________________
१० स्थानकाध्ययने सामाचार्य वीरस्वप्नाः ७४९-४५० सूत्रे
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ શ્રમણ ભગવાન મહાવીર, સ્વસમય અને પરસમય લક્ષણ ચિત્રવિચિત્ર-વિવિધ પ્રકારના ભાવવાળા દ્વાદશાંગરૂપ ગણિપિટકને સામાન્યથી કહે છે, વિશેષથી જણાવે છે, પ્રતિસૂત્રના અર્થને કહેવા વડે પ્રરૂપે છે, પ્રતિલેખનાદિ ક્રિયાના સ્વરૂપને બતાવવા વડે દર્શાવે છે, અબુઝ જીવો પર કૃપા કરીને નિશ્ચયથી ફરીને બતાવે છે. સમસ્ત નયની યુક્તિઓ વડે ઉપદર્શન કરે છે, તે આ પ્રમાણે–આચારાંગ, યાવત્ દષ્ટિવાદ ૩, શ્રમણ ભગવાન મહાવીર, જે એક મોટો સર્વ રત્નમય દામયુગલ (ફૂલની બે માળા) સ્વપ્નમાં જોઈને જાગ્યા, તેથી શ્રમણ ભગવાન મહાવીર, બે પ્રકારનો ધર્મ પ્રરૂપે છે, તે આ પ્રમાણે–અગાર (ગૃહસ્થ) ધર્મ અને અનગાર ધર્મ ૪, શ્રમણભગવાન મહાવીર, જે એક મોટો ગાયનો વર્ગ સ્વપ્નમાં જોઈને જાગ્યા તેથી શ્રમણભગવાન મહાવીરનો, જ્ઞાનાદિ ગુણ વડે યુક્ત ચાર પ્રકારનો સંઘ છે, તે આ પ્રમાણે—ધુઓ, સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓ ૫, શ્રમણભગવાન્ મહાવીરસ્વામી, જે એક મોટા પઘસરોવરને જોઈને જાગ્રત થયા તેથી શ્રમણ ભગવાન મહાવીર, વંદનાદિ નિમિત્તે આવેલા ચાર પ્રકારના દેવો પ્રત્યે જીવાજીવાદિ પદાર્થો પ્રરૂપે છે અને સમ્યક્ત ગ્રહણ કરાવે છે, તે દેવો આ પ્રમાણે—ભવનપતિ, વાનર્થાતર, જ્યોતિષ્ક અને વૈમાનિક ૬, શ્રમણભગવાન મહાવીર, જે એક મોટા હજારો ગમે કલ્લોલોની લહેરવાળા સમુદ્રને ભુજાઓથી તરેલ જોઈને જાગ્યા તેથી શ્રમણભગવાન મહાવીર, અનાદિ અનંત દીર્ઘ માર્ગવાળા, નરકાદિ ચતુર્ગતિલક્ષણ સંસારરૂપ કાંતારને પાર પામેલા છે ૭, શ્રમણભગવાન મહાવીર, જે એક મોટા તેજસ્વી સૂર્યને જોઈને જાગ્યા તેથી શ્રમણભગવાનું મહાવીરને અનંત, અનુત્તર, યાવત્ કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થયેલ છે ૮, શ્રમણભગવાન મહાવીર, જે એક મોટા પિંગલ નીલ વૈડૂર્યમણિ જેવા વર્ગવાળા માનુષોત્તર પર્વતને પોતાના આંતરડા વડે વીંટાયેલ જોઈને જાગ્યા, તેથી શ્રમણભગવાન્ દેવસહિત મનુષ્ય અને અસુરલોક અર્થાત્ ત્રૈલોક્યને વિષે પ્રધાન કીર્તિ, વર્ણ(પ્રશંસા), શબ્દ અને શ્લાઘા વિસ્તરી રહી છે. એવી રીતે નિશ્ચયે શ્રમણભગવાન મહાવીરસ્વામી, સર્વજ્ઞ, સર્વદર્શી, સર્વ સંશયોચ્છેદક જગવત્સલ વર્તે છે ૯, શ્રમણભગવાનું મહાવીર, જે મેરુપર્વતને વિષે મેરુની ચૂલિકા ઉપર સિંહાસન પર બેઠેલ પોતાના આત્માને જોઈને જાગ્યા, તેથી શ્રમણભગવાન મહાવીર, દેવ સહિત મનુષ્ય અસુરની (બાર) પર્ષદા મળે રહ્યા છતાં કેવલીપ્રજ્ઞત ધર્મને સામાન્યથી કહે છે. વિશેષથી જણાવે છે યાવતું સમસ્ત નયોને યુક્તિપૂર્વક સમજાવે છે.
૧૦ /૭૫૭ll (ટી.) '' ત્યાદ્રિ સમાચરવું તે સમાચાર, તેનો ભાવ તે સામાચાર્ય, તે જ સામાચારી અર્થાત્ સંવ્યવહાર, 'રૂછી' ઇત્યાદિ દોઢ શ્લોક છે. 'છા' રૂતિ ઇચ્છવું તે ઇચ્છા અને કરવું તે કાર, “કાર” શબ્દ દરેકમાં જોડવો ‘ઇચ્છયા ઇચ્છાપૂર્વક બલાત્કાર સિવાય કરવું તે ઇચ્છાકાર અર્થાત્ ઇચ્છાપૂર્વક ક્રિયા. ઇચ્છા તો ઇચ્છાકારેણ-આપની ઇચ્છાએ મારું આ કાર્ય કરો. એમ ઇચ્છાપ્રધાન ક્રિયા વડે, પરંતુ બલાત્કારપૂર્વક ક્રિયા વડે નહિ. આનો પ્રયોગ પોતાને અર્થે કે પરને અર્થે ઇચ્છતો થકો જ્યારે બીજા પ્રત્યે યાચે છે ત્યારે હોય છે. કહ્યું છે કેजइ अब्मत्थेज्ज परं, कारणजाए करेज्ज से कोई । तत्थ उ इच्छाकारो, न कप्पइ बलाभिओगो उ ।।५९।।
[आवश्यक नियुक्ति ६६८ त्ति] સાધુઓને કારણ વિના યાચવું જ કહ્યું નહિ, તેથી જો કોઈપણ કારણ ઉત્પન્ન થયે છતે અન્ય સાધુપ્રત્યે યાચે તો તે પ્રાર્થનામાં ઇચ્છાકારનો પ્રયોગ કરવો, પરંતુ બલાત્કાર (ફોર્મ) કરવા કહ્યું નહિ. કવચિત્ ખાસ કારણે એવો જ કોઈ શિષ્ય હોય તો બેલાભિર્યોગ પણ કહ્યું. (૫૯)
૧, તથા મિથ્યા-વિતથ-અસત્ય આ પર્યાય શબ્દો છે. મિથ્યા કરવું તે મિથ્યાકાર અર્થાત્ મિથ્યા ક્રિયા. તેવા પ્રકારના સંયમયોગમાં વિપરીત આચરણ કીધે છતે જાણેલ છે જિનવચનનો સાર જેણે એવા સાધુઓ, તે વિપરીત ક્રિયાના નિલપણાને 1. તલના : અમૂલ્ય રૂ ને, વ ા૨vi તુ રાષ્ટ્ર વિ છે, ચ્છરો ત્ય, હાઈ વેવ ચ રિતિત્તિ પિવી૨૨/૪].
-
353