Book Title: Sthanang Sutra Part 02
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 380
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने मिथ्यात्वं शलाकाः भवनवासिचैत्यवृक्षाः उपघाताद्याः ७३४-७३८ सूत्राणि ચારિત્રનું વિરાધવું ૨, જેમ પાંચમા સ્થાનમાં કહ્યું છે તેમ અર્થાત્ શંકિતાદિ દશ ઉભયથી થતા દોષ વડે એષણા ઉપઘાત ૩, વસ્ત્ર પાત્રાદિની શોભા કરવા વડે પરિકર્મ ઉપઘાત ૪, યાવત્ અકલ્પનીય ઉપકરણની આ સેવા વડે પરિહરણા ઉપઘાત ૫, પ્રમાદથી જ્ઞાનનો ઉપઘાત ૬, શંકાદિ વડે સમકિતનો ઉપઘાત ૭, સમિતિપ્રમુખના ભંગ વડે ચારિત્રનો ઉપઘાત ૮, અપ્રીતિ વડે વિનય વગેરેનો ઉપઘાત ૯, અને શરીરાદિમાં મૂર્છા વડે અપરિગ્રહવ્રતનો ઉપઘાત તે સંરક્ષણોપઘાત ૧૦. દશ પ્રકારની ચારિત્રને નિર્મળ કરવારૂપ વિશોધિ કહેલી છે, તે આ પ્રમાણે—ઉદ્ગમ વિશોધિ ૧, ઉત્પાદન વિશોધિ ૨ યાવત્.સંરક્ષણવિશોધિ ૧૦, ઉદ્ગમાદિદોષો ન લગાડવા તે વિશોધિ. એમ સર્વત્ર ઉપઘાતથી પ્રતિપક્ષીરૂપ વિશોધી જાણવી. ૭૩૮૫ (ટી૦) તંત્ર અધમ્મુ-શ્રુતના લક્ષણ વડે હીન હોવાથી અપૌરુષેય વગેરે અનાગમ (વેદાદિ) માં ધર્મસંજ્ઞા-આગમબુદ્ધિ તે મિથ્યાત્વ; કારણ કે વિપરીતપણું હોય છે ૧, ધર્મો-કષ, છેદ [તાપ, તાડન] વગેરે આમલક્ષણ સમ્યક્ (યથાર્થ) શ્રુત [જિનાગમ] માં અધર્મની બુદ્ધિ. બધાય પુરુષો રાગાદિવાળા છે અને અસર્વજ્ઞ છે, કેમ કે પુરુષપણાથી જેમ હું, ઇત્યાદિ પ્રમાણથી અનામ પુરુષો છે, અને આપ્તના અભાવથી તેણે ઉપદેશેલું શાસ્ત્ર, ધર્મરૂપ નથી, ઇત્યાદિ કુવિકલ્પના વશથી અનાગમબુદ્ધિરૂપ મિથ્યાત્વ ૨, ઉન્માર્ગ–મોક્ષમાર્ગ પ્રત્યે અપંથ વસ્તુતત્વની અપેક્ષાએ વિપરીત શ્રદ્ધાન, જ્ઞાન અને અનુષ્ઠાનરૂપ, તેમાં માર્ગસંજ્ઞાકુવાસનાથી માર્ગની બુદ્ધિ ૩, માર્ગમાં અમાર્ગની સંજ્ઞા તે પ્રતીત છે જ, તથા આકાશ, પરમાણુ વગે૨ે અજીવ (પદાર્થો) ને વિષે જીવસંજ્ઞા 'પુરુષ સ્વેમ્' આ બધુંય જડ, ચૈતન્ય, પુરુષરૂપ છે ઇત્યાદિ મંતવ્યથી— ક્ષિતિ-ના-પવન-હુતાશન-યજ્ઞમાના-ડોશ-પન્દ્ર-સૂર્વાધ્યાઃ। કૃતિ મૂર્રાયો મહેશ્વરસમ્બન્ધિન્યો મવન્યષ્ટો રૂ પૃથ્વી, જલ, પવન, અગ્નિ, યજમાન, આકાશ, ચંદ્ર અને સૂર્ય આ આઠ મૂર્તિઓ મહેશ્વર સંબંધિની હોય છે (૩૦) ઇતિ પ, તથા પૃથ્વી વગેરે જીવોને વિષે અજીવસંજ્ઞા, જેમ પૃથ્વી વગેરે જીવો હોતા નથી કારણ કે ઉચ્છ્વાસાદિ, પ્રાણોના ધર્મોનો સાક્ષાત્કાર થતો નથી, ઘટની જેમ. એવા પ્રકારના મંતવ્યરૂપ મિથ્યાત્વ ૬, છ જીવનિકાયના વધથી નહિ નિવર્તેલા, ઔદેશિકાદિ આહારનું ભોજન કરનારા અને અબ્રહ્મચારી એવા અસાધુઓને વિષે સાધુપણાની બુદ્ધિ, જેમ આ સાધુઓ છે કારણ કે સર્વ પાપમાં પ્રવર્તેલા છે તો પણ બ્રહ્મમુદ્રાને ધારણ કરનારા હોવાથી, ઇત્યાદિ વિકલ્પરૂપ બુદ્ધિ ૭, બ્રહ્મચર્યાદિગુણ સંયુક્ત સાધુઓને વિષે અસાધુસંજ્ઞા-આ સાધુઓએ કુમા૨૫ણે (પરણ્યાવિના) દીક્ષા લીધેલ છે માટે તેઓની ગતિ નથી, કેમ કે પુત્ર રહિત હોવાથી [બપુત્રસ્ય ગતિસ્તિ] અથવા સ્નાનાદિ રહિત હોવાથી, ઇત્યાદિ વિકલ્પાત્મક બુદ્ધિ ૮, અમુક્ત-કર્મ સહિત લોકવ્યાપારમાં પ્રવર્તેલાઓને વિષે મુક્ત સંજ્ઞા. જેમ— अणिमाद्यष्टविधं प्राप्यैश्वर्यं कृतिनः सदा । मोदन्ते निवृतात्मानस्तीर्णाः परमदुस्तरम् ॥३१॥ અણિમાદિ આઠ પ્રકારના ઐશ્વર્ય [સિદ્ધિ] ને પામીને હમેશાં પુણ્યવાન નિવૃત્ત આત્મા થયા થકા ૫૨મ દુસ્તરને તરીને હર્ષ પામે છે (૩૧) ઇત્યાદિ વિકલ્પાત્મક બુદ્ધિ ૯, મુક્ત-સકલ કર્મકૃત વિકારથી રહિત અને અનંત જ્ઞાન, દર્શન, સુખ, તથા વીર્યયુક્ત સિદ્ધ જીવોને વિષે અમુક્તસંજ્ઞા-આવા પ્રકારના મુક્ત જીવો નથી જ, કારણ કે અનાદિ કર્મના સંયોગને નિવારવા માટે અશક્ય છે, અનાદિપણાથી જ આકાશ અને આત્માના સંયોગની જેમ અથવા મુક્તજીવો નથી, કારણ મુક્ત જીવોનું બુઝાયેલ દીવાની જેમ સમાનપણું હોવાથી અથવા આત્માનું જ નાસ્તિપણું વગેરે છે ઇત્યાદિ વિકલ્પરૂપ બુદ્ધિ તે મિથ્યાત્વ છે. 119011 1193811 અનંતર મિથ્યાત્વના વિષયપણાએ મુક્તો કહ્યા, હવે તેના અધિકા૨થી ત્રણ તીર્થંકરોનું દશ સ્થાનકના અનુપાત વડે મુક્તપણું કહેવાય છે—'ચંવવમેન' નૃત્યા॰િ ત્રણે સૂત્ર સુગમ છે. વિશેષ એ કે 'સિદ્ધે ખાવ' ત્તિ॰ યાવત્ શબ્દથી 'સિદ્ધ યુદ્ધે મુત્તે અંત સવ્વવપ્નદ્દીને' આ પ્રમાણે સૂત્રપાઠ સમજવો. ઉક્ત તીર્થંકરો મહાપુરુષો છે માટે મહાપુરુષ સંબંધી 'પુસિસીને' ત્યાવિ॰ સૂત્ર ત્રણ સુગમ છે. II૭૩૫॥ 332 w

Loading...

Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484