________________
१० स्थानकाध्ययने अनुत्तराणि कुवार्द्याः दुष्षमादिकल्पवृक्षाः ७६३-७६६ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
૯, અનગ્ન-અનેક પ્રકારના પ્રવર વસ્ત્રોને આપનાર હોય છે. ૧૦ ૭૬૬।।
(ટી૦) 'સે' ત્યાવિ॰ નથી ઉત્તર-પ્રધાનતર જેથી (અન્ય કોઈ પણ) તે અનુત્તર. તેમાં જ્ઞાનાવરણ કર્મના ક્ષયથી અનુત્તરજ્ઞાન. એવી રીતે દર્શનાવરણના ક્ષયથી (કેવલદર્શન) અથવા દર્શનમોહનીયના ક્ષયથી અનુત્તરદર્શન (ક્ષાયિક સમકિત). ચારિત્રમોહનીયના ક્ષયથી ચારિત્ર, ચારિત્રમોહનીયના ક્ષયથી અને અનંત વીર્યપણાથી શુક્લધ્યાનાદિરૂપ તપ અને વીર્યંતરાયના ક્ષયથી અનુત્તર વીર્ય છે. અહિં તપ, ક્ષાંતિ, મુક્તિ, આર્જવ, માર્દવ અને લાઘવ એ છ ચારિત્ર (દશ યતિધર્મ) ના જ ભેદો છે, માટે ચારિત્રમોહનીયના ક્ષયથી જ હોય છે, પરંતુ સામાન્ય અને વિશેષમાં કથંચિત્ ભેદ હોવાથી અહિં ભેદ વડે ગ્રહણ કરેલા છે. I૭૬૩
કેવલી તો મનુષ્ય ક્ષેત્રમાં જ હોય છે તેથી દશ સ્થાનકમાં ઉતરતા પદાર્થને 'સમય' ઇત્યાદિથી લઈને 'પુલાવવીવ પવસ્થિમદ્રેવી' અહિં સુધી સમય ક્ષેત્રના પ્રકરણને કહે છે. આ સુગમ છે. II૭૬૪–૭૬૫॥
વિશેષ એ કે 'મત્તેને' ત્યાદ્રિ-ગાથા॰ મત્તું—મદ, તેનું અંગ-કારણ તે મદિરા. તેને જે વૃક્ષો આપે છે તે મત્તાંગદો. ચકાર સમુચ્ચયમાં છે ૧, 'મિન' ત્તિ॰ ભૃત–ભરવું પૂરવું, તેમાં અંગો-કારણો તે ભૃતાંગોભાજનો, કારણ કે ભરણ ક્રિયાભાજન વિના થતી જ નથી, માટે તેને આપનાર હોવાથી વૃક્ષો પણ ભૃતાંગો છે. પ્રાકૃતપણાથી 'મિ' કહેવાય છે ૨, ત્રુટિતો-વાજિંત્રો તેના કારણભૂત હોવાથી ત્રુટિતાંગો-વાજિંત્રોને દેનારા. કહ્યું છે કે—
मत्तं यमज्जं, १ सुहपेज्जं भायणाणि भिंगेसु २ । तुडियंगेसु य संगत- तुडियाई बहुप्पगाराई ३ ।। ८६ ।।
મત્તાંગદનામા કલ્પવૃક્ષોને વિષે સુખપેય સારી પાકેલ શેલડી, દ્રાક્ષ વગેરેનો રસ સુખે પીવા યોગ્ય અતિશય આહ્લાદજનક
છે ૧, અને ભૃતાંગનામા કલ્પવૃક્ષોને વિષે વિવિધ પ્રકારના મણિ, કનક અને રૌપ્ય (ચાંદી) મય થાલ વગેરે ભાજનો તૈયાર થાય છે ૨, ત્રુટિતાંગનામા કલ્પવૃક્ષોને વિષે તત, વિતત, ઘન અને શુષિર વગેરે ભેદવાળા અનેક પ્રકારના વીણાદિ વાજિંત્રો નીપજે છે ૩. (૮૬)
'વીવનોપિત્ત' કૃતિ અહિં અંગ શબ્દ, પ્રત્યેકમાં જોડાય છે તેથી દીપ-પ્રકાશક વસ્તુ તેના કારણપણાથી દીપાંગો. જ્યોતિ–અગ્નિ. તત્ર સુષમસુષમાનામા આરામાં અગ્નિના અભાવથી જ્યોતિની માફક જે વસ્તુ સૌમ્ય પ્રકાશવાળી. તેના કારણપણાથી જ્યોતિ રંગો છે. ચિત્ર-વિવક્ષા વડે અનેક પ્રકારના પ્રધાનપણાથી અને પુષ્પની માળાના કારણપણાથી ચિત્રાંગો તથા ચિત્ર-વિવિધ પ્રકારના મનોજ્ઞ મધુર વગેરે રસો જેથી મળે છે તે ચિત્રરસો અર્થાત્ ભોજનના અંગો. કહ્યું છે કેदीवसिहा ४ जोइसनामया य ५ एए करेंति उज्जोयं । चित्तंगेसु य मल्लं, चित्तरसा भोयणाए ७ (८७)
દીપશિખા ૪ અને જ્યોતિષ્ક ૫ નામના કલ્પવૃક્ષો ઉદ્યોત કરે છે અર્થાત્ દીપશિખા દીવાની માફક પ્રકાશ કરે છે અને જ્યોતિષ્ક સૂર્યની માફક અત્યંત પ્રકાશ કરે છે.1 ચિત્રાંગને વિષે અનેક પ્રકારના સુગંધી પુષ્પોની માળા નીપજે છે ૬ અને ચિત્રરસો, ભોજનને અર્થે હોય છે અર્થાત્ તેથી અનેક પ્રકારના ખાવાયોગ્ય વિશિષ્ટ ગુણોપેત પદાર્થો ઉત્પન્ન થાય છે. ૭ (૮૭)
'મીનાં'—મણિમય આભરણોના કારણપણાથી મણંગો-આભરણના હેતુઓ. ગેન્દ્—ઘર તેની માફક આકાર છે જે વૃક્ષોનો તે ગેહકારો 'યિય' ત્તિ॰ વસ્ત્ર આપવાવાળા. કહ્યું છે કે—
मणियंगेसु य भूसणवराई ८ भवणाई भवणरुक्खेसु ९ । आइनेसु य धणियं वत्थाई बहुप्पगाराई १० ॥ ८८ ॥
મહ્યંગનામા કલ્પવૃક્ષોને વિષે અનેક પ્રકારના કડા, કુંડલ વગેરે શ્રેષ્ઠ ભૂષણો વિશ્રસા સ્વભાવથી પરિણત હોય છે ૮, ભવનવૃક્ષો ( ગેહાકારોને વિષે સુંદર પ્રાકારવાળા, સુખે ચડી શકાય તેવા પગથીઆવાળા અનેક ચિત્રામણાદિ શોભાવાળા મનોહ૨ ભવનો હોય છે ૯, આકીર્ણ (અનગ્ન) નામા કલ્પવૃક્ષોને વિષે અત્યંત બહુ પ્રકારના સુકોમલ દેવદૃષ્ય (વસ્ત્ર) તૈયાર હોય છે ૧૦. આ સર્વે વિસ્રસા સ્વભાવે ક્ષેત્રના અનુભાવથી નીપજે છે પરંતુ દેવકૃત નથી. Il૭૪॥ I૭૬૬॥
કાલના અધિકારથી જ કાલવિશેષમાં થનારા કુલકરોની વક્તવ્યતાને કહે છે—
1. મલેશિયામાં આગ વરસાવનારા વૃક્ષ છે.
379