________________
७ स्थानकाध्ययने स्वरप्रकरणम् ५५३ सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ પ્રમાણે—જ સ્વર વડે આજીવિકાને મેળવે છે અને કરેલ કાર્યનો નાશ થતો નથી (સિદ્ધ થાય છે). વળી ગાયોની, મિત્રોની અને પુત્રોની પ્રાપ્તિ થાય છે તથા સ્ત્રીઓને વલ્લભ થાય છે ૮ll ઋષભસ્વર વડે ઐશ્વર્ય, સૈન્યનું નાયકપણું, ઘણું ધન, વસ્ત્ર, ગંધ, અલંકાર, સ્ત્રીઓ અને પલ્યકાદિ શયનને મેળવે છે llell ગાંધાર સ્વરમાં ગાવાની યુક્તિને જાણનારા, પ્રધાન આજીવિકા, કલા વડે અધિકતા, કાવ્ય કરવામાં નિપુણ અને જે અન્ય ધનુર્વેદાદિ શાસ્ત્રના પણ પારંગત થાય છે //holl મધ્યમ સ્વર વડે સંપન્ન પુરુષો, સુખે જીવનારા-યશ-કીર્તિવાળા થાય છે, ખાએ છે, પીએ છે અને દાન આપે છે અને મધ્યમ સ્વર વડે આશ્રિત હોય છે //૧૧/ પંચમસ્વર વડે સંપન્ન પુરુષો, પૃથ્વીપતિ (રાજા) થાય છે, વળી શૂરા, ધનાદિનો સંગ્રહ કરનારા તથા અનેક ગણના નાયકો અને કુટુંબના નાયકો થાય છે //૧૨// રૈવતસ્વર વડે સંપન્ન, પુરુષો, કલહપ્રિય થાય છે, શાનિકો-પક્ષીઓને મારનારા વાઘરી, શૌકરિકો-સૂવરને હણનારા શિકારી અને મચ્છવંધો-માછી થાય છે /૧૭ll ચાંડાલો, મુષ્ટિકો (મલ્લો), મેદો-ઢેઢ અને જે અન્ય પાપકર્મના કરનારા ગાયના ઘાતકો તથા ચોરો છે તે નિષાદસ્વરને આશ્રયેલા છે /૧૪ ઉક્ત સાત સ્વરોના મુચ્છનાના સમુહરૂપ ત્રણ ગ્રામો કહેલા છે, તે આ પ્રમાણે–પજગ્રામ, મધ્યમ ગ્રામ અને ગાંધારગ્રામ, પજ ગામથી અન્ય અન્ય સ્વરને ઉત્પન્ન કરનારી સાત મૂચ્છનાઓ કહેલી છે, તે આ પ્રમાણે-મંગી ૧, કૌરવી ૨, હરી ૩, રજની ૪, સારકાંતા ૫, છઠ્ઠી સારસા ૬ અને સાતમી શુદ્ધ પજા નામે છે //પી/ મધ્યમ ગ્રામની સાત મૂચ્છનાઓ કહેલી છે, તે આ પ્રમાણે— ઉત્તરમંદા ૧, રજની ર, ઉત્તરા ૩, ઉત્તરાસમા ૪, અશ્વકાંતા ૫, સૌવીરા ૬ અને અભીરુ સાતમી ૭ હોય છે l/૧૬/l ગાંધાર ગ્રામની સાત મૂચ્છનાઓ કહેલી છે, તે આ પ્રમાણે–નંદીતા ૧, શુદ્રિમાં ૨, પૂરિમા ૩, ચોથી શુદ્ધ ગાંધારા ૪, પાંચમી મૂર્છાના તે ઉત્તરગાંધારા હોય છે /૧૭ી સુષુતર આયામા નિયમથી છઠ્ઠી જાણવી ૬ અને સાતમી ઉત્તરાયતા અથવા કોડીમાસા નામે છે૭ /૧૮// આ સાત સ્વરો કયા સ્થાનથી ઉત્પન્ન થાય છે ૧, ગેયગીતની કઈ યોનિ-જાતિ હોય છે ૨, કેટલા સમયના ઉચ્છવાસો-(કાળ) પ્રમાણ છે ૩ તથા ગેયના કેટલા આકારો (સ્વરૂપો) છે. ૪. આ ચાર પ્રશ્નો છે. ઉત્તર-સાત સ્વરો નાભિથી ઉત્પન્ન થાય છે ૧, અને રુદિતયોનિ-જાતિવાળું ગીત છે ૨, છંદનો પાર (ચરણ) બોલવામાં જેટલો કાળ લાગે તેટલો સમય ગીતના ઉચ્છવાસો હોય છે ૩ અને ગીતના ત્રણ કારો છે ૪ //Roll ગીતનો આરંભ કરતાં આદિમાં કોમળ–મધુર ધ્વનિ, મધ્યમ ભાગમાં મોટો ધ્વનિ અને અંત ભાગમાં ગીત ધ્વનિને મંદ કરતો થકો હોય છે. આ ત્રણ ગેયના આકાર (સ્વરૂપ છે) //ર૧// ગીત સંબંધી છ દોષો, આઠ ગુણ, ત્રણ વૃત્તો-પદના પ્રકારો અને બે ભાષાઓ જે જાણશે તે સુશિક્ષિત, રંગમંડપ મધ્યે સારી રીતે ગાયન કરશે //ર ૨/ ભીતભયાકુળ મનથી ગાય ૧, દ્રત-ઉતાવળથી ગાય ર, લઘુ સ્વરથી ગાય ૩, અતિ તાલ આપતો અથવા અસ્થાને તાલ આપતો ગાય ૪, કાગડાની માફક ઘુરઘુર સ્વરે ગાય પ, અને નાસિકા મધ્ય સ્વર કરીને ગાય-આ છ ગીતના દોષો છે; માટે હે ગાયક! તું આ રીતે ગાયન ન કર //ર૩ll સ્વર કલા વડે સંપૂર્ણ ગવાય તે પૂર્ણ ૧, ગીતના રાગ વડે ગવાય તે રક્ત ૨, પરસ્પર શુભ સ્વરોને વિશેષ સ્કુટ કરવાપૂર્વક ગવાય તે અલંકૃત ૩, અક્ષર અને સ્વરને ફુટ કરવાપૂર્વક ગવાય તે વ્યક્ત ૪, અશુભ સ્વર રહિત ગવાય તે અવિધૃષ્ટ ૫, મધુર સ્વરે કોયલની માફક ગવાય તે મધુર ૬, તાલ, વંશ અને સ્વરના સમાપણાએ ગવાય તે સમ ૭, અને સ્વરઘોલનાદિ પ્રકારો વડે લાલિત્ય (છટા) સહિત કર્ણને પ્રિય ગવાય તે સુકુમાર ૮. આ આઠ ગુણો વડે યુક્ત શોભન ગેય હોય છે //ર૪ll ઉર, કંઠ અને
શિરદ્વારા પ્રશસ્ત-વિશુદ્ધ, મૃદુ-મધુર સ્વર વડે બહુ ઘોલનાવાળું, ગેય પદ વડે બદ્ધ-ગુંથાયેલું, સમતાલના પ્રક્ષેપવાળું 1. આગમોદય સમિતિવાળી પ્રતિમાં “સેવા’ શબ્દ છે પરંતુ બાબુવાળી પ્રતમાં તથા દીપિકામાં ‘મયા’ શબ્દ છે તેથી ભેદો (ઢેઢ) આ અર્થ
અનુવાદમાં લખેલ છે “સેયા’ શબ્દનો અર્થ બરોબર સમજાતો નથી પરંતુ સેવા-ફા એવો અર્થ કરવાથી કર્દમવત્ મલિન આચરણ * કરનારા અંત્યજ વર્ગનાં સમજાય છે.
175.