________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
९ स्थानकाध्ययने महापभचरितं ६९३ सूत्रम् સ્વામી બોલ્યા—આ સત્યકી (બાલક)થી. ત્યારપછી તે વિદ્યાધર, તેની પાસે આવીને અવજ્ઞાપૂર્વક તે પ્રત્યે બોલ્યો-અરેરે! તું મને મારીશ! એમ બોલીને તેના બન્ને પગ પકડીને તેને ભૂમિ પર પાડ્યો. ત્યારબાદ અન્યદા સાધ્વીઓ પાસેથી તેનું અપહરણ કરીને પિતા વિદ્યાધરે વિદ્યા ગ્રહણ કરાવી. હવે રોહિણી નામની વિદ્યા કે જેણે તેને પાંચ પૂર્વભવને વિષે (સાધતાં) મારેલ હતો અને છઠ્ઠા ભવમાં છ માસ અવશેષ આયુષ્ય રહેતાં સિદ્ધ થઈ પરંતુ તેને ઇષ્ટ ન હતી [પરંતુ તેણે આગામી ભવમાં સાધ્યા વિના સિદ્ધ થવાનું વચન માગેલું હતું] તે અહિં સાતમા ભવમાં તો (પોતાની મેળે) રોહિણી વિદ્યા સિદ્ધ થઈ. અને તેના કપાળમાં છિદ્ર કરીને તેના શરીરમાં પેઠી, કપાલના છિદ્રને તો દેવશક્તિ વડે ત્રીજું નેત્ર કર્યું. તેણે 1પોતાના પિતા અને કાલસંદીપનામા વિદ્યાધરને માર્યો તથા વિદ્યાધરના ચક્રવર્તીપણાને પ્રાપ્ત કર્યું. ત્યાર પછી તે બધાય તીર્થંકરોને વાંદીને તથા નાટક દેખાડીને . અભિરમણ (ક્રીડા) કરતો હતો. તથા સુલસા નામા શ્રાવિકાને બુદ્ધ–સર્વજ્ઞ ધર્મમાં ભાવિત છે એમ જાણેલ અથવા જેના વડે શ્રાવિકા બુદ્ધ–જ્ઞાતા છે એમ જણાયું તે શ્રાવિકા બુદ્ધ 'અમડો' અંબડનામા પરિવ્રાજક વિદ્યાધર શ્રાવક. આ અર્થ કથાનકથી જાણવું તે આ ચંપાનગરીથી અંબડનામા વિદ્યાધર શ્રાવક, મહાવીરસ્વામીની સમીપે ધર્મ સાંભળીને રાજગૃહ પ્રત્યે ચાલ્યો. તેને જતી વખતે ઘણા જીવોના ઉપકાર વાસ્તે ભગવાને કહ્યું કે–સુલસા શ્રાવિકાને કુશલની વાર્તા તું કહેજે. તેણે વિચાર્યું કે–આ શ્રાવિકા પુણ્યવતી છે કે જેણીને ત્રિલોકનાથ પોતાની કુશલ વાર્તા મોકલાવે છે. વળી તેણીમાં શો ગુણ હશે માટે પ્રથમ તેના' સમ્યક્ત્વની હું પરીક્ષા કરું. ત્યારપછી પરિવ્રાજકનો વેષ ધારણ કરીને તેણે સુલસા પાસે કહ્યું કે–હે આયુષ્યમતિ! અમારા માટે ભક્તિપૂર્વક તું ભોજન આપ, તને ધર્મ થશે. ત્યારે સુલસાએ કહ્યું કે–જેને માટે ભોજન આપ્યું છતે ધર્મ થાય છે તેઓને હું જાણું છું. ત્યારપછી તે અંબડ આકાશમાં કમલનું આસન વિરચીને લોકોને વિસ્મય પમાડવા લાગ્યો ત્યારે લોકો તેને ભોજન વડે નિયંત્રણ કરવા લાગ્યા, પરંતુ તે ઇચ્છતો ન હતો. ત્યારે લોકોએ તેને પૂછ્યું કે-હે ભગવન્! તમે કયા ભાગ્યવાન પુરુષને ભોજન વડે માસખમણના અંતમાં વધાવશો? તે બોલ્યો કે–સુલસાને, ત્યારે લોકોએ તેણીને વધામણી આપી-તારા ઘરમાં આ ભોજનની ઇચ્છાવાળો ભિક્ષુ આવશે. તેણીએ કહ્યું કે-અમારે પાખંડીઓ વડે શો પ્રયોજન હૈં? લોકોએ પણ જઈને તેને નિવેદન કર્યું . તેણે પણ જણાવ્યું કે–આ શ્રાવિકા પરમ સમ્યગ્દષ્ટિ છે; કારણ કે મહાન્ અતિશય જોયે છતે પણ દૃષ્ટિમોહને પામી નહિ. ત્યારપછી લોકોની સાથે અંબડ તેના ઘરમાં ‘નિસ્સીહિ' કરીને પંચનમસ્કારનું ઉચ્ચારણ કરતો થકો પ્રવેશ્યો, સુલસાએ પણ અભ્યુત્થાન (ઉઠવું) વગેરે પ્રતિપત્તિ (ભક્તિ) કરી. અંબડે પણ તેની પ્રશંસા કરી, પરંતુ જે ઉવવાઇઉપાંગમાં મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધ થશે એમ કહેવાય છે તે અંબડ અન્ય હોય એમ સંભવે છે તથા આર્યા–સાધ્વી પણ સુપાર્શ્વનામા પાર્શ્વપત્યા-પાર્શ્વનાથની શિષ્યાની શિષ્યા. ચાર યામ-મહાવ્રતરૂપ ધર્મ છે તેમાં તે ચતુર્યામ તેને પ્રરૂપીને સિદ્ધ થશે. આ નવ જણામાં કેટલાએક મધ્યમ તીર્થંકરપણાએ ઉત્પન્ન થશે અને કેટલાએક તો કેવલીપણાએ થશે. 'મસિદ્ધિનો ૩ મયવં સિમ્નિસ્તર ་તિર્થંમિ', ઇતિ વચનાત્ શેષ સ્પષ્ટ છે. II૬૯૨
અનંતરસૂત્રમાં કહેલ શ્રેણિકના તીર્થંક૨૫ણાને કહેવા માટે 'સ મિત્યાતિ' થી 'નસ્મીતમાયારો' ઇત્યાદિ ગાથા સુધી સૂત્રને કહે છે—
एस णं अज्जो ! सेणिए राया भिंभिसारे कालमासे कालं किच्चा इमीसे रतणप्पभार पुढवीते सीमंतते नरए चउरासीतिवाससहस्सद्वितीयंसि निरयंसि नेरइएसु णेरइयत्ताए उववज्जिहिति से णं तत्थ णेरइए भविस्सति काले कालोभासे जाव परमकिण्हे वन्नेणं से णं तत्थ वेदणं वेदिहिती उज्जलं जाव दुरहियासं । से णं ततो नरतातो उव्वट्टेत्ता आगमेसाते उस्सप्पिणीते इहेव जंबुद्दीवे दीवे भारहे वासे वेयड्डगिरिपायमूले पुंडेसु जणवतेसु सतदुवारे गरे संमुइस्स कुलकरस्स भद्दाए भारियाए कुच्छिसि पुमत्ताए पच्चायाहिती । तए णं सा भद्दा भारियां 1. સાધ્વીનો એણે શીલભંગ કર્યો એમ ધારીને પોતાના પિતાને મારી નાખ્યો.
284