________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने मूलादीनि श्रेणयः ग्रैवेयकं तेजोलेश्याः ७७३-७७६ सूत्राणि
પણ બાળીને ભસ્મ કરે છે. ૫, કોઈક અનાર્ય, તથારૂપ શ્રમણ-માહણની અત્યંત આશાતના કરે છે, તે અત્યંત આશાતના કરાયેલ સાધુ કાપ પામે અને તેનો અનુરાગી દેવ પણ કોપ પામે. બન્ને જણા તે અધર્મને મારવાની પ્રતિજ્ઞા કરે. અને તે દુષ્ટની ઉપર બન્ને તેજલેશ્યા મૂકે. તેથી દુષ્ટના શરીરમાં ફોડા ઉત્પન્ન થાય, તે ફોડા ફૂટે છે. તે ફોડા ફૂડ્યા થકા તેજલેશ્યા યુક્ત અનાર્યને પણ ભસ્મીભૂત કરે. ૬, કોઈક અનાર્ય, તથારૂપ શ્રમણ-શાહનની અત્યંત આશાતના કરે, તે અત્યંત આશાતના કરાયેલ સાધુ, ક્રોધ પામીને તે દુષ્ટની ઉપર તેજોલેશ્યા મૂકે તેથી તેના શરીરમાં ફોડા ઉત્પન્ન થાય. તે ફોડા ફૂટે અને તેમાં નાની નાની ફોડલીઓ ઉત્પન્ન થાય, તે ફોડલીઓ ફૂટે. તે ફોડલીઓ ફૂટી થકી તે જ અનાર્યને તેજોવેશ્યાયુક્ત છતાં પણ બાળીને ભસ્મ કરે ૭, આ ત્રણ આલાપકો કહેવા અર્થાત્ એવી રીતે . તેનો રાગી દેવ કોપ પામીને ભસ્મ કરે ૮, બન્ને કોપ પામીને તેજોલેશ્યાથી ઉપરોક્ત રીતે ભસ્મ કરે ૯, કોઈક અનાર્ય, તથારૂપ શ્રમણ-માહનની અત્યંત આશાતના કરતો થકો તેની ઉપર તેજોલેશ્યાને મૂકે તે તેજલેશ્યા, સાધુને વિષે આક્રમણ કરતી નથી અને વિશેષ પરાભવ કરતી નથી; પરત પડખેથી ઊંચી નીચી થાય છે. એમ કરીને આ દક્ષિણ પ્રદક્ષિણા-દક્ષિણ પડખેથી ભ્રમણ કરે છે. કરીને ત્યારપછી ઊંચે આકાશમાં જાય છે. ઊંચી જઈને તે તેજલેશ્યા, સાધુના માહાત્મથી હણાયી થકી પાછી ફરે છે. પાછી ફરીને તે જ ઉપસર્ગ કરનારના શરીરને બાળતી થકી, તેજોવેશ્યાયુક્ત એવા તે દુષ્ટને ભસ્મસાત્ કરે છે. જેમ કંખલીપુત્ર ગોશાલાના તપતેજે-તેજોલેશ્યાએ ગોશાલાને જે બાળી નાખ્યો, પરંતુ ભગવાનનો પરાભવ કરવા માટે શક્તિમાન થઈ નહિ. ફક્ત ભગવાનને તેનાથી છ મહિના રક્તાતિસાર થયો.
૧૦ ll૭૭૬/l. (ટી.) 'સે' ત્યાદિ તૃણની માફક વનસ્પતિઓ તે તૃણવનસ્પતિઓ, તૃણની સાથે સમાનતા તો બાદરપણાને લઈને છે, તેથી . સૂક્ષ્મોને દશવિધપણું નથી [માત્ર બાદરને જ છે.] મૂલ-જટા ૧, કંદ-સ્કંધથી નીચે વર્તનાર ૨, 'વંધે’ત્યાદ્રિ પાંચ યાવત્ શબ્દથી જાણવા તેમાં સ્કંધ-જે સ્યુડ નામથી પ્રસિદ્ધ છે ૩, વકુ છાલ ૪, શાલા-શાખા પ, પ્રવાલ-અંકુરા ૬, પત્ર-પાંદડાં ૭, પુષ્પ-ફૂલ ૮, ફલ પ્રસિદ્ધ છે. ૯ અને બીજ-મિંજા ૧૦. ll૭૭૩||
દશ સ્થાનકના અધિકારવાળું જ આ બીજું કહે છે—'સર્વે' ત્યારે બે સૂત્ર છે. સર્વા:–બધાય (૧૭૦) દીર્ઘવૈતાદ્ય સંબંધી વિદ્યાધરશ્રેણિઓ-વિદ્યાધરોના નગરોની પંક્તિઓ. દીર્ઘવૈતાઢ્ય પર્વતો તો પચ્ચીશ યોજન ઊંચાઈ વડે અને પચ્ચાસ યોજન મૂલમાં વિખંભ-પહોળાઈ વડે છે તેમાં ધરણીતલથી દશ યોજન અતિક્રમીને-ઉપર જઈને દશ યોજનની પહોળાઈવાળી દક્ષિણથી અને ઉત્તરથી એમ બે શ્રેણીઓ હોય છે. તેમાં દક્ષિણતઃ પચ્ચાશ નગરો અને ઉત્તરતઃ તો સાઠ નગરો ભરતક્ષેત્રમાં છે.. ઐરવત ક્ષેત્રમાં તેમજ વિપરીતપણાએ છે, એટલે દક્ષિણતઃ સાઠ અને ઉત્તરતઃ પચ્ચાસ છે અને વિજયોને વિષે બન્ને શ્રેણીમાં પચ્ચાવન પચ્ચાવન નગરો હોય છે. વિદ્યાધરોની શ્રેણીને ઉપર દશ યોજન અતિક્રમીને દશ યોજનની પહોળાઈવાળી બન્ને પડખેથી–ઉત્તર દક્ષિણ તરફ આભિયોગિક દેવોની શ્રેણીઓ હોય છે. તેમાં અભિયોગ-આજ્ઞા, તે વડે જે વિચરે છે તે આભિયોગિક દેવો. શક્રાદિ સંબંધી સોમ, યમ, વરુણ અને વૈશ્રમણનામાં લોકપાલોના સંબંધી–આજ્ઞાંકિત વ્યંતરો છે. શ્રેણીઓની ઉપર પર્વત પાંચ યોજન ઊંચપણે અને દશ યોજન પહોળાપણે છે. ૭૭૪
આભિયોગિક દેવોની શ્રેણીઓ તો દેવોના આવાસો છે, તેથી હવે તેના વિશેષોને કહે છે–વેન્ઝ' ત્યાર સુગમ છે. II૭૭પી.
પૂર્વે દેવોના આવાસો કહ્યા, અને દેવો તો મહદ્ધિક હોય છે, આથી દેવોની અને મુનિની મહદ્ધિકતાનું વિશેષ વર્ણન કરવા સારુ તેજોનિસર્ગ-તેજનું નીકળવું, તેના પ્રકારોનું પ્રતિપાદન કરવા માટે કહે છે– સદી” ત્યા૦િ દશ સ્થાન-પ્રકાર વડે સદ-સાથે તેના તેજોવેશ્યા વડે વર્તતા અનાર્યને ભાસં—ભસ્મની જેમ કરે અર્થાત્ વિનાશ કરે, સાધુ એમ જણાય છે, અર્થાત્ સાધુ અનાર્યને બાળી નાખે. તે આ પ્રમાણે—'રૂ' ત્તિ કોઈક અનાર્ય કર્મ કરવાવાળો પાપાત્મા, તથારૂપ
386