Book Title: Sthanang Sutra Part 02
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 414
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने छभस्थेतराज्ञेयज्ञेयाः कर्मविपाकदशाद्याः ७५४-७५६ सूत्राणि રાજાએ વિશ્વાસ પમાડવાપૂર્વક તેને બોલાવીને નગરના પ્રત્યેક ચૌટામાં તેની આગળ તેના કાકા, કાકી વગેરે સ્વજનવર્ગને મારી તિલતિલ જેવડા માંસનું છેદન અને રુધિર માંસનું ભોજન કરવા વડે કદર્થના કરાવીને મરાવ્યો. વિપાકસૂત્રમાં તો આ અધ્યયન, અભગ્નસેન નામે કહેવાય છે ૩, 'સાત્તિ યાવર’ શકટ નામે અપર અધ્યયન-તેમાં શાખાંજનીનામા નગરીમાં સુભદ્રનામા સાર્થવાહ અને તેની ભદ્રાનામાં ભાર્યાનો શકટનામાં પુત્ર હતો. તેને સુસેનનામા પ્રધાને સુદર્શનનામા ગણિકાના વ્યતિકર (પ્રસંગમાં) માં ગણિકા સહિત માંસછેદનાદિ અત્યંત કદર્થના કરાવીને મરાવ્યો. તે પૂર્વજન્મમાં છગલપુર નગરમાં છત્રિકનામા છાગલિક માંસપ્રિય હતો. આ અર્થથી ગુંથાયેલું ચોથું અધ્યયન છે જ, 'મદિન' ત્તિ કોસાંબી નગરીમાં બૃહસ્પતિદત્ત નામાં બ્રાહ્મણ હતો, તેને અંતઃપુરના પ્રસંગમાં ઉદયન રાજાએ પૂર્વોક્તરીતે કદર્થના કરાવીને મરાવ્યો. પૂર્વભવમાં તે મહેશ્વરદત્તનામાં પુરોહિત હતો. તે જિતશત્રુ રાજાના શત્રુઓના જયને અર્થે બ્રાહ્મણાદિ વડે હોમ કરતો હતો ત્યાં પ્રતિદિન ચાર વર્ણનું એક એક બાળક, આઠમ વગેરે પર્વમાં બે બે, ચતુર્માસીમાં ચાર ચાર મહિને ચાર ચાર, છમાસીમાં આઠ આઠ અને વર્ષમાં સોળ સોળ, પરચક્ર-શત્રુના સૈન્યના આગમનમાં એક સો આઠ એક સો આઠ બાળકોનો હોમ કરવા વડે પરચક્રને જીતે છે. આ પ્રમાણે તે પાપ કરવાપૂર્વક મરીને નરકમાં ગયો. એવી રીતે બ્રાહ્મણ સંબંધી વક્તવ્યતા વડે ગુંથાયેલું પાંચમું અધ્યયન છે ૫, 'નંતિને ’ ત્તિ મથુરા નગરીમાં શ્રીદામ રાજાનો પુત્ર નંદિષેણનામા યુવરાજ હતો. વિપાકસૂત્રમાં તો નંદિવર્ધ્વન સંભળાય છે. તેને રાજાનો દ્રોહ કરવાના વ્યતિકરમાં રાજાએ નગરના ચૌટામાં તપાવેલ લોઢાના પાણી વડે સ્નાન કરાવીને અને તેવા પ્રકારના-તપાવેલ લોઢાના સિંહાસન ઉપર બેસાડીને ક્ષાર નાખેલ તેલથી ભરેલ કલશો વડે રાજ્યાભિષેક કરાવીને કષ્ટપૂર્વક મારવા વડે પ્રાણનો નાશ કરાવ્યો. મરીને તે નરકમાં ગયો. તે પૂર્વભવમાં સિંહપુર નગરના સિંહરથનામાં રાજાનો દુર્યોધનનામા ગુણિપાલ (જેલર) હતો. તે અનેક પ્રકારની યાતના વડે લોકોને કદર્થના કરતો હતો ત્યાંથી મરણ પામીને નરકમાં ગયો. આવા પ્રકારના અર્થવાળું છ અધ્યયન છે. ૬, 'સોરિય’ ત્તિ શૌરિક નગરમાં શૌરિકદત્ત નામા મત્સ્યબંધ-મચ્છીમારનો પુત્ર હતો, માછલાનું માંસ તેને પ્રિય હતું. ગળામાં વળગેલ મત્સ્યના કંટક વડે મહાકષ્ટને અનુભવીને મરણ પામીને તે નરકમાં ગયો. પૂર્વજન્મમાં તે નંદિપુર નગરના મિત્રનામા રાજાનો શ્રીક મહાનસિક (રસોઇઓ) હતો, તે જીવઘાતમાં રતિવાળો અને માંસપ્રિય હતો. મરણ પામીને તે નરકમાં ગયો. આ અર્થવાળું સાતમું અધ્યયન છે ૭, ૩૬વરે’ ઉત્તડ પાડલીખંડ નગરમાં સાગરદત્ત નામા સાર્થવાહનો ઉદ્દેબરદત્ત નામે પત્ર હતો. તે એકદા સોળ રોગ વડે પરાભવ પામી, મહાકષ્ટને અનુભવીને મરણ પામ્યો. તે પૂર્વજન્મમાં વિજયપરના કનકરથ નામા રાજાનો ધનવંતરીનામા વૈદ્ય હતો. તે માંસપ્રિય અને લોકોને માંસનો ઉપદેશ કરવાવાળો હતો. એવી રીતે પાપ કરીને તે નરકમાં ગયો. આ અર્થવાળું આઠમું અધ્યયન છે. ૮ સદસુદ્દા ત્તિ સહસી-અકસ્માતુ, ઉદાહઉત્કૃષ્ટદાહ તે સહસોદાહ અથવા સહસ્ત્ર હજારો લોકોનો દાહ તે સહસ્ત્રોદાહ 'સામના' ઉત્ત. ૧૨’ શબ્દના શ્રવણમાં ‘લ’ શબ્દની શ્રુતિ છે તેથી આમરક-સામત્સ્ય વડે મારિ આ અર્થ વડે ગુંથાયેલું નવમું અધ્યયન છે. તેમાં સુપ્રતિષ્ઠિનગરને વિષે સિંહસેન નામા રાજા, શ્યામા નામની રાણીમાં અનુરક્ત (પ્રેમી) હતો. રાણીના વચનથી જ એક ન્યૂન પાંચસો રાણીઓને મારવાની ઇચ્છાવાળી જાણીને (તેના પ્રેમથી) કોપ પામ્યો થકો રાજા, એક ન્યૂન પાંચસો રાણીઓની માતાને નિમંત્રીને, મોટા ઘરમાં આવાસ આપીને, ભોજનાદિ વડે સત્કારીને જે વિશ્વાસ પામેલ તેને [દગાથી] રાણીઓ સહિત, પરિવાર સહિત સર્વતઃચોતરફથી દરવાજાઓને બંધ કરવાપૂર્વક અગ્નિ સળગાવવા વડે દગ્ધ કરાવી–બાળી નખાવી. ત્યાર પછી આ રાજા, મરીને છઠ્ઠી નરકમાં જઈને ત્યાંથી રોહીતક નગરમાં દત્ત સાર્થવાહની દેવદત્તાનામાં પુત્રીરૂપે થયો. તેને પુષ્પગંદી રાજા પરણ્યો. તે રાજા પોતાની (શ્રીદેવી નામા) માતાની ભક્તિમાં તત્પર હોઈને તેના કૃત્યો (સેવા) ને કરતો થકો રહેવા લાગ્યો. ‘ભોગમાં વિઘ્ન કરનારી આ રાજાની માતા છે એમ માનીને દેવદત્તાએ તપાવેલ લોઢાના દંડને રાજાની માતાના અપાન-ગુહ્યદ્વારમાં પ્રક્ષેપવાથી અકસ્માતુ દાહ વડે મારી નાખી. રાજાએ તે હકીકત જાણીને તેને વિવિધ વિડંબનાપૂર્વક વિડંબીને મરાવી. વિપાકસૂત્રમાં આ દેવદત્તા નામે નવમું અધ્યયન છે ૯, કુમારે ને થ’ રિ૦ કુમારો એટલે રાજ્યને યોગ્ય અથવા પ્રથમ વયમાં રહેલા 366

Loading...

Page Navigation
1 ... 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484