________________
९ स्थानकाध्ययने जिनान्तरं तत्त्वानिसर्वजीवाः रोगहेतवः ६६४ - ६६७ सूत्राणि
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ન કરે તો બ્રહ્મચર્યને બાધાનો સંભવ હોવાથી, આ જ હકીકત સુખે સમજાય તેટલા સારુ વ્યતિરેકથી કહે છે નો સ્ત્રીસંતતસેવી, નારી અને તિર્યંચણી વડે વ્યાપ્તને (તેઓ જ્યાં હોય તે સ્થાનને) સેવનાર હોય નહિ ‘એમ સંબંધ કરાય છે’ એવી રીતે ગાય વગેરે પશુ વડે વ્યાસને સેવે નહિ. કારણ ૧ પશુ વગેરેના સંસર્ગમાં તેનાથી કરાયેલ વિકારને જોવાથી મનનો વિકાર થાય એમ સંભવે છે. પંડકો-નપુંસકો, તેના સંસર્ગમાં સ્ત્રી સમાન દોષ પ્રસિદ્ધ જ છે આ એક ૧, ફક્ત એકલી સ્ત્રીઓની પાસે ધર્મદેશનાદિ લક્ષણ વાક્યના પ્રતિબંધરૂપ કથાને કહે નહિ1 અથવા ‘કર્ણાટી કર્ણાટક દેશની સ્ત્રી, રતિક્રિડામાં કુશલ હોય છે, લાટીલાટ દેશની સ્ત્રી, નિપુણ લોકોને પ્રિય હોય છે” ઇત્યાદિક અથવા પૂર્વે કહેલી જાતિ વગે૨ે ચાર પ્રકારની કથાને કહેનાર બ્રહ્મચારી હોય નહિ. આ બીજું ૨ 'નો ત્યિા' તિ॰ અહિં સૂત્ર દેખાય છે પરંતુ 'નો ત્યિાારૂં' તિ॰ સંભવે છે. કારણ? ઉત્તરાધ્યયન સૂત્રમાં તેમ કહેલું હોવાથી પ્રસંગના અનુસારીપણાથી આ સૂત્રની આ જ વ્યાખ્યા કરાય છે. જેઓને વિષે સ્ત્રીઓનું રહેવું છે તે સ્થાનો, નિષધા (બેઠક) રૂપ સ્ત્રીના સ્થાનોને બ્રહ્મચારી સેવનાર હોય નહિ. શો અર્થ છે? સ્ત્રીઓની સાથે એક આસને બેસે નહિ, સ્ત્રીઓ ઉડ્યે છતે પણ તે આસન પર મુહૂર્ત સુધી અવશ્ય બેસે નહિ. (પુસ્તકમાં) દેખાતા પાઠના સ્વીકારમાં તો આ પ્રમાણે વ્યાખ્યા કરાય છે, સ્ત્રીઓના સમુદાયનો સેવનાર હોય નહિ ૩, સ્ત્રીઓના નયન, નાસિકાદિ ઇંદ્રિયોને જોવા માત્રથી જ આકર્ષણ થાય છે તેથી મનોહર, તથા જોયા પછી ચિંતવન કર્યા છતા મનને આહ્લાદ ઉત્પન્ન કરે છે તેથી મનોરમ તેને જોઈને નિસ્ક્રૂર્વાંતા જોયા પછી અતિશય ચિંતવન કરનાર, જેમ-‘અહો! લોચનની સલાવણ્યતા, નાસિકાની દાંડીનું સરલતાપણું’ ઇત્યાદિ બ્રહ્મચારી હોતો નથી ૪, નો પ્રીતરસમોળી—ઝરતા સ્નેહ–ચીકાશના બિંદુવાળા રસને ભોગવવાવાળો હોતો નથી ૫, રૂક્ષ-લૂખા એવા પાણી અને ભોજનને પણ અતિમાત્ર, અધિક પ્રમાણને ભોગવવાવાળો હોય નહિ.’’ अद्धमसणस्स सव्वंजणस्स कुज्जा दवस्स दो भाए। वाऊपवियारणट्ठा, छब्भायं, ऊणयं कुज्जा ॥१॥
[વિઝ્ડ નિ॰ ૬૦ ત્તિ]
અહિં નિશ્ચયે ઉદ૨ને છ ભાગ વડે વહેંચવો, તેમાં અદ્ભુ–ત્રણ ભાગ વ્યંજન-શાક, છાસાદિ સહિત ચોખા મગ વગેરે અન્નના ક૨વા અને દ્રવ્ય પાણીના બે ભાગ કરવા અને એક ભાગ વાયુનો પ્રચાર થાય–ફરી શકે તેના માટે ઓછો ક૨વો અર્થાત્ ખાલી રાખવો. જો તેમ ન કરે તો વાયુનો રોધ થવાથી શરીરમાં રોગની ઉત્પત્તિ થાય. (૧)
એવી રીતે પ્રમાણના અતિક્રમ વડે આહાર કરનાર સર્વદા હોય નહિ. ઉત્સર્ગથી ખાદ્ય-સુખડી, મેવો વગેરે અને સ્વાદ્ય-લવિંગ, સોપારી, એલચી વગેરે એ બન્ને વસ્તુનું સાધુઓને અયોગ્યપણું હોવાથી પાણી અને ભોજનનું ગ્રહણ છે ૬, 'નો પૂર્વત’—ગૃહસ્થાવસ્થામાં સ્ત્રી સંબંધી સંભોગના અનુભવને સંભારે નહી તથા પૂર્વીડિત જુગારાદિ રમણલક્ષણ ક્રીડાને ચિંતવનાર હોય નહિ ૭, 'નો શબ્દાનુપાતી' તિ॰ મન્મન-મુણમુણ ભાષિતાદિ રાગના હેતુભૂત શબ્દને અનુસરે એવા સ્વભાવવાળો જે તે શબ્દાનુપાતી, એમ રૂપાનુપાતી, શ્લોકખ્યાતિને અનુસરે તે શ્લોકાનુપાતી, આ ત્રણ પદ વડે એક જ સ્થાનક છે, તેને અનુસરે નહિ ૮, 'નો સાત સૌરવ્યપ્રતિવદ્ધ' પુણ્યપ્રકૃતિરૂપ સાતાથી સૌખ્ય-ગંધ, રસ, સ્પર્શ લક્ષણ વિષય વડે પ્રાપ્ત · થવા યોગ્ય સુખ, તેમાં પ્રતિબદ્ધ–તત્પર બ્રહ્મચારી હોય નહિ. અહિં સાત શબ્દના ગ્રહણથી ઉપશમજન્ય સૌષ્યની પ્રતિબદ્ધતામાં નિષેધ નથી, ‘વા’ અને ‘અપિ’ શબ્દ સમુચ્ચય અર્થમાં છે ૯. કહેલ અર્થથી વિપરીત અગુપ્તિઓ પણ સમજવી. II૬૬૩।। કહેલ સ્વરૂપવાળું નવગુપ્તિયુક્ત બ્રહ્મચર્ય જિનેંદ્રોએ કહેલું છે માટે જિનના વિશેષોને પ્રકૃત અધ્યયનમાં અવતા૨વા વડે
કહે છે—
अभिनंदणाओ णं अरहातो सुमती अरहा नवहिं सागरोवमकोडीसयसहस्सेहिं वितिक्कंतेहिं समुप्पन्ने ॥ સૂ॰ ૬૬૪॥
• 1. नो स्त्रीणां केवलानामिति गम्यते कथां धर्मदेशनादिलक्षणवाक्यप्रतिबंध रूपां ।। श्री जंबुविजयजी संपादित स्थानांग भा०३ पृ. ७६६ 263