________________
१० स्या- सूक्ष्माणि नद्यः राजधायः मेरुः रुचकादिः पातकोमेरुः वृतवैतादक क्षेत्राणि मानुषोत्तरः अननदधिमुखरतिकरा रुचककुण्डली १६.७२५ सूत्राणि
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
તો દશ સ્થાનકના અનુસારે કહેલી છે, પરંતુ આ દશ જ રાજધાનીઓ નથી; કારણ કે સાડા પચ્ચીશ-આર્ય દેશમાં છવીશ નગરીઓનું કથન હોવાથી. આ ન્યાય, બીજા ગ્રંથમાં તે તે પ્રાયશ્ચિત્તના વિચારને વિષે પ્રસિદ્ધ જ છે. નિશીથભાષ્યમાં દશ રાજધાનીના ગ્રહણમાં બીજી રાજધાનીઓનું ગ્રહણ કરવું કહેલું છે. કહ્યું છે કે – दसरायहाणिगहणा, सेसाणं सूयणा कया होइ । मासस्संतो दुग तिग, ताओ अतिमि आणाई ।।११।।
[નિશીથ માગ ર૫૮૮ 7િ] દશ રાજધાનીઓના ગ્રહણથી સૂત્રદર્શિત શેષ નગરીઓ પણ લેવી. તેમાં એક મહિનામાં બે યા ત્રણવાર જનારાને આજ્ઞાના અતિક્રમણનો દોષ લાગે છે. (૧૧)
અને બીજા દોષો પણ આગળની ગાથામાં બતાવે છે. તરVTV-વેરિત્યિ-વિવાદ-રાયમર્જતુ જો સવાર ! મારેગ્ન-જીવનદ્દે થી ર સવારે ૨
__ [निशीथ भाष्य २५९२ इति] સ્નાન, વિલેપન કરેલી સપરિવારયુક્ત યુવાન સ્ત્રીને જોઈને તથા ઉદ્ભટ વેષને ધારણ કરેલી વેશ્યા સ્ત્રીને જોઈને તથા વિવાહ વગેરે ઉત્સવને અને રાજા વગેરેને ઋદ્ધિ સહિત નીકળતો જોઈને ભક્તભાગી સાધુઓને પૂર્વની ભોગવેલ સમૃદ્ધિનું સ્મરણ થાય છે અને અમુક્તભોગી સાધુઓને કૌતુક થાય છે તેથી અતિક્રમાદિ દોષો ઉત્પન્ન થાય છે. વળી આતોદ્ય-વાજિંત્ર અને ગીતના શબ્દો સાંભળીને તથા સ્ત્રીના મનોહર, લલિત, હસિતાદિ, વિકાર સહિત વચન સાંભળીને મોહનો ઉદય થાય છે. (૧૨)
આ અનંતર કહેલ આર્ય દશ નગરીઓની મથે અન્યતર-કેટલીએક નગરીઓમાં દશ ચક્રવર્તિ રાજાઓ દીક્ષિત થયા છે તેટલી સારું એ પ્રમાણે દશ સ્થાનકમાં તેઓનો અવતાર કહેલ છે. સુભૂમ અને બ્રહ્મદત્ત નામના બે ચક્રવર્તિઓ, દીક્ષિત થયા નથી અને નરકમાં ગયા છે તેમાં ભરત અને સગર એ પ્રથમ અને બીજા ચક્રવર્તિ રાજાઓ સાકેત નગરમાં અપરનામ વિનીતા કે અયોધ્યામાં જન્મ્યા અને દીક્ષા લીધી. ત્રીજા મઘવાનું શ્રાવસ્તીમાં, સનકુમાર, શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ આ ચાર હસ્તિનાગપુરમાં મહાપા વારાણસીમાં, હરિષેણ કાંડિલ્યનગરમાં, અને જય નામના ચક્રવર્તિ, રાજગૃહમાં પ્રવ્રજિત થયા. આ દશ નગરીમાં (સૂત્રોક્ત) ક્રમથી દીક્ષા લીધી એમ વ્યાખ્યા કરવી નહિં, કેમ કે તેમ વ્યાખ્યા કરવાથી ગ્રંથ સાથે વિરોધ થશે. કહ્યું
- जमण विणीय उज्झा, सावत्थी पंच हत्थिणपुरम्मि । वाणारसि कंपिल्ले, रायगिहे चेव कंपिल्ले ।।१३।।
[આવશ્યક નિર્યુક્તિ રૂ૫૭ ઉત્ત] પહેલા ચક્રવર્તિનો જન્મ વિનીતામાં, બીજાનો અયોધ્યામાં, ત્રીજાનો શ્રાવસ્તીમાં, ચોથાથી આઠમા સુભૂમ સુધી પાંચનો હસ્તિનાગપુરમાં, નવમાનો વારાણસીમાં, દશમાનો કાંડિલ્યપુરમાં, અગ્યારમાનો રાજગૃહમાં અને બારમા ચક્રવર્તિનો જન્મ કાંપિલ્યપુરમાં છે. (૧૩) - દીક્ષિત નહિ થયેલ ચક્રવર્તિઓ તો સબૂમ હસ્તિનાગપુરમાં અને બ્રહ્મદત્ત કાંપિલ્યપુરમાં ઉત્પન્ન થયેલ છે અને જે , ચક્રવર્તિઓ જ્યાં ઉત્પન્ન થયા ત્યાં જ દીક્ષિત થયા છે. આ આવશ્યક (નિર્યુક્તિ) ના અભિપ્રાય વડે વ્યાખ્યાન કર્યું છે. 'નિશીથભાષ્યના અભિપ્રાય વડે તો આ ઉક્ત દશ નગરીઓને વિષે બાર ચક્રવર્તિઓ ઉત્પન્ન થયા છે તેમાં નવ નગરીમાં એક એક અને એક નગરીમાં ત્રણ ચક્રવર્તિઓ ઉત્પન્ન થયા છે. કહ્યું છે કે–
1, આ નિશીયભાષ્યનું કથન મૂલસૂત્રના પાઠને જો કે સંગત છે પરંતુ તદનુસારે વ્યાખ્યા કરતાં મોટો વિરોધ આવે કેમ કે ભરતનો જન્મ , ચંપાનગરીમાં થશે ઇત્યાદિ ઘણો વિરોધ આવે માટે આવશ્યક નિર્યુક્તિ ઉક્ત વ્યાખ્યા જે ટીકાકારે કરેલ છે તે જ ઇષ્ટ છે. આવી રીતે ' ઘણે સ્થળે કેવલ મૂલસૂત્રના પાઠને અનુસરવાથી વિરોધ આવશે માટે સુજ્ઞોએ ટીકાકારકત વ્યાખ્યાને વિશેષ અનુસરવું ઇષ્ટ છે.
-
319