________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
१० स्थानकाध्ययने सामाचार्य वीरस्वप्नाः ७४९ ४५० सूत्रे
આ સામાચા૨ી મહાવીરસ્વામીએ અહિં પ્રરૂપેલી છે. આ હેતુથી ભગવાનનો જ આશ્રય કરીને દશ સ્થાનકને કહે છે'સમળે' ત્યા॰િ સુગમ છે. વિશેષ એ કે—'છમત્થાતિયા' ત્તિ પ્રાકૃતપણાથી છે. છદ્મસ્થ કાલમાં જ્યારે ભગવાન્ ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ અને મહાપથાદિને વિષે નિપુણ પટહ (ઢોલ) ના શબ્દની ઉદ્ઘોષણાપૂર્વક યથેચ્છ નિરંતર એક વર્ષ પર્યંત મહાદાનને આપીને બધાય લોકોનું દારિદ્ર નાશ કર્યું હતું, ત્યારપછી દેવ સહિત, મનુજ અને અસુરની પર્ષદા વડે પિરવરેલા છતાં કુંડપુર નગરથી નીકળીને જ્ઞાતવન ખંડમાં માગશર કૃષ્ણ દશમીને વિષે એકલા દીક્ષિત થઈને, મનઃપવ જ્ઞાનને ઉત્પન્ન કરીને આઠ માસ (ભૂમંડલમાં) વિચરીને મયૂરકનામા સન્નિવેશની બહાર રહેલા દૂધમાનનામા પાખંડિકો (તાપસો) સંબંધિની એક ઉટજ (તૃણની ઝુંપડીમાં) તેની અનુજ્ઞાએ વર્ષાવાસ આરંભીને–ચોમાસું રહીને પશુઓ વડે ઝુંપડીને . ઉપદ્રવ કરાયે છતે તેની રક્ષાને નહિ કરવાથી (ઘાસ ખવાયે છતે) ઝુંપડીના નાયક મુનિકુમાર (તાપસ) ને અપ્રીતિ કરતો થકો સમજીને વર્ષાકાલનો અર્દ્ર માસ (પક્ષ) ગયે છતે ત્યાંથી અકાલમાં (ચોમાસામાં) જ નીકળીને અસ્થિકગ્રામ નામા સન્નિવેશથી બહાર શૂલપાણી નામા યક્ષના આયતનમાં શેષ વર્ષાવાસને આરંભ્યો. ત્યાં જ્યારે રાત્રિમાં શૂલપાણિ યક્ષ, ભગવાનને ક્ષોભ પમાડવા માટે શીઘ્ર ટાલિતાટ્ટાલક–અત્યંત મોટા અટ્ઠટ્ટહાસ્યને મૂકતો થકો લોકોને ત્રાસ પમાડતો હતો ત્યારે આ ભગવાન્ દેવદ્વારા વિનાશ પામશે એવી રીતે ભગવાનના આલંબનથી (નિમિત્તથી) લોકોને અધૈર્ય ઉત્પન્ન થયું. ફરીને હસ્તિ ૧, પિશાચ ' ૨ અને નાગ ૩ (સર્પ) ના રૂપ વડે ભગવાનને ક્ષોભ ક૨વા મટે શક્તિમાન ન થયો. પછી શિર ૪, કાન ૫, નાસા ૬, દાંત ૭, નખ ૮, આંખ ૯ અને પીઠમાં વેદના કરવા લાગ્યો ૧૦ તે પ્રત્યેક વેદના', સામાન્ય પુરુષને એક વા૨ ક૨વાથી પ્રાણનો નાશ કરવામાં સમર્થ થાય એવી કરી તોપણ પ્રચંડ પવન વડે હણાયેલ મેરુના શિખરની જેમ નહિ કંપાયમાન ભાવવાળા (અકંપ) વર્ધમાનસ્વામીને જોઈને થાક્યો છતો તે યક્ષ, જિનપતિના પાદપદ્મમા વંદનપૂર્વક કહેવા લાગ્યો કે હે ક્ષમાક્ષમણ! મારો અપરાધ આપ ક્ષમા કરો તથા સિદ્ધાર્થ? નામા વ્યંતરદેવ, તેના નિગ્રહ માટે પ્રબલતાથી દોડ્યો અને બોલ્યો કે–અરેરે શૂલપાણે! અપ્રાર્થિતની પ્રાર્થના કરનાર અર્થાત્ મૃત્યુને ઇચ્છનાર, હીનપુણ્ય ચતુર્દશીના જન્મેલ, શ્રી, હ્રીં, ધૃતિ, કીર્ત્તિથી રહિત, દુરંત પ્રાંત લક્ષણ (અધમ), તું નથી જાણતો કે આ સિદ્ધાર્થ રાજાનો પુત્ર, પુત્રની માફક સમસ્ત જગજ્જીવને માનનાર અને સમસ્ત સુર, અસુર તથા મનુષ્ય નિકાયના નાયકોને જીવિત સમાન એવા પ્રભુનો તેં અપરાધ કર્યો છે, એમ ત્રિદશપતિ (ઇંદ્ર) જાણશે તો તને દેશનિકાલ ક૨શે, એમ સાંભળીને તે યક્ષ બીનો અને દ્વિગુણતર-અધિક ખમાવવા લાગ્યો. સિદ્ધાર્થે તેને ધર્મ કહ્યો, તે યક્ષ ઉપશાંત થયો. પછી ભક્તિના સમૂહમાં અતિશય માનસવાળો તે દેવ, ભગવાન પ્રત્યે ગીતનૃત્યના ઉપદર્શનપૂર્વક પૂજતો હવો અને લોકો તો વિચારવા લાગ્યા કે–દેવાર્યક (પ્રભુ) ને મારીને હમણાં દેવ ક્રીડા કરે છે. સ્વામિને દેશે ઊણા ચાર પ્રહર સુધી તે દેવે અતિશય સંતાપ ઉપજાવ્યો. પ્રભાત સમયમાં મુહૂર્તમાત્ર નિદ્રા, પ્રમાદને પ્રાપ્ત થયા. તે અવસરમાં આ અર્થ છે અર્થાત્ સ્વપ્ના જોયા. અથવા છદ્મસ્થ કાલમાં જે થયેલી તે છદ્મસ્થકાલિકી, તેણીની 'અંતિમ સિ' ત્તિ॰ અંતિમ ભાગરૂપ, અવયવમાં સમુદાયના ઉપચારથી જે આ રાત્રિ તે અંતિમરાત્રિકા. તે રાત્રિના અવસાનમાં મહાંત-પ્રશસ્ત એવા સ્વપ્નો-નિદ્રાના વિકારથી થયેલ વિજ્ઞાન વડે જણાયેલ અર્થવિશેષો તે મહાસ્વપ્નો. તેને સ્વપ્નમાં–સ્વાપ ક્રિયામાં અર્થાત્ સૂતેલ અવસ્થામાં (દીઠા) (ભગવાનને ઉભા ઉભા નિદ્રા આવી છે. નિદ્રા માટે સ્વાપ શબ્દનો પ્રયોગ છે.) '' 7'તિ॰—ચકાર ઉત્તરસ્વપ્નોની અપેક્ષાએ સમુચ્ચય અર્થવાળો છે. 'મહાોર્'—અતિરૌદ્ર રૂપ-આકાર. 'વીä'—જાજ્વલ્યમાન અથવા દેષ્ઠ-ગર્વવાળું ધારણ
1. એક રાત્રિમાં દશ ઉપસર્ગો કર્યાં, 2. સિદ્ધાર્થ અંતર ઇંદ્રની આજ્ઞાથી ભગવાનની સેવામાં રહેલ હતો તે ભગવાનની માસીનો દીકરો હતો. ભગવાનના કાકા સુપાર્શ્વનો જીવ હતો એમ પણ ગ્રંથાંતરમાં કહેલ છે.
3. હીનપુણ્યચતુર્દશી એટલે ઓછી ઘડીવાળી ચૌદશ, જો પૂર્ણ ઘડીવાળી ચૌદશનો જન્મેલ હોય તો મહાભાગ્યશાળી થાય.
4. છદ્મસ્થકાલનો પ્રથમ ચોમાસો સમસ્ત છાસ્થકાલના અવયવરૂપ છે તેથી છદ્મસ્થકાલની અંતિમ રાત્રિ કહી, પરંતુ સમસ્ત છદ્મસ્થકાલના પ્રાંતભાગરૂપ અંતિમ રાત્રિ સમજવી નહિ.
356