Book Title: Sthanang Sutra Part 02
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 417
________________ १० स्थानकाध्ययने छभस्थेतराज्ञेयज्ञेयाः कर्मविपाकदशाद्याः ७५४-७५६ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ સમીપે દીક્ષા ગ્રહણ કરી. ઉત્કૃષ્ટ તપ વડે ક્ષીણ દેહવાળો થયો થકો શિલાતલ પર પાદપોગમન (અનશન) વિધિ પૂર્વક કરીને અનુત્તરસુરને વિષે ઉત્પન્ન થયો. તે આ અહિં સંભાવના કરાય છે. માત્ર અનુત્તરોપપાતિકાંગસૂત્રમાં (હાલ) કહેલ નથી. 'તેતÎીતિય' ત્તિ॰ તેતલિપુત્ર નામે જે જ્ઞાતા અધ્યયનમાં સંભળાય છે, તે આ નહિં, કારણ કે તેનું તો મોક્ષગમન સંભળાય છે. દશાર્ણભદ્ર–દશાર્ણપુર નગરનો વાસી પૃથ્વીપતિ (રાજા) હતો. જે ભગવાન મહાવીરને દશાર્ણકૂટ નગરની નિકટમાં સમવસરેલ છે એમ ઉદ્યાનપાલકના વચનથી જાણીને એમ ચિંતવ્યું કે–જેમ કોઈએ પણ ભગવાનને વાંધા ન હોય તેવી રીતે વાંદવા. એવી રીતે રાજ્યની સંપત્તિના ગર્વથી અને ભક્તિથી વિચાર્યું. ત્યારપછી પ્રાતઃકાલમાં સવિશેષ કરેલ સ્નાન, વિલેપન અને આભરણની શોભાવાળો; ઉત્કૃષ્ટથી રચના કરેલ શ્રેષ્ઠપટ્ટહસ્તીની પીઠ ઉપર આરૂઢ થયેલો. વલ્ગન-કૂદવું વગેરે વિવિધ ક્રિયાને કરવાવાળા– દર્પ સહિત ચાલતા ચતુરંગ સૈન્ય વડે સંયુક્ત, પુષ્પમાણવકખીલતા બાળકો વડે સારી રીતે વર્ણન કરાતા અગણિત ગુણોના સમૂહવાળો. સામંત, અમાત્ય, મંત્રી, રાજદૌવારિક-રાજદ્વા૨ ૫૨ રહેવાવાળા અને દ્યૂતાદિ વડે પરિવરેલ. અંતઃપુર સહિત નગરલોક વડે રિવરેલ. આનંદમયની જેમ મહિમંડલને સંપાદન કરતો થકો સ્વર્ગપુરીથી જેમ ઇંદ્ર નીકળે તેમ નગરથી રાજા નીકળ્યો. નીકળીને સમવસરણની સન્મુખ જઈને યથાવિધિએ ભવ્યજનરૂપ કમલના વનને વિકસ્વર કરવામાં અભિનવ સૂર્યસમાન ભગવાન્ મહાવીરને વાંદીને બેઠો. દશાર્ણભદ્ર રાજાના અભિપ્રાયને જાણીને તેના માનને દૂર કરવા સારુ તત્પર થયેલ શક્રેન્દ્ર, આઠ મુખવાળો હાથી બનાવ્યો. તેના પ્રત્યેક મુખમાં આઠ દાંતો કર્યા. દરેક દાંતમાં આઠ પુષ્કરણીઓ બનાવી અને દરેક પુષ્કરિણીની અંદર આઠ કમલ સ્થાપ્યા. દરેક કમલમાં આઠ દલ (પાંખડી) બનાવી અને દરેક પાંખડી ઉપર બત્રીશ બદ્ધ નાટકની રચના કરી. એવા ગજેંદ્ર–શ્રેષ્ઠ હાથી ઉપર સમારૂઢ થઈને પોતાની લક્ષ્મિ વડે સમસ્ત ગગનમંડલને પૂર્યો. એવા સ્વરૂપવાળા અમરપતિ (ઈંદ્ર)ને જોઈને રાજાએ ચિંતવ્યું કે–અમારા જેવાને ક્યાંથી એવી વિભૂતિ (ઐશ્વર્ય) હોય? એણે નિરવદ્યધર્મ કરેલ છે માટે હું પણ એવા ધર્મને કરું એમ ચિંતવીને દીક્ષા લીધી ત્યારે ઇદ્રે કહ્યું કે—હમણાં તે મને જીતી લીધો. એમ કહીને તેને નમસ્કાર કર્યો. તે આ દશાર્ણભદ્ર સંભવે છે, પરંતુ અનુત્તરોપપાતિકાંગમાં કહેલ નથી. ક્યાંક સિદ્ધ થયેલ છે એમ સંભળાય છે તથા અતિમુક્ત-અંતકૃદશાંગમાં આ પ્રમાણે સંભળાય છે–પોલાસપુર નગરમાં વિજયરાજાની શ્રીદેવીનામા રાણીનો અતિમુક્તકનામા પુત્ર, છ વર્ષનો હતો. તે ગૌચરીને માટે આવેલ ગૌતમસ્વામીને જોઈને એમ બોલ્યો કેતમે કોણ છો અને શામાટે ફરો છો? ત્યારે ગૌતમસ્વામી બોલ્યા–અમે સાધુઓ છીએ અને ભિક્ષાર્થે ફરીએ છીએ. ત્યારે ભદન્ત! તમે આવો, તમોને હું ભિક્ષા અપાવું. એમ બોલીને અંગુલી વડે ભગવાન્ ગૌતમને ગ્રહણ કરીને પોતાને ઘેર તેડી લાવ્યો, ત્યારે શ્રીદેવી ખુશી થઈને ભગવાન્ ગૌતમને પ્રતિલાભતી હવી. અતિમુક્તક ફરીથી બોલ્યો-તમે ક્યાં વસો છો? ભગવાન બોલ્યા-ભદ્ર! મારા ધર્માચાર્ય શ્રીવર્ધમાનસ્વામી ઉદ્યાનમાં વસે છે. ત્યાં હું વસું છું. કુમાર બોલ્યો–ભદન્ત! ભગવાન્ મહાવીરના ચરણયુગને વાંદવા માટે હું તમારી સાથે આવું? ગૌતમ બોલ્યા-હે દેવતાને વલ્લભ! જેમ સુખ ઉપજે તેમ કર. ત્યારે ગૌતમપ્રભુની સાથે આવીને અતિમુક્તક કુમારે ભગવાનને વંદન કર્યું. ધર્મને સાંભળીને તે પ્રતિબોધ પામ્યો. ઘેર આવીને માબાપ પ્રત્યે બોલ્યો કે– સંસારથી હું ઉદાસીન થયો છું માટે દીક્ષા ગ્રહણ કરું છું તેથી તમે મને બન્ને જણા રજા આપો. ત્યારે તેના માબાપ બોલ્યા કે– હે બાલ! તું શું જાણે? ત્યારે અતિમુક્તક બોલ્યો–હે માતપિતા! જે હું જાણું છું તે જ નથી જાણતો અને જે નથી જાણતો તે જ જાણું છું. ત્યારે તેના પ્રત્યે માબાપ બોલ્યા કે–આ કેવી રીતે? તે બોલ્યો-અંબતાત! હું જાણું છું કે જન્મેલાએ અવશ્ય મરવાનું છે, પરંતુ નથી જાણતો કે કયા સમયે વા કયા સ્થાનમાં અથવા કેવી રીતે કે કેટલી વખત? તથા નથી જાણતો કે કયા કર્મો વડે નરકાદિ ગતિમાં જીવો ઉપજે છે. વળી આ હું જાણું છું કે-પોતાના કરેલા કર્મો વડે જીવો, નરકાદિમાં ઉપજે છે. આવી રીતે તેણે માબાપને સમજાવીને દીક્ષા ગ્રહણ કરી, તપ કરીને મોક્ષે ગયો. આ સૂત્રમાં તો અનુત્તરોપપાતિક દેવોને વિષે દશમા અધ્યયનપણાએ કહ્યો, તેથી આ બીજો જ હશે. 'સ આહિય' ત્તિ દશ અધ્યયનો કહ્યા. આ અર્થ છે. આચાર દશાના અધ્યયનોના વિભાગને કહે છે—'આયારે' ત્યાદ્રિ અસમાધિ-જ્ઞાનાદિ ભાવના નિષેધરૂપ અપ્રશસ્તભાવ આ અર્થ છે. તેના સ્થાનો પદો તે અસમાધિસ્થાનો 369

Loading...

Page Navigation
1 ... 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484