________________
१० स्थानकाध्ययने अस्वाध्यायिकं ७१४-७१५ सूत्रे
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ મનુષ્ય અને તિર્યંચના શરીર સંબંધી અસ્વાધ્યાય કહેલ છે, તે આ પ્રમાણે—અસ્થિ-હાડકાં ૧, માંસ ૨ અને લોહી ૩ ઉપલક્ષણથી ચામડું પણ લેવું. આ ક્ષેત્રથી સાઠ હાથની અંદર અને કાલથી સંભવ યાવત્ ત્રીજી પોરસી સુધી અને બિલાડી વગેરે એ ઉંદરાદિને મારેલ હોય તો અહોરાત્ર પયંત અસ્વાધ્યાય છે. આ તિયચને આશ્રયીને અને મનુષ્યને આશ્રયીને ક્ષેત્રથી એક સો હાથની અંદર અને કાલથી અહોરાત્રપયત અસ્વાધ્યાય છે. અશુચિસામંત-મૂત્ર અને વિષ્ટા સમીપમાં હોય તો અસ્વાધ્યાય ૪, શ્મશાન સામંત-શબના સ્થાનના સમીપમાં અસ્વાધ્યાય ૫, ચંદ્રગ્રહણ હોય તો ઉત્કૃષ્ટથી બાર પ્રહર અને જઘન્યથી આઠ પ્રહર સુધી અસ્વાધ્યાય, સૂર્યગ્રહણ હોય તો ઉત્કૃષ્ટથી સોલ પ્રહર અને જધન્યથી બાર પ્રહર સુધી અસ્વાધ્યાય ૭, પતન-રાજા, મંત્રી, સેનાપતિ, ગ્રામાધિપતિ પ્રમુખનું મરણ થાય તો અહોરાત્ર અસ્વાધ્યાય ૮, રાજવિગ્રહ-રાજા વગેરેનો સમીપમાં સંગ્રામ થતો હોય તો તે જ્યાં સુધી હોય ત્યાં સુધી અસ્વાધ્યાય કેમ કે અહિં પણ સુદ્રદેવકૃત ઉપદ્રવનો સંભવ છે ૯, ઉપાશ્રયની અંદર મનુષ્યાદિનું શરીર (મડદું) પડેલું હોય ત્યારે એકસો હાથની અંદર ' અસ્વાધ્યાય છે, એમાં નંદી વગેરે સૂત્રનું અધ્યયન કરવું નહિ. ૧૦ ll૭૧૪ll પંચેદ્રિય જીવોનો આરંભ નહિ કરનારને દશ પ્રકારનો સંયમ થાય છે, તે આ પ્રમાણેશ્રોત્ર-કાનના સુખથી નાશ કરનાર થતો નથી, શ્રોત્ર-કાનના દુઃખથી સંયોગ કરનાર થતો નથી. એ પ્રમાણે યાવત્ સ્પર્શના દુઃખથી સંયોગ કરનાર થતો નથી. એવી રીતે અસંયમ પણ કહેવો અર્થાત્ પંચેદ્રિયજીવોના આરંભ કરનારને દશ પ્રકારનો અસંયમ થાય છે, તે આ પ્રમાણે—કાનના સુખનો નાશ કરનાર થાય છે, કાનના દુ:ખનો સંયોગ કરનાર થાય છે, યાવત્
સ્પર્શના દુઃખનો સંયોગ કરનાર થાય છે. /૭૧૫// (ટી) તત્ર 'સંતતિવિરઘ' ત્તિ અંતરિક્ષ-આકાશમાં થયેલું તે આંતરીક્ષક, સ્વાધ્યાય-વાચનાદિ પાંચ પ્રકારનો યથાસંભવ જેમાં છે તે સ્વાધ્યાયિક. તેનો અભાવ તે અસ્વાધ્યાયિક. તેમાં ઉલ્કા-આકાશમાં ઉત્પન્ન થયેલી તેણીનો પાત (પડવું) તે ઉલ્કાપાત ૧, તથા દિશાનો અથવા દિશામાં દાહ તે દિગ્દાહ. આ તાત્પર્ય છે કે-કોઈ એક દિશાના વિભાગમાં મહાનગરના પ્રદીપનક (દાહ)ની જેમ જે ઉદ્યોતભૂમિ પર નહિ રહેલ અને આકાશતલમાં વર્તતો (રહ્યો) હોય તે દિગ્દાહ ૨, ગર્જિત–મેઘનો ધ્વનિ ૩, વિદ્યુતુ-વીજળી ૪, નિર્વાત-વાદળા સહિત અથવા વાદળા રહિત આકાશમાં વ્યંતર વડે કરાયેલ મહાધ્વનિ ૫, 'નયણ' ત્તિ સંધ્યાની પ્રભા અને ચંદ્રની પ્રભા એકી સાથે થાય તે જ્યગ એમ કહ્યું અર્થાત્ સંધ્યાની પ્રભા અને ચંદ્રની પ્રભાનું મિશ્રણ થવું તેમાં ચંદ્રની પ્રભા વડે આચ્છાદિત થયેલ નાશ પામતી સંધ્યા, શુક્લપક્ષની પ્રતિપદાદિ દિવસોમાં જણાય નહિ અથવા સંધ્યાનો વિભાગ નહિ જણાતે છતે કાલાવેલા જણાય નહિ, આ હેતુથી ત્રણ દિન સુધી પ્રાદોષિક કાલને ગ્રહણ ન કરે તેથી કાલિક સૂત્રનો અસ્વાધ્યાય થાય. ઉલ્કાદિનું તો આ સ્વરૂપ છે– दिसिदाहो छिन्नमूलो, उक्क सरेहा पयासजुत्ता वा । संज्झाछेयावरणो, जुयओ सुक्के दिणे तिन्नि ॥८॥
[ગાવવા નિર્વત્તિ શરૂ૪૧ ]િ. અર્થ-છિન્નમૂલ એટલે એક દિશામાં મહાનગરના દાહની જેમ ઉપરના ભાગમાં પ્રકાશ અને નીચે અંધારું તે દિગ્દાહ અને રેખા સહિત પ્રકાશયુક્ત અથવા તારાની જેમ પડનારી તે ઉલ્કા, તથા યૂપક તો સંધ્યાના વિભાગનો આવરણ જેનાથી થાય ' છે તે સંધ્યાછેદ આવરણ, ચંદ્ર શુક્લપક્ષના પ્રથમ ત્રણ દિવસ સુધી હોય છે. (૮)
‘નવજ્ઞનિત્ત' તિ, યક્ષાદીત, આકાશમાં થાય છે. આ બધાયને વિષે સ્વાધ્યાય કરનારાઓને ક્ષુદ્રદેવતા છલના કરે છે ૭, ધૂમવા–મહિકાનો ભેદ વર્ણથી ધૂમિકા-ધૂમાડાના જેવા આકારવાળા ધૂમા હોય છે ૮, મહિકા-ઝાકળ પ્રતીત છે. એ બન્ને પણ કાર્નિકાદિ (વૃષ્ટિનો) ગર્ભમાસોને વિષે હોય છે, તે પડ્યા પછી તરત જ સૂક્ષ્મપણાથી બધુંય અપૂકાય વડે ભાવિત 1, અસ્વાધ્યાયનો અર્થ દીપિકાને અનુસારે લખેલ છે. 2. કાર્નિકાદિ માસમાં ભૂમિકાદિ પડે તો વરસાદનો ગર્ભ બંધાય છે.
313