________________
१० स्थानकाध्ययने दशधा सम्यग्दर्शनम् ७५१ सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ एए चेव उ-भावे, उवइढे जो परेण सद्दहइ । छउमत्थेण जिणेण व, उवएसरुई मुणेयव्वो ॥७२।।[उत्तरा० २८।१९ त्ति]
જે પ્રાણી બીજાએ-છદ્મસ્થ ગુરુએ અથવા કેવલજ્ઞાનીએ આપેલા ઉપદેશથી એજ ભાવે જીવાદિ પદાર્થોને સદહે-શ્રદ્ધા કરે તે પ્રાણી ઉપદેશ રુચિ છે એમ જાણવું. (૭૨)
૨, તથા સર્વજ્ઞના વચનાત્મક આજ્ઞા વડે રુચિ છે જેને તે આજ્ઞારુચિ. જે પ્રતનુ-પાતળા રાગદ્વેષ અને મિથ્યા જ્ઞાન વડે આચાર્યાદિની આશા એ જ, કુગ્રહ-ખોટા આગ્રહના અભાવથી જીવાદિ પદાર્થો, તેમજ છે અર્થાત્ જિનેશ્વરોએ કહેલા સત્ય છે એવી રુચિ કરે છે. માષતુષાદિની જેમ તે આજ્ઞારુચિ સમજવો. કહ્યું છે કે– रागो दोसो मोहो, अन्नाणं जस्स अवगर्य' होइ । आणाए रोयंतो, सो खलु आणारुई होइ ।।७३।। .
[૩ત્તર૦ ૨૮૨૦ ]િ સમ્યક્તને અટકાવનાર રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાન જેના નાશ પામ્યા છે તે નિશ્ચયે આજ્ઞા વડે જિનવચનની રુચિ કરતો થકી આજ્ઞારુચિ હોય છે. (૭૩)
૩, 'સૂરવીવમેવ' ત્તિ અહિં પણ રુચિ શબ્દનો પ્રત્યેકમાં સંબંધ હોવાથી સુત્ર-આગમ વડે રુચિ છે જેને તે સૂત્રરુચિ, જે સૂત્રાગમને ભણતો થકો તે જે અંગપ્રવિષ્ટાદિ વડે સમ્યક્તને પામે છે. ગોવિંદ વાચકની જેમ તે સૂત્રરુચિ જાણવો. अभिहितं चजो सुत्तमहिज्जतो, सुएण ओगाहई उ सम्मत्तं । अंगेण बाहिरेण व, सो सुत्तरुइ त्ति नायव्वो ॥७४।।
[૩રર૦ ૨૮ાર ]િ. જે પુરુષ સૂત્રને ભણતો અંગપ્રવિષ્ટ આચારાંગાદિ અથવા બાહ્ય એટલે અનંગપ્રવિષ્ટ ઉત્તરાધ્યયનાદિ સૂત્ર વડે સમકિતને અવગાહન કરે છે એટલે પામે છે તે પુરુષ સૂત્રરુચિ છે એમ જાણવું. (૭૪)
૪, તથા બીજની જેમ બીજ - જે એક પણ અનેકાર્થ પ્રતિબોધકવચન, તેના વડે રુચિ છે જેને તે બીજરુચિ અર્થાત્ જેને એક પણ વાદિપદને જાણવા વડે અનેક પદાર્થને વિષે રુચિ ઉત્પન્ન થાય છે તે બીજરૂચિ. વિતે – एगपएऽणेगाई पयाई, जो पसरई उ सम्मत्ते । उदए व्व तिल्लबिंदू, सो बीयरुइ त्ति नायव्वो ॥५॥
[૩ત્તર ૨૮૨૨ 7િ] - જેમ ઉદકના એક દેશમાં નાખેલ તેલનું બિંદુ સમસ્ત ઉદકમાં ફેલાય છે તેમ એક જીવાદિ પદની રુચિ વડે અનેક પદોની રુચિ થાય છે અને તેવા પ્રકારના ક્ષયોપશમથી સમ્યક્તને પામે છે તે બીજરૂચિ જાણવો. (૭૫)
'વે’ ત્તિ સમુચ્ચયમાં છે ૫, તથા 'મામવિOારરૂ’ ત્તિ અહિં પણ પ્રત્યેકમાં રુચિ શબ્દ જોડવો તેમાં અભિગમજ્ઞાન, તેથી રુચિ છે જેને તે અભિગમરુચિ. જેના વડે આચારાંગાદિ શ્રુત, અર્થથી અધિગત-શીખેલ હોય છે તે અભિગમરુચિ અર્થાત્ અભિગમપૂર્વક તેની રુચિ હોવાથી. માત્ર ગાથા. सो होइ अभिगमरुई, सुअनाणं जस्स अत्थओ दिलै । एक्कारस अंगाई, पइन्नयं दिद्विवाओ य ।।६।।
[૩૦ ૨૮૨૨ 7િ] આચારાંગાદિ અગ્યાર અંગો, પ્રકીર્ણક-ઉત્તરાધ્યયન, નંદી, ચતુદશરણ વગેરે, દષ્ટિવાદ-પરિકર્મ, સૂત્ર, અનુયોગ, પૂર્વગત અને ચૂલિકારૂપ તથા ચ શબ્દથી ઉવવાઈ વગેરે ઉપાંગરૂપ શ્રુતજ્ઞાનને અર્થથી જેણે જાણ્યું હોય તે અભિગમરુચિ હોય છે. (૭૬)
1. અહિં અપગત શબ્દનો સર્વથા નાશ અર્થ કરવાથી અસંગત અર્થ થાય માટે દેશથી અપગત અર્થ કરવો યુક્ત છે તેથી સમ્યક્તને બાધક
રાગાદિ-અનંતાનુબંધિની ચોકડી વગેરે નષ્ટ થયેલા સમજવા લાયક, ઉપશમ કે ક્ષયોપશમ ભાવથી.
359