________________
७ स्थानुकाध्ययने दर्शनानि उमस्थवीतरागवेद्यकर्माणि, छमस्थेतरज्ञेयाज्ञेयाः वीरोच्चता विकथाः सूतिशयाः संयमाः ५६५-५७१ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
શ્રમણ ભગવંત મહાવીર, વજઋષભનારા, સંઘયણ અને સમચરિંસ સંસ્થાન વડે સંસ્થિત (શરીરરૂપ) સાત હાથના ઊ-ઊચપણે હતા. //પ૬૮. સાત વિકથાઓ-સંયમનો વિઘાત કરનારી કથાઓ કહેલી છે, તે આ પ્રમાણે—સ્ત્રીકથા, ભોજનકથા, દશકથા, રાજકથા, મૃદુકારિણી-પુત્રાદિના વિયોગથી દુઃખિત માતાદિ વડે કરાયેલ કારુણ્યરસપ્રધાન વિલાપરૂપ કોમળ કથા, દર્શનભેદિનીકુતીર્થિકોની પ્રશંસારૂપ કથા, ચારિત્રભેદની-આ કાળમાં પ્રમાદની બહુલતાને લઈને ચારિત્ર નથી ઇત્યાદિ કથનરૂપ. //૫૬૯ આચાર્ય-ઉપાધ્યાયના ગચ્છ વિષયમાં સાત અતિશયો કહેલા છે, તે આ પ્રમાણે–આચાર્ય ઉપાધ્યાય, ઉપાશ્રયની અંદર પોતાના બન્ને ચરણોને ગ્રહણ કરાવીને (શિષ્યો પાસેથી) ધૂલીને ઝટકાવતો થકો અથવા પ્રમાર્જન કરાવતો થકો આજ્ઞાને અતિક્રમે નહિ ૧, એવી રીતે જેમ પાંચમા ઠાણામાં કહેલ છે તેમ [ઉપાશ્રયની અંદર ઉચ્ચારાદિને પરઠવતો થકો ૨, પોતાની ઈચ્છા હોય તો વૈયાવત્ય-સાધુઓને અન્નાદિ આપે અને ઈચ્છા ન હોય તો ન આપે ૩, તથા ઉપાશ્રયની અંદર એક રાત્રિ અથવા બે રાત્રિ એકાકી વસે ૪] યાવત્ ઉપાશ્રયની બહાર એક રાત અથવા બે રાત એકાકી વસતો થકી આજ્ઞાને અતિક્રમે નહિ ૫, ઉપકરણાતિશય-બીજા સાધુઓ કરતાં આચાર્ય, શ્રેષ્ઠ અને બહુલ વસ્ત્રને ધારણ કરે ૬, ભક્તપાનાતિશય-શેષ સાધુઓ કરતાં શ્રેષ્ઠ ભોજન કરે ૭. //૫૭ll સાત પ્રકારે સંયમ કહેલો છે, તે આ પ્રમાણે–પૃથ્વીકાયિકનો સંયમ યાવત્ ત્રસકાયિકનો સંયમ અને અજીવકાયસંયમ. સાત પ્રકારે અસંયમ કહેલો છે, તે આ પ્રમાણે–પૃથ્વીકાયિકનો અસંયમ–સંઘટ્ટો વગેરે કરવાથી યાવત્ ત્રસકાયિકનો અસંયમ, અજીવકાયનો અસંયમ-પુસ્તકાદિમાં અયત્નો કરવારૂપ. સાત પ્રકારે આરંભ કહેલ છે, તે આ પ્રમાણે પૃથ્વીકાયિકનો આરંભ (વધ) યાવત્ ત્રસકાયિકનો આરંભ, અજીવકાયઆરંભ-પુસ્તકાદિને આશ્રયીને ઉત્પન્ન થયેલ જીવોના આરંભરૂપ સમજવો. એવી રીતે અનારંભમાં પણ જાણવું. માનસિક સંકલ્પરૂપ સારંભ પણ એમજ, સંકલ્પ ત્યાગરૂપ અસમારંભ પણ એમજ, બીજાને પીડા ઉત્પન્ન કરવારૂપ સમારંભ પણ એમજ, અન્યને પીડા ન ઉપજાવનારૂપ
અસમારંભ પણ એમજ સાત ભેદ જાણવો યાવત્ અજીવકાસમારંભ //૫૭૧// (ટી.) 'સી' ત્યાદિ સુગમ છે, પરંતુ સમ્યગદર્શન તે સમ્યક્ત્વ. મિથ્યાદર્શન તે મિથ્યાત્વ અને સમ્યગૃમિથ્યાદર્શન તે મિશ્ર. આ ત્રણ પ્રકારનું દર્શન પણ ત્રણ પ્રકારના દર્શનમોહનીય કર્મના ક્ષય, ક્ષયોપશમ અને ઉદયથી થાય છે અને તેવા પ્રકારની રુચિરૂપ સ્વભાવવાળું છે. ચક્ષુદર્શનાદિ તો દર્શનાવરણીય કર્મના ચાર ભેદના યથા સંભવ ક્ષયોપશમ અને ક્ષયથી થાય છે તથા સામાન્યના ગ્રહણરૂપ (બોધ) સ્વભાવવાળું છે, તે પ્રમાણે—૩ શ્રદ્ધાન અને ૪ સામાન્ય ગ્રહણને દર્શન શબ્દ વડે વાચ્ય હોવાથી સાત પ્રકારે દર્શન કહેલું છે. //પ૬પી.
અનંતર કેવલદર્શન કહ્યું તે છઘમસ્થ અવસ્થા બાદ થાય છે માટે છદ્મસ્થના સંબંધવાળા સૂત્ર છે અને વિપર્યયસૂત્ર (એક) છે. 'છ૩મલ્થ” ત્યાદિ સુગમ છે. વિશેષ એ કે—મનિ—બે આવરણરૂપ કર્મ અને અંતરાયરૂપ કર્મને વિષે જે રહે છે તે છvસ્થ અર્થાત્ નહિ ઉત્પન્ન થયેલ કેવલજ્ઞાન અને દર્શનવાળા એવો આ વીતરાગ-ઉપશાંત મોહપણાથી અથવા ક્ષીણમોહપણાથી-રાગના ઉદયથી રહિત. સત્ત' ઉત્ત- મોહના ક્ષયથી અથવા ઉપશમથી સાતને વેદે છે પરંતુ આઠને નહિ. આથી જ કહે છે કે...'મોહન વન્ગા ૩' ત્તિ ||૫૬૬-પ૬૭ll
' 1. સમ્યગુદર્શન ત્રિવિધ દર્શનમોહનીયના ક્ષય, ક્ષયોપમ કે ઉપશમથી થાય છે અને સમ્યક્વમોહનીયના ઉદયથી હોય છે. મિથ્યા દર્શન તો
મિથ્યામોહનીયના ઉદયથી અને મિશ્રદર્શન મિશ્રમોહનીયના ઉદયથી જ હોય છે. 2. ચક્ષુદર્શનાદિ ત્રણ ક્ષયોપશમથી હોય છે અને કેવલદર્શન તો ક્ષયથી જ હોય છે. 3. સૂ૦ ૫૬૭ની ટીકાકારે વ્યાખ્યા કરી નથી. આગલા ઠાણામાં એની સવિશેષ વ્યાખ્યા કરેલી છે.
| 191