં પુલા એટલે અત્યંત નાની ફોડલીઓ ઉત્પન્ન થાય છે. ત્યા૨પછી તે ફૂટે છે. તે ફોડલીઓ ફૂટી જતાં તે જ ઉપસર્ગ ક૨ના૨ને તેજોલેશ્યાયુક્ત છતાં પણ ભસ્મ કરે છે. ૭-૮૯, આ નવ સ્થાનો સાધુ અને દેવ સંબંધી કોપના આશ્રયવાળા છે. દશમું સ્થાન તો વીતરાગના આશ્રયવાળું છે તેમાં 'અન્વાસામાન્રે' ત્તિ॰ ઉપસર્ગને કરતો થકો ગોશાલકની જેમ તેજને ફેંકે–મૂકે. 'સે ય તત્ય' ત્તિ॰ તે તેજ શ્રવણ ૫૨ મૂકેલું મહાવીર પ્રભુની જેમ થોડું આક્રમણ કરે નહિ. વિશેષણપણે પરાભવ કરે નહિ, પરંતુ 'અશ્વિ'િ ત્તિ પડખેથી ઊંચે ચડવું અને નીચે પડવું કરે છે. ત્યારપછી દક્ષિણ પડખેથી પ્રદક્ષિણા-પાર્શ્વ ભ્રમણરૂપ આ દક્ષિણ પ્રદક્ષિણા કરે છે. ત્યા૨૫છી ઊર્ધ્વઉપર દિશામાં 'વેહાસ્' ત્તિ॰ વિહાય-આકાશમાં ઊંચે જાય છે. ઊંચે જઈને 'તે' ત્તિ॰ તે તેજ, તતઃ સાધુના શરીરના સમીપથી તેના માહાત્મ્યથી હણાયું છતું પાછું ફરે છે. પાછું ફરીને તે જ ઉપસર્ગ કરનાર પુરુષના શરીરને અર્થાત્ જેથી નીકળેલ તેને 'અનુવહન્' નીકળ્યા બાદ ઉપતાપ ઉપજાવતું થયું, કેવા પ્રકારના શરીરને? તેજ સહિત વર્તતું અર્થાત્ તેજોલબ્ધિવાળું, તેને ભસ્મ કરે. આ કોપ રહિત એવા વીતરાગનો પ્રભાવ છે. જેથી બીજાનો તેજ પરાભવ કરી શકતો નથી. આ અર્થમાં દૃષ્ટાંતને કહે છે. 'નન્હા વા' જેમ ભગવાનનો શિષ્યાભાસ મંખલિનામ મંખનો પુત્ર ગોશાલકનું. મંખ–ચિત્રનો ફ્લેક (પાટિયું) પ્રધાન ભિક્ષુવિશેષ અર્થાત્ ચિત્ર બતાવવા વડે ભિક્ષા મેળવનાર 'તવેતે' ના તપથી ઉત્પન્ન થયેલ હોવાથી, તપઃ શું તે? તેજ અર્થાત્ તેજોલેશ્યા'. ત્યાં એકદા ભગવાન્ મહાવીર શ્રાવસ્તી નગરીમાં પધાર્યા અને ગોશાલક પણ ત્યાં આવ્યો. ત્યાં ગૌતમસ્વામી ગોચરી અર્થે ગયેલ, ત્યાં તેમણે ઘણા લોકોનો શબ્દ સાંભળ્યો. યથા-આ શ્રાવસ્તીમાં બે જિન સર્વજ્ઞ છે–મહાવીર અને ગોશાલક. એમ સાંભળીને ભગવાન સમીપે આવીને ગૌતમસ્વામીએ ગોશાલકનું ઉત્થાન-ઉત્પત્તિ બદલ પૂછ્યું. ભગવાન્ ઉવાચ-યથા–આ શરવણ નામા ગામમાં ગોબહુલ બ્રાહ્મણની ગો (ગાયની) શાળામાં મંખલીનામા મંખ અને તેની સુભદ્રા નામની સ્ત્રીનો પુત્ર છે. હું છદ્મસ્થપણામાં હતો ત્યારે મારી સાથે છ વર્ષ પર્યંત વિચર્યો હતો. અમારી પાસેથી જ બહુશ્રુત થયેલ છે, પરંતુ આ જિન નથી અને સર્વજ્ઞ પણ નથી. ભગવાનનું આ વચન સાંભળીને ઘણા લોકો નગરીમાં ત્રિક, ચતુષ્ક વગેરેને વિષે પરસ્પર એક બીજાને કહેવા લાગ્યા કે–ગોશાલો, મંખલીપુત્ર છે, પરંતુ જિન નથી અને સર્વજ્ઞ પણ નથી. આ લોકોનું 1. તૈજસ શરીરથી તૈજસ વર્ગણાના પુદ્ગલમય આ તેજોલેશ્યા, તેજોલબ્ધિ વડે કોપથી નીકળે છે અને કૃપાથી શીતલેશ્યા, તૈજસ શ૨ી૨થી નીકળે છે. આ અષ્ટસ્પર્શી પુદ્ગલો છે અને છ લેશ્યામાં કહેલ તેજોલેશ્યાના કારણભૂત પુદ્ગલો તો જુદા છે તે ચઉસ્પર્શી છે. 387

Loading...

Page Navigation
1 ... 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484