________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
१० स्थानकाध्ययने सत्याद्या भाषाः ७४१ सूत्रम्
છે ૭, અધિક શક્તવર્ણના પર્યાયને આશ્રયીને બગલો ધોળો કહેવાય છે તે ભાવસત્ય, અન્યથા ગૌણતાએ પાંચ વર્ણો છે ૮, સંબંધથી સત્ય તે યોગસત્ય-જેમ દંડના યોગથી દંડ કહેવાય છે–સોનાથી મઢેલ લાકડાનો દંડ હોય તે સંબંધથી સોનાનો દંડ કહેવાય છે ૯, ઔપમ્પ સત્ય-આ તળાવ સમુદ્ર સંદેશ છે, આ કન્યા ચંદ્રમુખી છે ઈત્યાદિ ૧૦. /૧// દશ પ્રકારે અસત્ય કહેલ છે, તે આ પ્રમાણે—ક્રોધથી નીસરેલું વાક્ય ૧, માનથી નીસરેલું ૨, માયાથી નીસરેલું ૩, લોભથી નીસરેલું ૪, પ્રેમથી નીસરેલું પ, દ્વેષ-ઈર્ષાથી નીસરેલું ૬, હાસ્ય-મશ્કરીથી નીસરેલું ૭, ભયથી નીસરેલું ૮, આખ્યાયિકા-અસત્યકથાના નિરૂપણથી નીસરેલું ૯ અને પ્રાણીના વધરૂપ-ઉપઘાતમાં નીસરેલું વચન તે દસમું અસત્ય છે. ર/ દશ પ્રકારે સત્યમૃષા-મિશ્ર વચન કહેલું છે, તે આ પ્રમાણે—ઉત્પન્ન મિશ્ર-જેમ આજે આ નગરમાં દશ બાળકો જન્મ્યા. એમ કહેવાથી જૂનાધિક બાળક હોવામાં મિશ્ર વચન છે ૧, વિગત મિશ્ર–આજે આ નગરમાં દશ વૃદ્ધો મરણ પામ્યા એમ કહેવાથી જૂનાધિક જન્મ મરણમાં મિશ્ર વચન છે ૨, આજે આ ગામમાં દશ બાળકો જનમ્યા અને દશ વૃદ્ધો મરણ પામ્યા, એમ કહેવાથી જૂનાધિક જન્મ મરણમાં મિશ્ર વચન છે, ૩, જીવમિશ્ન-જીવતા અને મરેલા કૃમિના સમૂહોને જોઈને તેને જીવરાશિ કહે છે તે મિશ્ર વચન છે ૪, થોડા જીવતા અને ઘણા મરેલા કૃમિઓની રાશિને જોઈને તેને અજીવરાશી કહે તે અજીવ મિશ્ર ૫, મરેલા તથા કૃમિઓની રાશિને જઈને કહે કે આટલા મરેલા છે અને આટલા જીવતા છે એમ ચોક્કસ કહે તે જીવાજીવમિશ્ર ૬, પ્રત્યેક પત્રાદિવાળા કંદમૂલાદિમાં બધાને અનંતકાય કહે તે અનંતમિશ્ર ૭, અનંતકાયના સંબંધવાળી પ્રત્યેક વનસ્પતિમાં આ પ્રત્યેક વનસ્પતિ છે એમ કહે તે પ્રત્યેક મિશ્ર ૮, કોઈક પુરુષ, કોઈ પ્રયોજનમાં સહાયક પુરુષને એમ કહે છે-જલદી ઉઠ, રાત્રિ પડી. એમ દિવસ છતાં પણ રાત્રિ કહે તે અદ્ધામિશ્ર ૯, કોઈ પુરુષ, કોઈ પ્રયોજનમાં સહાયક પુરુષને કહે કે જલદી ઉઠ, બપોર થયા એમ એક પ્રહર
દિવસ ચડ્યો હોય છતાં બપોર કહે તે અદ્ધદ્વામિશ્ર-કાલના એક દેશનો મિશ્ર ૧૦. I૭૪૧// થી) 'વિરે ચારિક સત્તા પ્રાણીઓ. પદાર્થો અથવા મનિઓ. તેના માટે જે હિત તે સત્ય. તે દશ પ્રકારે કહેલું છે. તે આ પ્રમાણે–“નવય' બનાવય' ઉત્ત. સત્ય શબ્દ પ્રત્યેકમાં સંબંધ કરવા યોગ્ય છે તેથી જનપ્રદદેશોને વિષે જે જે અર્થ વાચકપણાએ (શબ્દ) રૂઢ છે, તે તે અર્થ વાચકપણાએ દેશાંતરમાં પણ પ્રયોગ કરાતું સત્ય અવિતથ તે જનપદ સત્ય. જેમ કોંકણાદિ દેશોમાં પયઃ પિચ, નીર, ઉદકાદિ. સત્યપણું તો એનું અદૃષ્ટ વિવક્ષાના હેતપણાથી નાના પ્રકારના દેશોને વિષે ઇચ્છિત અર્થની પ્રાપ્તિને ઉત્પન્ન કરનારું હોવાથી અને વ્યવહારની પ્રવૃત્તિ થવાથી છે ૧, એવી રીતે બીજા સત્યોને વિષે પણ ભાવના કરવી. સંમય’ ત્તિ સંમત એવું સત્ય તે સમ્મત સત્ય, તે આ પ્રમાણે-કુમુદ, કુવલય, ઉત્પલ અને તામરસોની સમાન પંક (કાદવ) માં ઉત્પત્તિ હોતે છતે પણ ગોપાલાદિને સમ્મત અરવિંદ જ પંકજ કહેવાય છે આ હેતુથી તેમાં સમ્મતપણાએ પંકજ શબ્દ સત્ય છે અને કવલયાદિમાં પંકજ શબ્દ અસત્ય છે. કેમ કે તેમાં સમ્મતપણું નહિ હોવાથી ર. 'વા' ત્તિ સ્થપાય છે તે સ્થાપના. જે લેપ્યાદિ કર્મ, અરિહંતાદિના વિકલ્પ (અભિપ્રાય) વડે સ્થપાય છે. (જેમ કે આ પ્રતિમા અરિહંતની છે તે સ્થાપના સત્ય. જેમ જિન ન છતાં પણ આ જિન છે, આચાર્ય ન છતાં પણ આ આચાર્ય છે એમ કહેવાય છે ૩. 'ના' ત્તિ નામ એટલે અભિધાન તરૂપ સત્ય તે નામ સત્ય. જેમ કુલની વૃદ્ધિ ન કરતો હોય તો પણ કુલવર્ઝન કહેવાય છે. એમ ધનવર્ણન પણ કહેવાય છે ૪ '' ૦િ રૂપની અપેક્ષાએ સત્ય તે રૂપ સત્ય. જેમ કપટી યતિ દીક્ષિતના રૂપ (વેષ) ને ધારણ કરતો થકો દીક્ષિત કહેવાય છે. કારણ? આના વેષની અસત્યતા નથી પ. 'પહુન્નસંન્ને વ’ ત્તિ પ્રતીય-અન્ય વસ્તુને આશ્રયીને જે સત્ય તે પ્રતીત્યસત્ય. જેમ અનામિકા (અંગુલિ) નું દીર્ઘપણું અને હૃસ્વપણું છે, તે આ પ્રમાણે—અનંત પરિણામવાળા દ્રવ્યના 1. આ મિશ્ર વચન વ્યવહાર નયથી છે. નિશ્ચયથી તો અસત્ય વચન છે. 2. જેમ સિક્ષમાં રાજાની છાપ હોવાથી સિક્કો ચાલે છે. વળી રજિસ્ટર વગેરેમાં મહોર માર્ક) વડે વ્યવહાર ચાલે છે. હુંડી, નોટ, દેવપ્રતિમા, વગેરે દરેક વસ્તુઓનો વ્યવહાર સ્થાપના સત્ય વડે પ્રવર્તે છે એમ સમજવું. 336