________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ९ स्थानकाध्ययने आयुः परिणामाः भिक्षुप्रतिमाः प्रायश्चित्तानि ६८६-६८८ सूत्राणि सपरिग्गहेयराणं, सोहमीसाण पलिय १ साहीयं २ । उक्कोस सत्त पन्ना, नव पणपन्ना य देवीण।।७॥[बृहत्सं० १त्ति]
અર્થ- દેવીઓ બે પ્રકારની છે તેમાં કુલાંગના જેવી તે સપરિગ્રહિતા અને વેશ્યા જેવી તે અપરિગ્રહિતા. તેમાં સૌધર્મ દેવલોકમાં બન્નેની જઘન્ય સ્થિતિ એક પલ્યોપમની અને ઈશાને દેવલોકમાં એક પલ્યોપમ ઝાઝેરી છે. ઉત્કૃષ્ટથી સૌધર્મ દેવલોકમાં પરિગ્રહિતા દેવીની સાત અને અપરિગ્રહિતાની પચ્ચાશ પલ્યોપમની સ્થિતિ છે. તથા ઈશાન દેવલોકમાં ઉત્કૃષ્ટતઃ પરિગ્રહિતા દેવીની નવ અને અપરિગ્રહિતાની પંચાવન પલ્યોપમની સ્થિતિ કહેલી છે. (૭)
'સારસય' કહી સારસ્વત ૧, આદિત્ય ૨, વહ્નિ ૩, વરુણ ૪, ગર્દતોય ૫, તુષિત ૬, અવ્યાબાધ ૭, આગ્નેય ૮, . આ આઠ દેવો કૃષ્ણરાજિના આઠ આંતરાઓને વિષે રહે છે અને રિષ્ટ દેવો તો કૃષ્ણરાજિના મધ્યભાગમાં રહેલ રિષ્ટાભ નામના વિમાન પ્રસ્તટમાં વસે છે. નવ ગ્રેવેયકનું સ્વરૂપ મૂળના ભાષાંતર અનુસાર જાણવું. ૬૮૨-૬૮પી.
અનંતર રૈવેયક વિમાનો કહ્યા, તે વિમાનમાં વસનારા દેવો) આયુષ્યવાળા હોય છે માટે આયુષ્યના પરિમાણવિષયક ભેદોને કહે છે– नवविधे आउपरिणामे पन्नत्ते, तंजहा-गतिपरिणामे, गतिबंधणपरिणामे, ठितिपरिणामे, ठितिबंधणपरिणामे, उद्धंगारवपरिणामे, अधेगारवपरिणामे, तिरितंगारवपरिणामे दीहंगारवपरिणामे, रहस्संगारवपरिणामे // સૂ૦ ૬૮દ્દા. णवणवमिता णं भिक्खुपडिमा एगासीतीते रातिदिएहिं चउहि य पंचुत्तरेहिं भिक्खासतेहिं अधासुत्ता जाव आराहिता तावि भवति ।। सू० ६८७।। एवविधे पायच्छित्ते पन्नत्ते, तंजहा-आलोयणारिहे जाव मूलारिहे, अणवठप्पारिहे ।। सू०६८८॥
•[ટૂ ૨૬૭, ૪૮૬, ૬૦૧, ૭૨૨] (મૂળ) નવ પ્રકારે આયુષ્યનો પરિણામ-સ્વભાવ કહેલ છે, તે આ પ્રમાણે –ગતિપરિણામ-જે સ્વભાવ વડે આયુષ્ય, જીવને
દેવાદિક નિયત ગતિ પ્રાપ્ત કરાવે છે તે ૧, ગતિબંધનપરિણામ-જે આયુષ્યના સ્વભાવે વડે પ્રતિનિયત ગતિનું કર્મ બંધાય છે તે ર, સ્થિતિપરિણામ-આયુષ્યની જે અંતમુહૂર્તથી માંડીને તેત્રીશ સાગરોપમ સુધી સ્થિતિ થાય છે તે ૩, સ્થિતિબંધનપરિણામ-જે પૂર્વભવ સંબંધી આયુષ્યના સ્વભાવ વડે પરભવના આયુષ્યની નિયત સ્થિતિ બંધાય છે તે ૪, ઊર્ધ્વગૌરવપરિણામ-જે આયુષ્યના સ્વભાવ વડે જીવને ઊર્ધ્વદિશામાં ગમન કરવાની શક્તિરૂપ પરિણામ હોય છે તે ૫, અધ:ગૌરવપરિણામ-જે આયુષ્યના સ્વભાવ વડે જીવને અધોદિશામાં ગમનની શક્તિરૂ૫ પરિણામ હોય છે તે ૬, જે આયુષ્યના સ્વભાવ વડે જીવને તિર્યદિશામાં ગમનની શક્તિરૂપ પરિણામ હોય છે તે તિર્યગૌરવપરિણામ ૭, જે આયુષ્યના સ્વભાવ વડે જીવને લોકાંત સુધી જવાની શક્તિ હોય છે તે દીર્ધગૌરવપરિણામ ૮, અને જે આયુષ્યના સ્વભાવથી જીવને થોડે દૂર જવારૂપ શક્તિ હોય છે તે હૃસ્વ (લઘુ) ગૌરવપરિણામ ૯. //૬૮૬ll નવ નવમિકા નામની ભિક્ષુપ્રતિમા, એકાશી અહોરાત્ર વડે અને ચારસો ને પાંચ ભિક્ષાઓ (દત્તિઓ) વડે જેમ સૂત્રમાં કહેલ છે તેમ યાવત્ આરાધેલી હોય છે. //૬૮૭l નવ પ્રકારે પ્રાયશ્ચિત્ત કહેલ છે, તે આ પ્રમાણે–આલોચનાઈ-ગુરુ સમક્ષ નિવેદન કરવા વડે જે પાપથી છૂટાય તેલ વાવતુ મુલાઈ-ફરીથી દીક્ષા આપવાને યોગ્ય ૮ અને અનવસ્થાપ્યા–અત્યંત સંક્લિષ્ટ પરિણામવાળાને એવા પ્રકારનું તપ અપાય કે જેથી તે ઊઠી બેસી પણ શકે નહિ તે અનવસ્થાપ્ય. એવું તપ તેણે કીધા પછી તેને ઉપસ્થાપના કરાય
એમ જાણવું. એ તપ જયાં સુધી ચાલુ હોય ત્યાં સુધી તેની સાથે કોઈ વાત પણ કરે નહિ ૯. //૬૮૮. (ટીઇ) નવવિદે ત્યાતિ માલપરાને' રિ૦ આયુષ્ય-કર્મપ્રકૃતિવિશેષનો પરિણામ એટલે સ્વભાવ-શક્તિ-ધર્મ તે
276