________________
१० स्थानकाध्ययने मूलादीनि श्रेणयः ग्रैवेयकं तेजोलेश्याः ७७३-७७६ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ સે भिन्ना समाग्गा ] जाव तामेव सह तेतसा भासं कुज्जा ५, केति तहारूवं समणं वा माहणं वा अच्चासाएज्जा, त अच्चासातिते परिकुविए, देवे य परिकुविए, ते दुहतो पडिण्णा, ते तस्स तेतं निसिरेज्जा, तत्थ फोडा संमुच्छंति सेसं तहेव जाव भासं कुज्जा ६ । केति तहारूवं समणं वा माहणं वा अच्चासातेज्जा से य अच्चासातिते परिकुविते तस्स तं निसिरेज्जा, तत्थ फोडा संमुच्छंति ते फोडा भिज्जंति, तत्थ पुला संमुच्छंति ते पुला भिज्जति, ते पुला भिन्ना समाणा तामेव सह तेयसा भासं कुज्जा ७ । एते तिन्नि आलावगा भाणितव्वा ९ । केति तहारूवं समणं वा माहणं वा अच्चासातेमाणे तेतं निसिरेज्जा, से त तत्थ णो कम्मति णो पकम्मति, अंचिं अंचि (अंचि अंचि ?) करेति, करेत्ता आताहिणपयाहिणं करेति करेत्ता उङ्घं वेहासं उप्पतति, उप्पतेत्ता से णं ततो पडिहते पडिणियत्तति, पडिणियत्तेत्ता तमेव सरीरगमणुदहमाणे अणुदहमाणे सह तेतसा भासं कुज्जा जहा वा गोसालस्स मंखलिपु - तस्स तवे तेते १० ।। सू० ७७६।।
(મૂળ) દશ પ્રકારના તૃણ-બાદર વનસ્પતિકાયિકો કહેલા છે, તે આ પ્રમાણે—મૂલ ૧, કંદ ૨, યાવત્ સિંધ ૩, છાલ ૪, શાખા પ, પ્રવાલ ૬, પાંદડાં ૭] ફૂલ ૮, ફલ ૯ અને બીજ ૧૦. I૭૭૩//
બધીય વિદ્યાધર સંબંધીની શ્રેણીઓ [૧૭૦ દીર્ઘવૈતાઢ્ય પર્વત ઉપર રહેલી] દશ, દશ યોજન પહોળાઈ વડે કહેલી છે. બધીય આભિયોગિક-લોકપાલોના આજ્ઞાંકિત વ્યંતરો સંબંધીની શ્રેણીઓ દશ, દશ યોજન પહોળાઈ વડે કહેલી
છે. ૫૭૭૪॥
ત્રૈવેયકના વિમાનો એક હજાર યોજન ઊર્ધ્વ ઊંચાઈ વડે કહેલા છે. I૭૭૫
દશ સ્થાન–પ્રકાર વડે તેજયુક્ત-તેજોલેશ્યા સહિત વર્તાતા અનાર્યને સાધુ ભસ્મીભૂત કરે–બાળી નાખે, તે આ પ્રમાણે– -કોઈક અનાર્ય તથારૂપ તેવા પ્રકારની તેજોલબ્ધિને પામેલ શ્રમણ માહન–સાધુની અત્યંત આશાતના ક૨ે. તે અત્યંત આશાતના કરાયેલ સાધુ, ક્રોધ પામીને તે ઉપસર્ગ કરનાર પાપાત્મા ઉપર પોતાના તેજને ફેંકે, તે સાધુ, ઉપસર્ગ કરનારને પરિતાપ (પીડા) ઉપજાવે, પરિતાપ ઉપજાવીને તે જ તેજોલેશ્યા વડે તેજોલેશ્યાયુક્ત અનાર્યને પણ ભસ્મ કરે; કારણ કે અનાર્યની તેજોલેશ્યાથી સાધુની તેજોલેશ્યા (લબ્ધિ) બળવાન છે ૧, કોઈક અનાર્ય, તેવા પ્રકારના શ્રમણ માહન–સાધુની અત્યંત આશાતના કરે. તે આશાતના કરાયેલ સાધુનો પક્ષપાતી દેવ, ક્રોધ પામીને તે અનાર્યની ઉપર તેજોલેશ્યા મૂકે. તે દેવ તેને પીડા ઉપજાવે. તે તેને પરિતાપ ઉપજાવીને તે જ તેજોલેશ્યા વડે, તેજોલેશ્યાયુક્ત, અનાર્યને પણ ભસ્મસાન્કરે ૨, કોઈક અનાર્ય, તથારૂપ શ્રમણ-માહનની અત્યંત આશાતના કરે, તે અત્યંત આશાતના કરાયેલ સાધુ, ક્રોધ પામેલ અને પક્ષપાતી દેવ ક્રોધ પામેલ, મુનિ અને દેવ બન્ને જણાએ પ્રતિજ્ઞા કરી કે આ અનાર્યને હણવો. પછી તેની ઉપર બન્ને તેજોલેશ્યા મૂકે, તે બન્ને તેને પીડા કરે, પીડા કરીને તે જ તેજોલેશ્યા વડે, તેજોલેશ્યા સહિત અનાર્યને પણ ભસ્મ કરે ૩, કોઈક અનાર્ય, તથારૂપ શ્રમણ-માહણની અત્યંત આશાતના કરે, તે અત્યંત આશાતના કરાયેલ સાધુ, ક્રોધ પામીને તે દુષ્ટની ઉપર તેજોલેશ્યા મૂકે, તેથી તેના શરીરમાં ફોડા ઉત્પન્ન થાય, તે ફોડા ફૂટે છે, તે ફોડા ફૂટ્યા થકા તેજોલેશ્યા સહિત એવા અનાર્યને ભસ્મ કરે ૪, કોઈક અનાર્ય, તથારૂપ શ્રમણ-માહણની અત્યંત આશાતના કરે, તે અત્યંત આશાતના કરાયેલ સાધુનો અનુરાગી દેવ, ક્રોધ પામીને તે દુષ્ટાત્મા ઉપર તેજોલેશ્યા છોડે. તેથી તેના શરીરમાં ફોડા ઉત્પન્ન થાય. તે ફોડા ફૂટે છે. તે ફોડા ફૂટ્યા થકા તેજોલેશ્યાયુક્ત અનાર્યને
1. વૈતાઢ્ય પર્વતની તલેટીથી દશ યોજન ઉપર વિધાધરોની બન્ને ઉત્તર-દક્ષિણ શ્રેણીઓ છે. તે શ્રેણીથી દશ યોજન ઉપર સોમ વગેરે લોકપાલોના આભિયોગિક દેવોની શ્રેણીઓ છે, તેની ઉપર પાંચ યોજન પર્વત ઊંચપણે છે. ત્યાં સિદ્ધાયતન છે. એકંદર પર્વત પચ્ચીશ યોજન ઊંચો છે.
385