________________
९ स्थानकाध्ययने जिनान्तरं तत्त्वानिसर्वजीवाः रोगहेतवः ६६४-६६७ सूत्राणि
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ‘‘અહિતાશન’ અપથ્ય આહાર કરવાથી ૨, અતિનિદ્રા કરવાથી ૩, અત્યંત જાગરણ કરવાથી ૪, વડીનીતને રોકવાથી ૫, લઘુનીતને રોકવાથી ૬, નિરંતર માર્ગગમન-હમેશાં પંથ કરવાથી ૭, પ્રતિકૂલ ભોજન કરવાથી ૮, અને ઇંદ્રિયાર્થના વિકારથી–કામવિકાર થવાથી ૯. II૬૬૭॥
(ટી૦) 'અશ્મિાંળે' ત્યા॰િ સુગમ છે. II૬૬૪II
અભિનંદન અને સુમતિ એ બન્ને જિનેશ્વરોએ સદ્ભૂત પદાર્થો પ્રરૂપેલા છે, તે પદાર્થો નવ છે તેને બતાવતા થકા કહે છે– 'નવ સન્માને' ત્યાવિ॰ સદ્ભાવના વડે અર્થાત્ પરમાર્થથી પરંતુ ઉપચારથી નહિ, પદાર્થો-વસ્તુઓ તે સદ્ભાવ પદાર્થો. આ પ્રમાણે—જીવો સુખ દુઃખ અને જ્ઞાનરૂપ ઉપયોગ લક્ષણવાળા છે, અજીવો તેથી વિપરીત (જડ લક્ષણવાળા) છે ૨, પુણ્ય-શુભ પ્રકૃતિરૂપ કર્મ ૩, પાપ તેથી વિપરીત (અશુભપ્રકૃતિરૂપ) કર્મ ૪, આશ્રયતે—ગ્રહણ કરાય છે કર્મ જેના વડે તે આશ્રવ અર્થાત્ શુભાશુભ કર્મને ગ્રહણ કરવાનો હેતુ ૫, સંવર–ગુપ્તિ વગેરેથી આશ્રવના નિરોધરૂપ ૬, નિર્જરા-વિપાકથી (ભોગવવાથી) અથવા તપ વડે દેશથી કર્મોનું ખપાવવું ૭, બંધ–આશ્રવો વડે આવેલ કર્મનું આત્મા સાથે સંયોગ–એકત્રતા ૮, મોક્ષ–સમગ્ર કર્મના ક્ષયથી આત્માનું પોતાના આત્મામાં જ સ્થિર થવું ૯. શંકા-જીવ અને અજીવથી જુદા પુણ્ય વગેરે (પદાર્થો) છે નહિ કેમ કે તેવી રીતે ઘટમાન નહિ હોવાથી. તે આ પ્રમાણે—પુણ્ય અને પાપ એ બન્ને કર્મ છે અને બંધ પણ તદાત્મક-કર્મસ્વરૂપ જ છે અને તે કર્મ, પુદ્ગલનો પરિણામ છે અને પુદ્ગલો તે અજીવો છે. આશ્રવ તો મિથ્યાદર્શનાદિરૂપ જીવોનો પરિણામ છે. આત્માને અને પુદ્ગલોને છોડીને એનાથી બીજો કોણ છે? સંવર પણ આશ્રવનિરોધલક્ષણ દેશ અને સર્વ ભેદરૂપ આત્માનો નિવૃત્તિપરિણામ છે. નિર્જરા તો કર્મના પરિશાટ (નાશ) રૂપ છે, જે પોતાની શક્તિ વડે જીવ અને કર્મોનું જુદાપણું સંપાદન કરે છે તદ્રુપ છે. અને મોક્ષ પણ સમસ્ત કર્મથી રહિત આત્મારૂપ છે તે કારણથી જીવ અને અજીવરૂપ એ બે સદ્ભાવ પદાર્થ છે એમ કહેવા યોગ્ય છે. આ હેતુથી જ આ સૂત્રમાં જ (બીજા સ્થાનમાં) કહ્યું છે કે—''નવસ્થિં ચ ાં તો તે સવ્વ ૩બડોયાર, તનહા-નીવ ક્વેય અનીવન્તેય'' [સૂત્ર ૭ ત્તિ] અર્થ-જે કાંઈ આ લોકમાં વિદ્યમાન પદાર્થ છે તે સર્વ દ્વિપદાવતાર છે અર્થાત્ બે પદમાં સમાય છે. તે આ પ્રમાણે—જીવ અને અજીવ જ.અહિં સમાધાન કહે છે—તમારું કથન સત્ય છે, પરંતુ જે આ જીવ અને અજીવ પદાર્થ જ સામાન્યથી બે પ્રકારે કહેલ છે તે જ અહિં વિશેષથી નવ પ્રકારે કહેલ છે કેમ કે વસ્તુનું સામાન્ય અને વિશેષાત્મકપણું છે તેમજ અહિં મોક્ષમાર્ગમાં શિષ્ય પ્રવર્તાવવા યોગ્ય છે, પરંતુ નામ માત્ર જ સંગ્રહવા યોગ્ય નથી. તે તો જ્યારે આવી રીતે (ગુરુ) કહે કે આ ચાર મુખ્ય તત્ત્વો સંસા૨ના કારણભૂત છે તથા સંવર અને નિર્જરા આ બે મોક્ષના કારણ છે ત્યારે (શિષ્ય), સંસારના કારણભૂત (ચાર તત્ત્વ) ના ત્યાગપૂર્વક ઇતરત્ર-સંવર, નિર્જરામાં પ્રવર્તે, પરંતુ અન્યથા નહિં. આ કારણથી છ તત્ત્વનું સ્થાપન છે મોક્ષનું મુખ્ય સાધન બતાવવા માટે. II૬૬૫
આ નવ પદાર્થમાં પ્રથમ જીવ પદાર્થ છે આ હેતુથી તેના ભેદ, ગતિ, આગતિ, અવગાહના, સંસાર નિવર્તન, અને રોગની ઉત્પત્તિના કારણને પ્રતિપાદન કરવા માટે 'નવવિદે’ત્યાવિ॰ પંદર સૂત્રને કહે છે. આ સુગમ છે. વિશેષ એ કે-જેણીમાં (જીવ) અવગાહે છે—રહે છે તે અવગાહના અર્થાત્ શરીર, 'વૃત્તિસુ વ' તિ॰ સાર પ્રત્યે અનુભવેલા, એમ બીજું પણ જાણવું.
||૬૬૬॥
1. વૈઘકશાસ્ત્રમાં પણ કહ્યું છે કે-અત્યંનુપાનાદ્વિષમાસનાત્ત્વ, સંધારા મૂત્રપુષિયોÆ । વિવારશયા નાારાન્ત રાત્રૌ, ષદ્ધિઃ પ્રારેઃ પ્રમનંતિ ો'' અર્થ-ઘણું પાણી પીવાથી ૧, વિષમાસને બેસવાથી ૨, મુત્ર અને ઝાડાને રોકવાથી ૩-૪, દિવસે સૂવાથી ૫, રાત્રે જાગવાથી ૬ આ છ પ્રકાર વડે રોગોની ઉત્પત્તિ થાય છે. ॥૧॥
2. પુણ્ય પ્રકૃતિ ૬૯ છે તેમાં ૧ સાતાવેદની, નરકાયુ છોડીને શેષ આયુ ૩, ઉચ્ચ ગોત્ર ૧ અને ૬૪ નામની અથવા પ્રકારાંતરે ૩૭ નામની ગણતાં ૪૨ પુણ્ય પ્રકૃતિ છે, પાપ પ્રકૃતિ ૪૭ ઘાતી ૧, અસાતા વેદની ૧, નરકાયુ ૧, નીચૈર્ગોત્ર અને ૩૯ નામની ગણતાં ૮૯ છે અથવા પ્રકારાંતરે નામની ૩૪ અને ઘાતી કર્મની ૪૫ ગણતાં ૮૨ પાપ પ્રકૃતિ થાય છે.
265