________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
१० स्थानकाध्ययने दशा-दशकं ७७२ सूत्रे
ઉલ્લંઘન ન કરવા વડે 'મહાપં'–પ્રતિમા સંબંધી આચારોનું ઉલ્લંઘન ન કરવા વડે, સમ્યક્ કાયા વડે પરંતુ માત્ર મનોરથ વડે નહિ. છાસિયા'–વિશુદ્ધ પરિણામથી સ્વીકારવા વડે સ્પર્શેલી, "પાનિયા’–અંત સુધી પરિણામની હાનિ સિવાય પાળેલી. “શોધતા' –નિરતિચારપણાએ કરી શોધેલી અથવા 'શમિતા'-પ્રતિમાની સમાપ્તિમાં ઉચિત અનુષ્ઠાન કરવા વડે શોભાવેલી. તીરિતા'-કાંઠે પહોંચાડેલી–પ્રતિજ્ઞા લીધેલ કાલ ઉપર પણ કંઈક અધિક કાલ અનુષ્ઠાન કરવાથી. 'altત્તતા'નામથી આ પ્રતિમા અને એમાં આ કર્તવ્ય. તે મેં કરેલું છે એવી રીતે પ્રશંસવું. મારાંધતા'–ઉપરોક્ત અહાસુત્ત ઇત્યાદિ બધાય પદો મળવાથી આરાધેલી થાય છે. ૭૭oll
પ્રતિમાનો અભ્યાસ, સંસારના ક્ષય માટે સંસારી જીવો વડે કરાય છે, માટે સંસારી જીવોને અને જીવોના અધિકારથી . સર્વ જીવોને 'રસ' ઇત્યાદિ, ત્રણ સૂત્ર વડે કહે છે, તે સુગમ છે. વિશેષ એ કે-પ્રથમ સમય એકેંદ્રિયપણાનું છે જેઓને તે પ્રથમ સમયો, એવા એકેંદ્રિયો તે પ્રથમ સમય એકેંદ્રિયો અને વિપરીત એટલે બે, ત્રણ વગેરે સમયો થયા છે જેઓને તે અપ્રથમસમયએકૅઢિયો. એવી રીતે બેઈદ્રિય, ઇદ્રિય, ચૌરિદ્રિય અને પંચેદ્રિયો પણ કહેવા. કહે છે કે—'વે નાવ' રૂટ્યારિ૦ મરિય' ઉત્ત— સિદ્ધો, અપર્યાપ્તાઓ અને ઉપયોગથી કેવલીઓ અનિંદ્રિય છે. ૭૭૧ |ી.
સંસારી જીવોના પર્યાયવિશેષનું જ પ્રતિપાદન કરવા માટે કહે છે– वाससताउस्स णं पुरिसस्स दस दसाओ पन्नत्ताओ, तंजहा–बाला १ किड्डा २ मंदा ३ बला ४ पन्ना ६ य हायणी ६ । पवंचा ७ पब्भारा ८ य, मुंमुही ९ सातणी १० तधा ।। सू० ७७२।। (મૂ૦) એક સો વર્ષના આયુષ્યવાળા પુરુષને દશ દશાઓ-દશ વર્ષના પ્રમાણવાળી અવસ્થાઓ કહેલી છે, તે આ પ્રમાણે
બાલદશા–જેમાં સુખદુ:ખનું વિશેષ જાણપણું ન હોય ૧, ક્રીડાદશા–જેમાં ક્રીડા કરવાનું વિશેષ મન હોય ૨, મંદદશા- . જેમાં ભોગમાં જ રતિ હોય પરંતુ વિશેષ બલબુદ્ધિ પૂર્વક કાર્ય કરી શકે નહિ ૩, બલદશા–જે અવસ્થામાં બલવાનું હોય–બલપૂર્વક કાર્ય કરી શકે ૪, પ્રજ્ઞાદશા–જેમાં ઈચ્છિત અર્થ કરવાની બુદ્ધિ હોય ૫, હાયની દશા-જેમાં પુરુષ કામથી વિરક્ત થાય અને ઈદ્રિયોના બલની હાનિ થાય ૬, પ્રપંચા દશા–જેમાં ચીકણા શ્લેષ્માદિ નીકળે અને ખાંસી પ્રમુખ ઉપદ્રવ હોય ૭, પ્રભારા દશા-જેમાં જરાના ભારથી ગાત્ર સંકુચિત થઈ જાય ૮, સંસખી દશા–જેમાં જરા વડે. અતિશય પીડાવાથી જીવવામાં પણ ઈચ્છા ન હોય ૯, શાયની–જે દશામાં સૂતો રહે છે અને દુઃખિત હોય છે ૧૦.
//૭૭૨ //. (ટી0) 'વાસ' ત્યાદિજે કાલમાં મનુષ્યોનું એક સો વર્ષનું આયુષ્ય હોય તે વર્ષ શતાયુકાલ. તે કાલમાં જે પુરુષ તે પણ ઉપચારથી વર્ષશતાયુષ્ક. મુખ્ય વૃત્તિથી સો વર્ષના આયુષ્યવાળા પુરુષનું ગ્રહણ કીધે છતે પૂર્વકોટિ આયુષ્યવાળા પુરુષના કાલમાં સો વર્ષના આયુષ્યવાળા કોઈક પુરુષને કુમારપણામાં પણ બલાદિ દશા દશકની સમાપ્તિ થાય. પરંતુ એમ નથી તેથી ઉપચાર જ યુક્ત છે. 'રસ' આ સંખ્યા છે. 'સી૩' ૪િ૦ વર્ષદશકના પ્રમાણવાળી કાલકૃત અવસ્થા. અહિં વર્ષ શતાયુનું ગ્રહણ વિશિષ્ટતર દશ સ્થાનકના અનુરોધથી જ છે અને વિશિષ્ટતરપણું દશ સ્થાનકનું તો આ પ્રમાણે છે. દશ વર્ષના પ્રમાણવાળી દશા દશ છે. અન્યથા પૂર્વકોટિ આયુષ્યવાળાઓને પણ બાલાદિ દશ અવસ્થાઓ હોય છે-માત્ર તે દશ વર્ષના પ્રમાણવાળી હોય નહિ, પરંતુ બહુ વર્ષવાળી અથવા અલ્પ વર્ષોવાળી હોય છે. આ તાત્પર્ય છે. તેમાં બાલની આ અવસ્થા તે ધર્મ અને ધર્મના અભેદથી બાલા. એણીનું સ્વરૂપ કહે છેजायमेत्तस्स जंतुस्स, जा सा पढमिया दसा । न तत्थ सुहदुक्खाई, बहु [बहु] जाणंति बालया ।।८।।
| તિવુ પ્રો. રર ]િ 1. અપર્યાપ્ત અવસ્થામાં ઇંદ્રિયોના અભાવથી અનિંદ્રિયો છે અને કેવલીને ઇંદ્રિયોનો ઉપયોગ નથી, તે ક્ષાયોપથમિકભાવે હોવાથી,
382