Book Title: Sthanang Sutra Part 02
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 422
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने आगमिष्यद्भद्रताहेतवः ७५८ सूत्रम् दसहिं ठाणेहिं जीवा आगमेसि भद्दत्ताए कम्मं पकरेंति, तंजहा - अणिदाणताते १, दिट्ठिसंपन्नयाए २, जोगवाहियत्तांते રૂ, વંતિભ્રમાતાતે ૪, નિતિયિતાતે, ગમાત્ત્તતાતે ૬, અપાતત્યતા, સુત્તામાતાતે ૮, પવયાવ (વાતે ૬, પવયાસગ્માવતાર્ ૧૦ || R॰ ૭૮|| (મૂ) દશ સ્થાન–પ્રકાર વડે જીવો, આગામી ભવમાં જેથી ભદ્ર-કલ્યાણ થાય એવા શુભ પ્રકૃતિરૂપ કર્મને કરે છે—બાંધે છે, તે આ પ્રમાણે—નિયાણું ન કરવાથી ૧, સમ્યગ્દષ્ટિપણાથી ૨, સિદ્ધાંતોના યોગને વહન કરવાથી અથવા સમાધિ વડે યોગને વહન કરે છે તેથી ૩, ક્ષમા વડે સહન કરવાથી પણ અસમર્થતાએ નહિ ૪, ઇંદ્રિયોનું દમન કરવાથી પ, કપટ રહિતપણાથી ૬, પાસાપણું નહિ કરવાથી ૭, સુસાધુપણાથી ૮, પ્રવચન-દ્વાદશાંગી અથવા સંઘ તેના પ્રત્યનીકને દૂર કરવું ઇત્યાદિ વાત્સલ્ય-હિત કરવાથી ૯, પ્રવચનની પ્રભાવના કરવાથી. ૧૦ I૭૫૮ (ટી૦) ‘સહી’ ત્યા॰િ આગામી ભવાંતરમાં થનારું ભદ્ર–કલ્યાણ અનંતર સુદેવત્વ લક્ષણ અને સમનુષ્યપણાની પ્રાપ્તિ વડે મોક્ષપ્રાપ્તિલક્ષણ છે જેઓને તે આગમિષ્યદ્ ભદ્રો. તેઓનો ભાવ તે આગમિષ્યભદ્રતા. તેને માટે અર્થાત્ ભવિષ્યમાં કલ્યાણને અર્થે અથવા ભવિષ્યમાં કલ્યાણપણાએ શુભ પ્રકૃતિરૂપ કર્મને ક૨ે છે–બાંધે છે, તે આ પ્રમાણે—'નિવાયતે'—આનંદ રસયુક્ત મોક્ષલવાળી જ્ઞાન વગેરેની આરાધનારૂપ લતા–વેલડી જે દેવેંદ્ર વગેરેના ગુણ અને ઋદ્ધિની પ્રાર્થનાલક્ષણ અધ્યવસાયરૂપ પશુ-કુહાડા વડે છેદાય છે તે નિદાન. તે નથી વિદ્યમાન જેને તે અનિદાન, તેનો ભાવ તે અનિદાનતા, તેના વડે અર્થાત્ હેતુભૂત ઉત્સુકતા । ન કરવા વડે ૧, દૃષ્ટિસંપન્નતાએ–સમ્યગ્દષ્ટિપણાએ ૨, યોગવાહિતાએ-શ્રુતના ઉપધાન કરવાપણાએ અથવા યોગ વડે–સર્વત્ર ઉત્સુકતા ન ક૨વારૂપી લક્ષણ દ્વારા સમાધિ વડે વહે છે, એવા પ્રકારના સ્વભાવવાળો તે યોગવાહી. તેના ભાવરૂપ યોગવાહિતા વડે ૩, ક્ષાંતિ વડે ખમે છે તે ક્ષાંતિક્ષમણ. ક્ષાંતિ શબ્દનું ગ્રહણ અસમર્થતાનો વ્યવચ્છેદ કરવા માટે છે, તેથી ક્ષાંતિક્ષમણના ભાવરૂપ ક્ષાંતિક્ષમણતા વડે ૪, જિતેંદ્રિયપણા વડે–ઇંદ્રિયોનો નિગ્રહ કરવા વડે ૫, 'અમાÄયા' ત્તિ માઇલ્લ–માયાવી તેનો નિષેધ કરવાથી માયા રહિત. તેના ભાવરૂપ નિષ્કપટતા વડે ૬, પાર્શ્વ-જ્ઞાનાદિની બહાર દેશથી અથવા સર્વથી રહે છે તે પાર્શ્વસ્થ. કહ્યું છે કે— सो पासत्थो दुविहो, देसे सव्वे य होइ नायव्वो । सव्वंमि नाण-दंसण-चरणाणं जो उपासत्थो ||८४ ॥ જ્ઞાનાદિના પડખામાં-અલગ રહે અથવા મિથ્યાત્વાદિના પાશમાં જે રહે છે તે પાસસ્થો. તેના બે ભેદ-એક દેશથી પાસત્યો અને બીજો સર્વથી પાસસ્થો. તેમાં માત્ર વેખધારી જ્ઞાન, દર્શન અને ચારિત્રથી રહિત હોય તે સર્વથી પાસથો (પાર્શ્વસ્થ) જાણવો. (૮૪) देसंमि उ पासत्थो, सेज्जायरभिहडनीयपिडं च । नीयं च अग्गपिंडं, भुंजइ निक्कारणे चेव ॥८५॥ શય્યાતરપિંડ, સામો લાવેલ પિંડ, નિયત પિંડ, નિત્યપિંડ અને અગ્રપિંડને કારણ સિવાય જ ભોગવે છે તે દેશથી પાસત્થો જાણવો. (૮૫) મારા વડે આટલું દેવાયોગ્ય છે, તમારે દ૨૨ોજ લેવું એમ ગૃહસ્થના કહેવાથી નિયતપણાએ જે લેવાય તે નિયતપિંડ અને નિત્યસદા લેવાય અર્થાત્ દ૨૨ોજ એક જ ઘ૨થી લે તે નિત્યપિંડ અને અગ્રપિંડ એટલે તાજા રંધાયેલ ભોજનમાંથી પ્રથમથી ઉપરનો ભાગ લેવો અર્થાત્ પીરસવું નહિ થયે છતે પ્રથમથી જ જે લેવાય તે અગ્રપિંડ સમજવો. પાર્શ્વસ્થ–પાસસ્થાનો ભાવ તે પાર્શ્વસ્થતા—તે પાર્શ્વસ્થતા (પાસસ્થાપણા) ના અભાવ વડે તે અપાર્શ્વસ્થતા ૭, પાસસ્થાદિ દોષ રહિતપણાને લઈને મૂલ ઉત્તરગુણ વડે સંપન્નતાપણાએ કરીને જે શોભન (ભલો) એવો સાધુ તે સુશ્રમણ. તેના ભાવરૂપ સુશ્રમણતાપણા વડે ૮, પ્રકૃષ્ટ, પ્રશસ્ત અથવા પ્રગત વચન-આગમ તે પ્રવચન–અર્થાત્ દ્વાદશાંગ અથવા તેના આધારભૂત સંઘ. તેની વત્સલતાપ્રત્યનીકત્વ-દ્વેષી વગેરેને નિરાસ ક૨વા વડે હિત કરવાપણું તે પ્રવચનવત્સલતા ૯, પ્રવચન-દ્વાદશાંગનું 374

Loading...

Page Navigation
1 ... 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484