________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
१० स्थानकाध्ययने अस्वाध्यायिक ७१४-७१५ सूत्रे
(વાસિત) કરે છે. ૯ 'રયડધા ત્તિ' વિશ્રસાપરિણામથી (સ્વભાવતઃ) ચોતરફથી રેણુ-રજનું પડવું તે-રજ ઉઘાત કહેવાય છે ૧૦. અસ્વાધ્યાયના અધિકારથી જ આ કહે છે—'રસવિદ મોરાતિ' રૂત્યાદ્રિ ઔદારિક-મનુષ્ય અને તિર્યંચના શરીરનું આ તે ઔદારિક અસ્વાધ્યાયિક. તેમાં અસ્થિ, માંસ અને શોણિત તે પ્રસિદ્ધ છે. તેમાં પંચેદ્રિય-તિર્યંચો સંબંધી અસ્વાધ્યાયિક, દ્રવ્યથી અસ્થિ, માંસ અને લોહી. ગ્રંથાંતરમાં ચર્મ પણ કહેવાય છે. યાદ–''સોશિય માં મું, મટ્ટી વિ ય હોંતિ વરારિ' [નાવશ્ય નિર્વવત ૨૩૬ 7િ] અર્થાત્ શોણિત, માંસ, ચામડું અને હાડકાં આ ચાર અસ્વાધ્યાયિક હોય છે.” ક્ષેત્રથી સાઠ હાથની અંદરમાં, કાલથી સંભવ.કાલથી માંડીને યાવત્ ત્રીજી પોરસી સુધી, બિલાડી વગેરે દ્વારા ઉંદરાદિના નાશમાં અહોરાત્રપર્યત અસ્વાધ્યાય હોય છે. ભાવથી નંદી વગેરે સૂત્રનું અધ્યયન કરવું નહિ. મનુષ્ય સંબંધી અસ્વાધ્યાય પણ એમ જ. છે. વિશેષ એ કે-ક્ષેત્રથી એક સો હાથની અંદરમાં, કાલથી અહોરાત્ર સુધી, આર્તવ (સ્ત્રીના ઋતુ) સંબંધી ત્રણ દિન પર્વત, સ્ત્રી (પુત્રી) ના જન્મમાં આઠ દિન પર્વત, પુરુષ (પુત્ર) ના જન્મમાં સાત દિન પર્વત, હાડકાને વિષે તો જીવના વિનાશના દિવસથી આરંભીને એક સો હાથની અંદર રહેલાની બાર વર્ષ સુધી યાવત્ અસ્વાધ્યાય હોય છે. ચિતા (ચય) ના અગ્નિ વડે બળેલા અથવા ઉદકના પ્રવાહ વડે તણાયેલા હાડકાઓ, અસ્વાધ્યાયિક થતા નથી, પરંતુ ભૂમિમાં દાટેલા હાડકાઓ અસ્વાધ્યાયિક થાય છે. ૧-૨-૩ અશુચિ-વિષ્ટા અને મૂત્ર તેની સામંત-સમીપમાં અશુચિસામંત અસ્વાધ્યાયિક હોય છે ૪, કાલગ્રહણને આશ્રયીને કહ્યું છે કે ''સોનિયમુત્તપુરીસે, પાપIો પરિહરેનના'' [નાવવા નિર્યક્ત ૨૪૨૪ તિ] લોહી, મૂત્ર અને વિષ્ટાને વિષે, સુંઘવું અને જોવું એ બન્નેનો ત્યાગ કરવો. શમશાન સામંત-શબ-મુડદાના સ્થાનની સમીપમાં અસ્વાધ્યાય છે. ૫ ચંદ્ર-ચંદ્રના વિમાનનો ઉપરાગ-રાહુના વિમાનના તેજથી ઉપરજન થવું (ઢંકાઈ જવું) તે ચંદ્રોપરાગ અર્થાત્ ગ્રહણ, એવી રીતે સૂરોપરાગ સૂર્યગ્રહણ પણ જાણવું. અહિં કાલમાન છે-જો ચંદ્ર અથવા સૂર્યગ્રહણ થયે છતે સંગ્રહ (ખગ્રાસ) અથવા અસંપૂર્ણ બૂડે છે ત્યારે ગ્રહણકાલ, તે રાત્રિરોષ તે અહોરાત્રશેષ અને ત્યારપછી અહોરાત્ર પર્યત વર્જે છે. કહ્યું છે કે"વિમસૂવરાજને નિરાધાર નિા મહોરા'' ચંદ્ર સૂર્ય ગ્રહણમાં નિર્ધાત-બંતરકૃત મહાગર્જિત શબ્દમાં અને અકાલે થયેલ ગર્જરવમાં આઠ પ્રહર અસ્વાધ્યાય હોય છે. આચરણ કરેલું તો તે જ રાત્રિમાં અથવા દિવસમાં મૂકેલ હોય તો ચંદ્રગ્રહણમાં તે જ રાત્રિમાં શેષને છોડે છે અને સૂર્ય ગ્રહણમાં તો તે દિવસના શેષ ભાગને છોડીને બીજા દિવસની રાત્રિને પણ છોડે છે. કહ્યું છે કે- 'કાન્ન રિામુ સોન્દ્રિય દિવસો વે રા ય" [વશ્યક નિર્યુક્તિ રૂ૫૭ 7િ] ચંદ્ર જો રાત્રિમાં ગ્રહણ કરાયો હોય અને રાત્રે જ મૂકાયો હોય તો તેજ રાત્રિના શેષને વર્જવું, સૂર્ય પણ જો દિવસે ગ્રહણ કરાયો હોય અને દિવસે જ મૂકાયો હોય તો તે જ દિવસ શેષ અને રાત્રિ શેષ વર્જવું.” ચંદ્ર અને સૂર્યના ગ્રહણનું ઉદારિકપણું તો તેના વિમાનના પૃથ્વીકાયિક જીવોની અપેક્ષાએ જાણવું. જો કે અંતરીક્ષપણું છે, તોપણ વિવઢ્યું નથી કારણ કે અંતરીક્ષપણાએ કહેલ આકસ્મિક ઉલ્કાદિથી ચંદ્રાદિના વિમાનોના શાશ્વતપણાને લઈને ભિન્નપણું છે. ૬-૭ 'પ' ત્તિ પતન એટલે રાજા, પ્રધાન, સેનાપતિ, ગ્રામનો માલિક વગેરેનું મરણ, તેમાં જ્યારે દંડનાયક અથવા રાજા મરણ પામે છે અને બીજો જ્યાંસુધી થતો નથી ત્યારે ભયમાં અથવા નિર્ભયમાં સ્વાધ્યાયને વર્જે છે. નિર્ભયના શ્રવણ પછી પણ અહોરાત્ર સુધી છોડે છે. ગામનો મહત્તર-મુખ્ય પુરુષનું મરણ થયે છત, અધિકારી (અમલદાર) નું મરણ થયે છતે, અથવા ઘણા કુંટુંબવાળાનું, શય્યાતરનું, અથવા ઉપાશ્રયથી સાત ગૃહની અંદર સામાન્ય પુરુષનું મરણ થયે છતે અહોરાત્ર પર્યત સ્વાધ્યાયને વર્જે છે અથવા ધીમે ધીમે ભણે છે કેમ કે આ સાધુઓ દુ:ખ વગરના છે એવી રીતે લોકો ગહ ન કરે આ હેતથી નિષેધ છે. કહ્યું છે કે
1, ત્રણ દિન પર્યત શ્રાવિકાઓને તથા સાધ્વીઓને આર્તવ સંબંધી અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય ત્યાજ્ય છે છતાં પણ કેટલાએક સંપ્રદાયમાં ત્યાગ
કરતા નથી તે શોચનીય છે. 2. જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારથી માંડીને તે રાત્રીનો શેષ ભાગ અને ત્યાર પછી આઠ પ્રહર અસ્વાધ્યાય, સૂર્યગ્રહણ જ્યારે થાય ત્યારથી
માંડીને શેષ અહોરાત્ર અને બીજી અહોરાત્ર અસ્વાધ્યાય છે એમ સમજવું.
314