________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
१० स्थानकाध्ययने द्रव्यानुयोगः ७२६ सूत्रम्
(ટી૦) 'સવિદ્દે વિ' ત્યાદ્રિ અનુયોજન-સૂત્રનો અર્થ સાથે સંબંધ ક૨વો અથવા અનુરૂપ કે અનુકૂલયોગ સૂત્રનો કહેવા કે યોગ્ય અર્થ પ્રત્યે વ્યાપાર તે અનુયોગ અર્થાત્ વ્યાખ્યાન, તે ચાર પ્રકારે છે–વ્યાખ્યેય-વ્યાખ્યા કરવા યોગ્ય વિષયના ભેદથી, તે આ પ્રમાણે—ચરણકરણાનુયોગ ૧, ધર્મકથાનુયોગ ૨, ગણિતાનુયોગ ૩ અને દ્રવ્યાનુયોગ ૪ તેમાં જીવાદિદ્રવ્યનો અનુયોગવિચાર તે દ્રવ્યાનુયોગ, તે દશ પ્રકારે છે—તંત્ર 'વવિયાળુઓને' ત્તિ જીવાદિનું જે દ્રવ્યપણું વિચારાય છે તે દ્રવ્યાનુયોગ. જેમ દ્રવતિતે તે પર્યાયોને પામે છે અથવા જૂયતે—તે તે પર્યાયો વડે શ્રવે (ઝરે) છે તે દ્રવ્ય અર્થાત્ ગુણ-પર્યાયવાળો પદાર્થ ત્યાં જીવમાં સહભાવિત્વ લક્ષણવાળા–હમેશાં વિદ્યમાન ગુણો હોય છે પરંતુ તેના સિવાય ક્યારે પણ જીવ સંભવે નહિ; કારણ કે ગુણરહિતપણાએ જીવત્વની હાનિ થવાથી તથા માનુષત્વ અને બાલત્વાદિ કાલકૃત અવસ્થા લક્ષણ પર્યાયો તેમાં છે જ, આ હેતુથી ગુણપર્યાયવાળું . આ દ્રવ્ય હોય છે ઇત્યાદિ દ્રવ્યાનુયોગ ૧, તથા 'માયાળુઓને' ત્તિ અહિં માતૃકાની જેમ માતૃકાઅર્થાત્ પ્રવચન (સિદ્ધાંત) રૂપ પુરુષની માતા ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય લક્ષણ ત્રિપદી, તેણીનો અનુયોગ. જેમ ઉત્પાદવાળું જીવ દ્રવ્ય છે કેમ કે બાલ્યાદિ પર્યાયોની દરેક ક્ષણમાં ઉત્પત્તિ દેખાવાથી અને અનુત્પત્તિમાં તો વૃદ્ધાદિ અવસ્થાની અપ્રાપ્તિનો પ્રસંગ આવવાથી અસમંજસપણું પ્રાપ્ત થશે. તથા વ્યયવાળું જીવદ્રવ્ય છે કેમ કે દરેક ક્ષણમાં બાલ્યાદિ અવસ્થાના વ્યયને જોવાથી અવ્યયપણામાં તો સર્વદા બાલ્યાદિની પ્રાપ્તિથી અસમંજપણું જ થશે. તથા જો સર્વથા જ ઉત્પાદ અને વ્યયવાળું દ્રવ્ય હોય તો કોઈ પણ રીતે ધ્રુવ ન થાય ` ત્યારે અકૃતાભ્યાગમ–નહિં કરેલનું આવવું અને કૃતવિપ્રણાસ-કરેલાના વિનાશની પ્રાપ્તિ થવાથી અને પૂર્વે જોયેલ વસ્તુનું અનુસ્મરણ તથા અભિલાપ વગેરે ભાવોના અભાવનો પ્રસંગ આવવા વડે સમસ્ત આ લોક અને પરલોક સંબંધી આલંબનભૂત અનુષ્ઠાનોનો અભાવ થવાથી અસમંજસપણું જ થશે. તે હેતુથી દ્રવ્યપણાએ આનું ધ્રુવપણુ છે, માટે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યયુક્ત દ્રવ્ય છે ઇત્યાદિ માતૃકાપદાનુયોગ ૨, 'ક્રિયા શુઓન' ત્તિ એક એવો અર્થ કહેવા યોગ્ય જીવાદિ પદાર્થ, તે છે જેઓને તે એકાર્થિકશબ્દો, તે શબ્દો વડે અનુયોગ–તેનું કથન તે એકાર્થિક અનુયોગ. જેમ જીવદ્રવ્ય પ્રત્યે જીવ, પ્રાણી, ભૂત અને સત્ત્વ (આ એકાર્થવાચી છે) અથવા એક અર્થિકોનો જે અનુયોગ જેમ જીવનાત્–પ્રાણને ધારણ કરવાથી જીવ, ઉચ્છ્વાસસિદ પ્રાણના અસ્તિત્વથી પ્રાણી, સર્વદા થવાથી ભૂત. હમેશાં સત્ત્વથી–છતાપણાથી સત્ત્વ છે. ઇત્યાદિ ૩, તથા 'રગાણુઓનો' ત્તિ॰ જેઓને વડે કરાય છે તે કરણો, તેઓનો અનુયોગ તે કરણાનુયોગ, તે આ પ્રમાણે—કર્તા જીવદ્રવ્યને વિચિત્ર ક્રિયામાં સાધકતમ કાલ, સ્વભાવ, નિયતિ અને પૂર્વકૃત છે પરન્તુ એકાકી જીવ, કંઈ પણ ક૨વા માટે શક્તિમાનૢ નથી અથવા મૃત્તિકારૂપ દ્રવ્ય, કુંભાર, ચક્ર, ચીવર અને દંડાદિક કરણકલાપ–સાધનના સમૂહ વિના ઘટ લક્ષણ કાર્ય પ્રત્યે ઘટી શકે નહિ માટે તેને તે કારણો–સાધનો છે. એવી રીતે દ્રવ્યનો કરણાનુયોગ છે ૪ તથા 'અખિયાપ્પિણ' ત્તિ॰ દ્રવ્યજ અર્પિત વિશેષિત-જેમ જીવ દ્રવ્ય, કેવા પ્રકારનું? સંસારી. સંસારી પણ ત્રસરૂપ. ત્રસ પણ પંચેંદ્રિય, તે પણ મનુષ્યરૂપવાળું ઇત્યાદિ, અનર્પિત–વિશેષણ રહિત જ–જેમ જીવદ્રવ્ય, તેથી અર્પિત અને અનર્પિત દ્રવ્ય થાય છે એમ અર્પિતનાર્પિત દ્રવ્યનો અનુયોગ ૫, 'ભાવિયામાવિ' ત્તિ॰ ભાવિતબીજા દ્રવ્યના સંસર્ગથી વાસેલું અને અભાવિત–જે નહિ વાસેલું. જેમ જીવદ્રવ્ય કિંચિત્ ભાવિત છે તે વળી પ્રશસ્તભાવિત અને અપ્રશસ્તભાવિત છે. તેમાં પ્રશસ્તભાવિત–સંવિગ્ન પુરુષ વડે ભાવિત અને અપ્રશસ્તભાવિત તે ઇતરકુમતિ પુરુષ વડે ભાવિત, તે બન્ને પ્રકારનું પણ વામનીય વમી શકાય એવું અને અવામનીય–નહિ વમી શકાય એવું, તેમાં વામનીય તે જે સંસર્ગથી ઉત્પન્ન થયેલ ગુણ અથવા દોષ અન્ય સંસર્ગ–સંગત વડે વમે છે, છોડે છે અને અવામનીય તો અન્યથા છે અર્થાત્ છોડે જ નહિ, અભાવિત તો સંસર્ગને નહિ પામેલું અથવા સંસર્ગને પામ્યું છતું પણ વજ તંદુલની જેવું દ્રવ્ય, જે વાસનાને માટે શક્ય નથી એવી રીતે ઘટ વગેરે દ્રવ્ય પણ સમજવું તેથી ભાવિત અને અભાવિત તે ભાવિતાભાવિત, એવા
1. પર્યાયો ક્રમભાવી હોય છે તેથી પૂર્વ પર્યાયનો નાશ અને નવીન પર્યાયોનો ઉત્પાદ થાય છે પરંતુ પર્યાયો સહિત જીવત્વ અવશ્ય હોય છે. 2. પ્રશસ્તવામનીય તે કંડરીકાદિનું સમજવું. પ્રશસ્તઅવામનીય તે ગૌતમાદિનું, અપ્રશસ્તવામનીય તે શુકપરિવ્રાજકાદિનું અને અપ્રશસ્તવામનીય તે કદાગ્રહી એવા નિબિડ મિથ્યાષ્ટિ જીવોનું જાણવું અને અભાવિત તે અભવ્યાદિ જીવોનું જાણવું.
322