Book Title: Sthanang Sutra Part 02
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 409
________________ १० स्थानकाध्ययने संज्ञाः वेदनाः ७५२-७५३ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ (મુ0) દશ સંજ્ઞાઓ-કર્મના ઉદયજન્ય આહારાદિના ઉપયોગલક્ષણ કહેલી છે, તે આ પ્રમાણે–આહારાદિ મેળવવા માટે જે ક્રિયા તે આહારસંજ્ઞા ૧ દૃષ્ટિ, વદન વગેરેના વિકારરૂપ ભય પામેલ પુરુષની જે ક્રિયા તે ભયસંજ્ઞા ર, વેદના ઉદયથી 'મંથનને અર્થે કરાતી જે ક્રિયા તે મૈથનસંજ્ઞા ૩, લોભથી ધનધાન્યાદિ સંગ્રહ કરવાની જે ક્રિયા તે પરિગ્રહસંજ્ઞા ૪, ક્રોધના આવેશથી મુખ વગેરેની ચેષ્ટારૂપ ક્રોધસંજ્ઞા ૫, ગર્વથી પોતાનો ઉત્કર્ષ કરવારૂપ માનસંજ્ઞા ૬, કપટથી બીજાને અસત્ય ભાષણ કરવાદિક ક્રિયા તે માયાસંજ્ઞા ૭, લોભના ઉદયથી તષ્ણાને લઈને દ્રવ્યની પ્રાર્થના કરવારૂપ લોભસંજ્ઞા ૮, સામાન્ય પ્રવૃત્તિ તે ઘસંજ્ઞા ૯ અને લોકદષ્ટિ તે લોકસંજ્ઞા અર્થાત્ લોકોએ નાના પ્રકારે પોતાની મતિથી ઉપજાવી કાઢેલી કલ્પનાઓ જેમ કૂતરાઓ એ યક્ષો છે, વિપ્રો એ દેવો છે, કાગડાઓ પિતામહો છે ઇત્યાદિ ૧૦. નરયિકોને દશ સંજ્ઞાઓ છે એ પ્રમાણે જ છે. એમ નિરંતર ચોવીશ દંડકમાં યાવતુ વૈમાનિકોને દશ સંજ્ઞાઓ છે. //૭૫૨ //. નિરયિકો, દશ પ્રકારની વેદનાને ભોગવતા થકા વિચરે છે, તે આ પ્રમાણે–શીત (ટાઢ) ૧, ઉષ્ણ (ગરમી) ૨, ભૂખ ૩, પિપાસા-તરસ ૪, કંડુ-ખરજ ૫, પરવશતા ૬, ભય ૭, શોક ૮, જરા (વૃદ્ધપણું) ૯ અને વ્યાધિ-રોગ ૧૦. //૭૫૭/ ૯ (ટી0) 'સે' ત્યાદિ સંજ્ઞાન સંજ્ઞા અર્થાત્ આભોગ-સંકલ્પ અન્ય આચાર્યો મનના વિજ્ઞાનરૂપ કહે છે અથવા આહારાદિનો અભિલાષી જીવ જેના વડે સારી રીતે જણાય છે તે સંજ્ઞા-વેદનીય અને મોહનીય કર્મના આશ્રયવાળી અને જ્ઞાનાવરણ, દર્શનાવરણ કર્મના ક્ષયોપશમ લક્ષણ વિચિત્ર પ્રકારની આહારાદિની પ્રાપ્તિ માટે જે ક્રિયા તે સંજ્ઞા. તે ઉપાધિના ભેદ વડે અલગ કરાતી છતી દશ પ્રકારે થાય છે, તેમાં સુધા વેદનીયના ઉદયથી કવલ વગેરે આહારને અર્થે પુદ્ગલને ગ્રહણ કરવારૂપ ક્રિયા જ જેના વડે જણાય છે તે આહાર સંજ્ઞા ૧ તથા ભય વેદનીય (મોહનીય) ના ઉદયથી ભય વડે અત્યંત ભ્રમિત થયેલની દષ્ટિ, વદનનો વિકાર તથા રોમરાજીનું ઊભા થઈ જવું વગેરે ક્રિયા જેના વડે જણાય છે તે ભયસંજ્ઞા ૨, પુરુષવેદના ઉદયથી મૈથુનને અર્થે સ્ત્રીના અંગને જોવા વડે પ્રસન્ન વદન થવાથી ખંભિત થયેલ બન્ને સાથલનું કંપાયમાન થવું વગેરે લક્ષણવાળી ક્રિયા જેના વડે જણાય છે તે મૈથુનસંજ્ઞા ૩, લોભના ઉદયથી મુખ્ય ભવના કારણભૂત આસક્તિપૂર્વક, સચિત્ત, અચિત્ત દ્રવ્યના ગ્રહણરૂપ ક્રિયા જેના વડે જણાય છે તે પરિગ્રહસંજ્ઞા ૪, ક્રોધના ઉદયથી તેના આવેશગર્ભિત મુખ, નયન અને દતચ્છદ-હોઠની કઠોર ચેષ્ટા જ જેના વડે જણાય છે તે ક્રોધસંજ્ઞા ૫, માનના ઉદયથી અહંકારાત્મક ઉત્કર્ષ વગેરે પરિણતિ જ જેના વડે જણાય છે તે માનસંજ્ઞા ૬, માયાના ઉદય વડે અશુભ સંક્લેશથી અસત્ય ભાષણાદિ ક્રિયા જ જેના વડે જણાય છે તે માયાસંજ્ઞા ૭, તથા લોભના ઉદયથી લાલસાના સંયુક્તપણાથી સચિત્ત અચિત્ત દ્રવ્યની પ્રાર્થના જ જેના વડે જણાય છે તે લોભસંજ્ઞા ૮, તથા મતિજ્ઞાનાદિ આવરણના ક્ષયથી શબ્દાદિ અર્થ ગોચર સામાન્ય અવબોધરૂપ ક્રિયા જ જેના વડે જણાય છે તે ઓઘસંજ્ઞા ૯, તથા તવિશેષબોધ ક્રિયા જ જણાય છે જેના વડે તે લોકસંજ્ઞા ૧૦, તેથી ઓઘસંજ્ઞા દર્શનના ઉપયોગરૂપ અને લોકસંજ્ઞા જ્ઞાનના ઉપયોગરૂપ છે. અન્ય આચાર્યો વ્યત્યપણાએ કહે છે એટલે ઓઘસંજ્ઞા જ્ઞાનોપયોગરૂપ અને લોકસંજ્ઞા દર્શનોપયોગરૂપ કહે છે. અન્ય આચાર્યો વળી આ પ્રમાણે જણાવે છે–સામાન્યતઃ પ્રવૃત્તિ તે ઓઘસંજ્ઞા અને લોકષ્ટિ-લોકપ્રવાહે પ્રવૃત્તિ તે લોકસંજ્ઞા. આ દશ સંજ્ઞાઓ સુખે સમજી શકાય તેટલા સારુ સ્પષ્ટ રૂપવાળી પંચેદ્રિયોને આશ્રયીને કહી. એકેંદ્રિયાદિને તો પ્રાયઃ યથોક્ત ક્રિયાના કારણભૂત કર્મોદયાદિ પરિણામરૂપ જ સમજવી. યાવત્ શબ્દ વ્યાખ્યાન અર્થવાળો છે. આ દશ સંજ્ઞાઓ બધાય જીવોને વિષે ચોવીશ દંડકદ્વારા નિરૂપણ કરે છે–'ને'ત્યાદ્રિ પર્વ વેવ' ત્તિ જેમ સામાન્ય સૂત્રમાં કહ્યું તેમ નારકસૂત્રમાં પણ કહેવું. પર્વ નિરંતર’ એટલે જેમ નારકસૂત્રમાં દશ સંજ્ઞાઓ છે તેમ બીજા પણ વૈમાનિક પર્યત ચોવીશ દંડકોને વિષે સંજ્ઞાઓ છે. ઉપરા 1. પાંચ ક્રોડ અડસઠ લાખ નવાણું હજાર પાંચસેને ચોરાશી રોગો છઠ્ઠી તથા સાતમી નરકમાં નૈરયિકોને ઉદયભાવે હોય છે. 361

Loading...

Page Navigation
1 ... 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484