Book Title: Sthanang Sutra Part 02
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 412
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने छभस्थेतराज्ञेयज्ञेयाः कर्मविपाकदशाद्याः ७५४-७५६ सूत्राणि ૬, ભિક્ષુની બાર પ્રતિમાનું ૭, પર્યુષણા કલ્પનું ૮, મોહનીયના ત્રીશ સ્થાનોનું ૯ અને આજાતિસ્થાન–સમૂર્ચ્છન, ગર્ભ અને ઉપપાતથી જન્મના સ્થાનોનું ૧૦ દશમું અધ્યયન છે II ૬, પ્રશ્નવ્યાકરણ દશાના દશ અધ્યયનો કહેલા છે, તે આ પ્રમાણે—ઉપમા ૧, સંખ્યા ૨, ૠષિભાષિત ૩, આચાર્યભાષિત ૪, મહાવીરભાષિત ૫, ક્ષોમક પ્રશ્નો-વસ્ત્રમાં દેવતાનો અવતાર કરવાથી પ્રશ્નનો જવાબ વસ્ત્ર આપે ૬, કોમલ પ્રશ્નો ૭, આદર્શ પ્રશ્નો-પ્રશ્નનો જવાબ અરીસો આપે ૮, અંગુષ્ઠ પ્રશ્નો-પ્રશ્નનો જવાબ અંગુઠો આપે ૯, બાહુપ્રશ્ન-પ્રશ્નનો જવાબ બાહુથી મળે ૧૦–વર્તમાનમાં આ અધ્યયનો ઉપલબ્ધ નથી પરંતુ આશ્રવ અને સંવરના દ્વારરૂપ દશ અધ્યયનો છે. II ૭, બંધદશાના દશ અધ્યયનો કહેલા છે, તે આ પ્રમાણે—બંધ ૧, મોક્ષ ૨, દેવદ્ધિ ૩, દશાર મંડલિક ૪, આચાર્યવિપ્રતિપત્તિ ૫, ઉપાધ્યાયવિપ્રતિપત્તિ ૬, ભાવના ૭, વિમુક્તિ ૮, શાશ્વત ૯ અને કર્મ ૧૦ ।। ૮, દ્વિગૃદ્ધિદશાના દશ અધ્યયનો કહેલા છે, તે આ પ્રમાણે–વાત ૧, વિવાત ૨, ઉપપાત ૩, 1સુક્ષેત્રકૃષ્ણ ૪, બેંતાળીશ સ્વપ્ન પ, ત્રીશ મહાસ્વપ્નો ૬, બૌંતેર સર્વ સ્વપ્નો ૭, હાર ૮, રામ ૯ અને ગુપ્ત ૧૦ આ દશ અધ્યયનો કહેલા છે. ।। ૯, દીર્ઘદશાના દશ અધ્યયનો કહેલા છે, તે આ પ્રમાણે—ચંદ્ર ૧, સૂર્ય ૨, શુક્ર ૩, શ્રીદેવી ૪, પ્રભાવતી ૫, દ્વીપસમુદ્રોપપત્તિ ૬, બહુપુત્રિકા ૭, મંદર ૮, સ્થવિર સંભૂતવિજય તે સ્થૂલિભદ્રના દીક્ષાગુરુ ૯ અને સ્થવિરપદ્મ ઉચ્છવાસ નિશ્વાસ ૧૦।। ૧૦, સંક્ષેપિક દશાના દશ ` અધ્યયનો કહેલા છે, તે આ પ્રમાણે—ક્ષુલ્લિકાવિમાનપ્રવિભક્તિ–વિમાનોની હેંચણ કરનારું નાનું શાસ્ત્ર ૧, મહતી વિમાનપ્રવિભક્તિ–વિમાનોની હેંચણ (વિભાગ) કરનારું મોટું શાસ્ત્ર ૨, આચારાંગાદિ અંગસૂત્રની ઉપર જે ચૂડા (શિખર) સમાન શાસ્ત્ર તે અંગચૂલિકા ૩, અધ્યયનના સમૂહરૂપ વર્ગની ઉપર જે ચૂલિકા તે વર્ગચૂલિકા ૪, વિવાહપન્નત્તિ-ભગવતીસૂત્રની ઉપર જે ચૂલિકા તે વિવાહચૂલિકા પ, જે અધ્યયનના ગણવાથી અરુણનામા દેવનો ઉપપાત–ગણનારા મુનિની પાસે આવવું થાય તે અરુણોપપાત ૬, જેના ગણવાથી વરુણદેવનું આવવું થાય તે વરુણોપપાત ૭, જેના ગણવાથી ગરુલ-સુવર્ણકુમાર જાતીય દેવનું આવવું થાય તે ગરુલોપપાત ૮, જેના ગણવાથી વેલાસમુદ્રની શિખાને ધરનાર વેલંધર નાગરાજનું આવવું થાય તે વેલંધ૨ોપપાત ૯ અને જેના ગણવાથી વૈશ્રમણદેવનું આવવું થાય તે વૈશ્રમણોપપાત ૧૦ ।। ૧૧ ।।૭૫૫॥ દશ સાગરોપમ કોડાકોડીપ્રમાણ અવસર્પિણી કાલ છે અને દશ સાગરોપમ કોડાકોડીપ્રમાણ ઉત્સર્પિણી કાલ છે. ||૭૫૬॥ (ટી૦) 'સે' ત્યાવિ॰ ગતાર્થ છે. વિશેષ એ કે–અહિં છદ્મસ્થ, અતિશય (જ્ઞાન) વગરનો જ સમજવો. મહિતર અવધિજ્ઞાની (છદ્મસ્થ) પરમાણુ વગેરેને જાણે છે જ. 'સવ્વમાવેĪ' તિ॰ સર્વ પ્રકાર વડે અર્થાત્ સ્પર્શ, રસ, ગંધ અને રૂપલક્ષણ જ્ઞાન વડે ઘટની જેમ, ધર્માસ્તિકાયને યાવત્ શબ્દથી અધર્માસ્તિકાયને, આકાશાસ્તિકાયને, શરીરમાં નહિ રહેલ જીવને, પરમાણુપુદ્ગલને, શબ્દને અને ગંધને [જાણે નહિ, દેખે નહિ] 'અય' મિત્યાદ્િ॰ અહિં બે અધિક છે તેમાં અત્યં—પ્રત્યક્ષ જ્ઞાન વડે સાક્ષાત્કાર કરેલ જિનઃ-કેવલી થશે કે નહિ આ નવમું તથા 'ગયું સબ્વે' ત્યા॰િ દશમું પ્રગટ છે. આ દશ સ્થાનો જ છદ્મસ્થો જાણી શકતા નથી. સાતિશય જ્ઞાનાદિપણાથી જિન જાણે છે તેથી કહે છે કે—'વા' ફાર્િ॰ યાવત્ શબ્દથી 'નિત્તે અરહા જેવતી સવ્વન્દૂ સમાવેશ ખાળફ પાસફ' તંનહા—'ધમ્મથિાય'મિત્યાદ્િ—જિન, અરહા, કેવલી, સર્વજ્ઞ, સર્વ પ્રકાર વડે જાણે છે, દેખે છે, તે કહેલું જ છે. I૭૫૪ સર્વજ્ઞપણાથી જ જિન, જે અતીંદ્રિય અર્થને બતાવનારા શ્રુતવિશેષોને કહેલ છે તે દશ સ્થાનકમાં અનુસરણ કરવાવાળા અર્થોને બતાવતા થકા સૂત્રકાર કહે છે—'સ સે' ત્યા॰િ અગ્યાર સૂત્રો છે. તેમાં 'સ' ત્તિ દશ સંખ્યા 'સાઽ' ત્તિ॰ દશ 1. ટબામાં સુક્ષેત્ર અને કૃષ્ણ અલગ લખેલ છે અને રામગુપ્ત એક કરેલ છે, પરંતુ અમોએ આગમોદય સમિતિવાળી પ્રતિકમાં મૂકેલ આંકડા પ્રમાણે સુક્ષેત્રકૃષ્ણ એક અને રામ તથા ગુપ્ત અલગ લખેલ છે. મુ.શ્રી જંબુવિજયજી સં. માં પણ ટબા પ્રમાણે છે. 364

Loading...

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484