________________
९ स्थानकाध्ययने निद्रादि नक्षत्रयोगौ तारकाबाधा मत्स्या रामाद्याः ६६८-६७२ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
અભિજિતુ નક્ષત્ર કંઈક અધિક નવ મુહૂર્ત પર્યત ચંદ્રની સાથે યોગને જોડે છે. અભિજિતું વગેરે નવ નક્ષત્રો ચંદ્રને ઉત્તરથી યોગ જોડે છે–સંબંધ કરે છે, તે આ પ્રમાણે–અભિજિત્ ૧, શ્રવણ ૨, ધનિષ્ઠા ૩, શતભિષા ૪, પૂર્વાભાદ્રપદા ૫, ઉત્તરાભાદ્રપદા ૬, રેવતી ૭, અશ્વિની ૮, ભરણી ૯. //૬૬૯ll આ રત્નપ્રભા પૃથ્વીના બહુસમ રમણીય ભૂમિભાગથી નવસે યોજનના આંતરાએ ઉપરનું તારામંડલ ભ્રમણ કરે છે. //૬૭all જંબૂદ્વીપ નામા દ્વીપમાં નવ યોજનાના લાંબા સભ્યો લવણસમુદ્રમાંથી પ્રવેશેલા છે, પ્રવેશે છે અને પ્રવેશ કરશે. ://૬૭૧/. જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રને વિષે આ અવસર્પિણી કાલમાં નવ બલદેવ અને વાસુદેવના પિતાઓ હતા, તે આ પ્રમાણેપ્રજાપતિ ૧, બ્રહ્મ ૨, રુદ્ર ૩, સોમ ૪, શિવ ૫, મહાસિંહ ૬, અગ્નિસિંહ ૭, દશરથ ૮ અને વસુદેવ ૯.આ ક્રમશ: નામો જાણવા. /૧// અહિંથી આરંભીને જેમ સમવાયાંગ સૂત્રમાં કહેલું છે તેમ સમસ્ત જાણવું યાવતું એક નવમો બલદેવ બ્રહ્મલોક કલ્પથી ચ્યવીને એક ભવ કરીને ભવિષ્યમાં મોક્ષે જશે ત્યાં સુધી કહેવું. જંબૂદીપ નામના કીપમાં ભરતક્ષેત્રને વિષે આવતા ઉત્સર્પિણીકાલમાં નવ બલદેવ અને વાસુદેવના પિતાઓ થશે, નવ બલદેવ અને વાસુદેવની ભિન્ન ભિન્ન માતાઓ થશે એવી રીતે જેમ સમવાયાંગ સૂત્રમાં કહેલું છે તેમ સમગ્ર વર્ણન જાણવું યાવત્ પ્રથમ મહાભીમસેન અને છેલ્લો-નવમો સુગ્રીવ નામા પ્રતિવાસુદેવ થશે. આ પ્રતિવાસુદેવો, નિશ્ચય કીર્તિપ્રધાનપુરુષ વાસુદેવોના પ્રતિશત્રુ અને બધાય ચક્ર વડે યુદ્ધ કરનારા એવા ચક્રજ્યોધિ થશે અને પોતાના ચક્ર વડે જ હણાશે અર્થાત્ વાસુદેવને મારવા માટે પ્રતિવાસુદેવ ચક્ર મૂકે તે ચક્ર વાસુદેવને પ્રદક્ષિણા કરીને તેના હાથમાં જાય. તે જ ચક્ર,
પાછું પ્રતિવાસુદેવ ઉપર વાસુદેવ મૂકે જેથી તેનું મૃત્યુ થાય. //// (ટી0) ''ત્યાદિ સામાન્ય અને વિશેષાત્મક વસ્તુને વિષે સામાન્યને ગ્રહણ કરનારું બોધરૂપ જે દર્શન, તેને આવરણ કરવાના સ્વભાવવાળું કર્મ તે દર્શનાવરણ, તે નવ પ્રકારનું છે તેમાં પ્રથમ નિદ્રાંપચક-દ્રા ધાતુ કુત્સા અને ગતિ અર્થમાં છે. નિયત દ્રાતિ–જેના વડે ચૈતન્ય (ભાન) કુત્સિતત્વરૂપ અસ્પષ્ટપણાને પામે છે તે નિદ્રા સુખે જાગવારૂપ સુપ્ત અવસ્થા તે નિદ્રા અર્થાત્ નખશ્લોટિકા-ચપટી વગાડવા માત્રથી જેમાં જાગૃતિ થાય છે તેના વિપાકને અનુભવવા યોગ્ય કર્મપ્રકૃતિ પણ નિદ્રા, એ પ્રમાણે કાર્યથી વ્યપદેશ કરાય છે ૧, નિદ્રાના અતિશયનવાળી નિદ્રા તે નિદ્રાનિદ્રા, અહિં શાક પાર્થિવાદિ ગણથી મધ્ય પદના લોપવાળો સમાસ છે. તે વળી દુ:ખે કરી જાગૃત થવારૂપ સુપ્ત અવસ્થા છે. તેણીમાં તો અતિશયન અવ્યક્ત ચૈતન્યપણું હોવાથી ઘણા પ્રકારની ઘોલના (ડોલાવવું) વગેરેથી જાગૃતિ થાય છે. આથી સુખ પ્રબોધ નિદ્રાની અપેક્ષાએ એણીનું અત્યંત સુવાપણું છે. તેના વિપાકને વેચવા યોગ્ય કર્મપ્રકૃતિ પણ કાર્યદ્વારાએ નિદ્રાનિદ્રા, એમ કહેવાય છે ૨, બેઠેલ અથવા ઊભો રહેલ પુરુષ, જે સુપ્ત અવસ્થામાં પ્રચલે છે-ઝોલા ખાય છે તે પ્રચલા, તે બેઠેલ અથવા ઊભેલ ડોલાયમાન થતા ઊંઘનારને હોય છે તેવા ' પ્રકારના વિપાકને વેદવા યોગ્ય કર્મપ્રકૃતિ પણ પ્રચલા કહેવાય છે ૩, તેમજ પ્રચલાના અતિશયનવાળી પ્રચલા તે પ્રચલાપ્રચલા છે તે ચલન વગેરે કરતાં-ચાલતાં ઊંઘનારને હોય છે. સ્થાનમાં રહેલ ઊંઘનારને થયેલી પ્રચલાની અપેક્ષાએ આ અતિશયનવાળી છે તેના વિપાકને વેચવા યોગ્ય કર્મપ્રકૃતિ પણ પ્રચલાપ્રચલા છે જ, સ્વાના-બહુપણાએ કરી સંઘાતને પામેલી ગૃદ્ધિ-આકાંક્ષા અર્થાતુ જાગૃત અવસ્થામાં ચિત્તવેલ કાર્યને સાધવાના વિષયવાળી જે સુપ્ત અવસ્થામાં નિદ્રા તે સ્યાનગુદ્ધિ, તે નિદ્રા હોતે છતે જાગૃત અવસ્થામાં ચિંતવેલ કાર્યને ઊઠીને (નિદ્રામાં) સાધે છે અથવા સ્યાના-એકત્રિત થયેલી ઋદ્ધિ-આત્મશક્તિરૂપ છે, જેણીમાં તે સ્થાનદ્ધિ, એમ પણ કહેવાય છે. તેના સદ્ભાવ-ઉદયમાં જ ઊંઘનારને 'વાસુદેવના અદ્ધ બલ જેવી શક્તિ હોય છે 1, આ શક્તિ વજAષભનારાચ સંઘયણવાળાને હોય છે. અન્યને તો પોતાના બલથી બમણું –મણું બલ હોય એમ કર્મગ્રંથની વૃત્તિમાં છે.
267