________________
८ स्थानकाध्ययने निमित्तं विभक्तयः छभस्थेतरज्ञेयाज्ञेयानि आयुर्वेदः ६०८ ६११ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ વર્ણવાળું ગંધર્વનગ૨, બલના ક્ષોભને કરે છે એ નિસંદેહ છે (૩૩) સ્નિગ્ધ, કિલ્લા સહિત, તોરણ સહિત અને સૌમ્યા–ઉત્તર દિશાને આશ્રયીને ગંધર્વનગર હોય તો રાજાને વિજય કરવાવાળું છે (૩૪) ઇત્યાદિ ૪,
અંગ-શરીરના અવયવ તેનો વિકાર તે આંગ-મસ્તકનું ફરવું વગેરે. યથા—
दक्षिणपार्श्वे स्पन्दमभिधास्ये तत्फलं स्त्रिया वामे । पृथिवीलाभः शिरसिस्थानविवृद्धिर्ललाटे स्याद् ।।३५।।
જમણા પડખામાં ફરકવાનું જે ફલ પુરુષને છે તે ફલ સ્ત્રીને ડાબા પડખામાં હું કહીશ. મસ્તકમાં જો સ્ફુરણ થાય તો પૃથ્વીનો લાભ થાય અને લલાટમાં જો કંપન થાય તો સ્થાનની વૃદ્ધિ થાય (૭૫) ઇત્યાદિ, ૫,
· સ્વર-ખડ્ગાદિ શબ્દ, તે નિમિત્તક આ પ્રમાણે—
सज्जेण लब्भई वित्तिं, कयं च न विणस्स । गावो मित्ता य पुत्ता य, नारीणं चेव वल्लभो ॥ ३६ ॥
[સ્થાનાTM સૂત્ર ૨]
ખ′′ સ્વર વડે આજીવિકાને મેળવે છે અને કરેલું કાર્ય વિનાશને પામતું નથી, ગાયો, મિત્રો અને પુત્રોની વૃદ્ધિ થાય છે તથા સ્ત્રીઓને વલ્લભ થાય છે. ઇત્યાદિ,
અથવા શકુનૢસ્વર.
चिविचिविसद्दो पुन्नो, सामाए सूलिसूलि धन्नो उ । चेरी चेरी दित्तो, चिक्कत्ती लाभहेउ त्ति ||३७||
શ્યામા-દુર્ગા (કાળી ચકલી) નો ચિવિચિવિ શબ્દ, સંપૂર્ણ ફળને આપનાર છે. સૂલિસૂલિ શબ્દ, ધનને આપનાર હોવાથી ધન્ય છે, ચેરીચેરી શબ્દ, યુદ્ધ કરાવનાર હોવાથી દિપ્ત છે અને ચિકુત્તી શબ્દ લાભનો હેતુ છે [દુર્ગાનો સ્વર વામદિશામાં માર્ગે ગમન કરનારને સારો છે]. ઇત્યાદિ ૬.
સ્ત્રી પુરુષોના લક્ષણ યથા
अस्थिष्वर्थाः सुखं मांसे त्वचि भोगाः स्त्रियोऽक्षिषु । गतौ यानं स्वरे चाज्ञा सर्व्वं सत्त्वे प्रतिष्ठितम् ॥३८॥
જે
કે મનુષ્યના હાડકાં મજબૂત અને વજનદાર હોય તે ધનવાન થાય. જેના શરીરની ચામડી સુકોમળ હોય તે ખૂબ ભોગ ભોગવે, જેનું માંસ પુષ્ટ હોય તે સુખ ભોગવે, જેની આંખો તેજસ્વી હોય તેને સ્ત્રીનું ઘણું સુખ હોય, જેની ગતિ (ચાલ) સારી હોય તે વાહનનો ભોગી થાય, જેનો સ્વર શ્રેષ્ઠ હોય તેની આજ્ઞાનો અમલ થાય અને જે પુરુષ હિંમતસત્વવાળો હોય તેમાં બધાય ગુણો રહે છે. (૧) ૭, વ્યંજન–મસા [તલ] વગેરે. યથા—''જ્ઞાòશઃ પ્રભુત્વાય'' કપાળ અથવા કેશમાં જો વ્યંજન હોય તો પ્રભુતા—ઐશ્વર્યને માટે થાય છે ઇત્યાદિ ૮. II૬૦૮॥
આ શાસ્ત્રો, વચનની વિભક્તિઓના યોગ વડે કથન કરવા યોગ્યને પ્રતિપાદન કરનારા છે માટે વચનની વિભક્તિઓના સ્વરૂપને કહે છે—'અવિદ્દા વયવિમત્તી' ત્યાદ્િ॰ જેના વડે એકત્વ, દ્વિત્વ અને બહુત્વ લક્ષણવાળો અર્થ કહેવાય છે તે વચનો અને કર્તૃત્વ અને કર્મત્યાદિ લક્ષણવાળો અર્થ જેણી વડે વિભક્ત–અલગ કરાય છે તે વિભક્તિ, વચનાત્મક વિભક્તિ તે વચનવિભક્તિ ‘સુ ઔ જસ' ઇત્યાદિ, 'નિર્દેસે' સિોળો, નિર્દેશવું તે નિર્દેશ-કર્માદિકારકશક્તિથી રહિત લિંગના અર્થ માત્રનું પ્રતિપાદન કરવું, તેમાં પ્રથમા વિભક્તિ હોય છે. યથા−‘તે’ કે ‘આ’ રહે છે, અથવા ‘હું’ રહું છું ૧, તથા ઉપદેશાય છે તે ઉપદેશન અર્થાત્ ઉપદેશ ક્રિયાના વ્યાપ્ત–સંબંધવાળું. ઉપલક્ષણથી આ વ્યાપ્ત ક્રિયાના સંબંધવાળું તે કર્મ, તેમાં દ્વિતીયા છે. યથા–આ શ્લોકોને ભણ, અથવા તે ઘડાને કર, તે પ્રત્યે આપે છે, ગામ પ્રત્યેહ–ભણી જાય છે ૨, તથા જેના વડે કરાય છે તે કર્મ અથવા ક્રિયા પ્રત્યે અત્યંત સાધક ક૨ે છે તે કરણ-કર્તા 'નૃત્યજ્યુટો વઠ્ઠલમ્' [પા૦ ૩-૨-૨૨૫ ત્તિ] આ વચનથી તત્ર કરણમાં તૃતીયા કરેલી છે; જેમ કે–તે ‘ગાડા વડે’ ધાન્ય લઈ જવાયું, મારા વડે કુંડ કરાયું ૩, તથા 'સંપવાવશે' ત્તિ—સત્કાર કરીને 1. ગાથાવૃત્તિમાં આ વિષયને સૂચવનારા પાંસઠ શ્લોકો છે.
233