________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ८ स्थानकाध्ययने दर्शनानि उपमाद्धानेम्यन्तकृद्द भूमिः वीरराजर्षयः ६१८- ६२१ सूत्राणि अरहतो णं अरिट्ठनेमिस्स जाव अट्ठमातो पुरिसजुगातो जुगंतकर भूमी, दुवासपरियाते अंतमकासी ।। सू० ६२० ।। समणेणं भगवता महावीरेणं अट्ठ रायणो मुंडा भवेत्ता अगारातो अणगारितं पव्वावित्ता, तंजहा - वीरंगते वीरजसे, संजय एणिज्जते य रायरिसी । सेय सिवे उदायणे, [तह] संखे कासिवद्धणे ।। सू० ६२१ ।। (મૂળ) આઠ પ્રકારે દર્શન કહેલ છે, તે આ પ્રમાણે—સમ્યગ્દર્શન, મિથ્યાદર્શન, સમ્યગૂમિથ્યા-મિશ્રદર્શન, ચક્ષુ-દર્શન, અચક્ષુદર્શન,
અવધિદર્શન, કેવલદર્શન અને સ્વપ્ન દર્શન. ॥૬૧૮।।
આઠ પ્રકારે અધૌપમ્ય–ઉપમા વડે પ્રધાનકાલ કહેલ છે, તે આ પ્રમાણે—પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી, અવસર્પિણી, પુદ્ગલપરાવર્ત્ત, અતીતકાલ, અનાગતકાલ અને સર્વકાલ. ॥૬૧૯॥
અરહંત અરિષ્ટનેમિના યાવત્ આઠમા પુરુષયુગ પર્યંત યુગાંતકર ભૂમિ-નેમિનાથથી આઠમા પટ્ટધર સુધી યાવત્ સિદ્ધ થયા તથા નેમિનાથને કેવલજ્ઞાન ઉપન્યા પછી બે વર્ષ પર્યાય (કાલ) ગયે છતે સાધુઓ મોક્ષે ગયા પરંતુ તેથી અગાઉ નહિ આ પર્યાયાંતકર ભૂમિ કહેવાય છે. ૬૨૦
શ્રમણ ભગવાન્ મહાવીરસ્વામી, આઠ રાજાઓને મુંડ કરાવીને–લોચ કરાવીને, ગૃહવાસથી છોડાવીને અણગારપણાને ગ્રહણ કરાવ્યા–સાધુ બનાવ્યા તે આ પ્રમાણે—વીરાંગક, વીરયશા, સંજય, ઐણેયક નામા રાજર્ષી, શ્વેત, શિવ, ઉદાયન અને કાશીદેશની વૃદ્ધિ કરનારો શંખરાજા. II૬૨૧॥
(ટી૦) 'અવિષે સળે' રૂત્યાવિ॰ સુગમ છે. માત્ર સ્વપ્નદર્શનનો અચક્ષુદર્શનમાં અંતર્ભાવ છતે પણ સુપ્ત અવસ્થારૂપ ઉપાધિથી જુદો ગણેલ છે. II૬૧૮
સમ્યગ્દર્શનાદિની સ્થિતિનું પ્રમાણ ઉપમાયોગ્ય અહ્વા (કાલ) વડે થાય છે માટે તેનું નિરૂપણ કરતા થકા સૂત્રકાર કહે છે—'અદૃવિષે અદ્ધોમિ' ઇત્યાદિ સુગમ છે. વિશેષ એ કે-ઉપમાન યોગ્ય તે ઉપમા-પલ્ય, સાંગરરૂપ, તત્પ્રધાન અદ્ધાકાલ તે અઢૌપમ્ય, રાજદંતાદિ (ગણ) જોવાથી (આ પ્રયોગ છે) પલ્ય વડે પરિમાણથી ઉપમા છે જે કાલમાં તે પલ્યોપમ. રૂઢિથી નપુંસકલિંગતા છે. એવી રીતે સાગરોપમ છે. અવસર્પિણી વગેરેનું તો સાગરોપમ વડે નિષ્પક્ષપણું હાઁવાથી ઉપમાકાલપણું વિચારવું. સમયાદિથી માંડીને શીર્ષપ્રહેલિકા પર્યંત તો ઉપમા રહિત ગણત્રી કાલ છે. II૬૧૯।।
તે
કાલના અધિકારથી જ આ બીજું સૂત્ર કહે છે—'ઞરહો ત્યાદ્રિ, નાવ અટ્ટમા' ત્તિ અષ્ટમ પુરુષયુગ-અષ્ટ પુરુષ કાલપર્યંત યુગાંતકર ભૂમિ અર્થાત્ પુરુષલક્ષણ યુગની અપેક્ષાએ અંતકર-ભવનો ક્ષય કરવાવાળાઓની ભૂમિ-કાલરૂપ હતી. તાત્પર્ય આ છે કે–નેમિનાથ પ્રભુના શિષ્ય પ્રશિષ્યના ક્રમથી અષ્ટ પુરુષ (પાટ) સુધી મોક્ષમાં ગયા, ત્યાર પછી નહિ તથા પર્યાયની અપેક્ષાએ અંતકર ભૂમિ પ્રસંગથી કહેવાય છે—'તુવાસ' ત્તિ॰ બે વર્ષ પ્રમાણ કેવલીપર્યાય નેમિનાથનો થયે છતે સાધુઓએ ભવનો અંત કર્યો, (એમના તીર્થમાં મોક્ષમાર્ગ ત્યારથી શરૂ થયો). II૬૨૦
તીર્થંકરની વક્તવ્યતાના અધિકારથી જ આ સૂત્રને કહે છે—'સમો' મિત્યા॰િ સુગમ છે. વિશેષ એ કે—'વિત્ત' ત્તિ અંતર્ભૂતકારિત અર્થ હોવાથી મુંડ કરાવીને એમ જાણવું. 'વીર' ત્યાવિ॰ 'તહ સંàાસિતવદ્ધા' એવી રીતે ચતુર્થ ચરણ હોતે છતે ગાથા થાય છે, પરંતુ પુસ્તકોમાં તેમ દેખાતું નથી. આ રાજાઓ જેમ દીક્ષિત કરાયા તેમ કહેવાય છે તેમાં વીરાંગક ૧, વીરયશા ૨ અને સંજય ૩ પ્રસિદ્ધ છે. ઐણેયક ગોત્રથી છે, તે રાજા કેતકાર્દ્ર દેશની શ્વેતંબીનગરીના પ્રદેશી નામના શ્રાવક રાજાનો નિજક (ગોત્રીય) કોઈક રાજર્ષિ છે ૪, તથા 'સેવૅ'—શ્વેત, આમલકલ્પા નગરીનો સ્વામી, જે નગરીમાં સૂર્યકાભ (સૂરિયાભ) નામા દેવ, સૌધર્મ દેવલોકથી ભગવાન મહાવીરને વંદન કરવા માટે આવ્યો હતો, અને નાટ્યનો વિધિ બતાવ્યો હતો અને જ્યાં પ્રદેશી રાજાનું ચરિત્ર ભગવાને પ્રતિપાદન કર્યું હતું પ, તથા શિવ, હસ્તિનાગપુરનો રાજા હતો, જેણે એકદા વિચાર્યું કે—હું જે દ૨૨ોજ હિરણ્યાદિથી વૃદ્ધિને પામું છું તે પૂર્વે કરેલ કર્મોનું ફલ છે આથી હમણાં પણ શુભ કર્મો ક૨વા માટે પ્રબલ પ્રવૃત્તિ કરું. ત્યારપછી રાજ્યમાં પુત્રને સ્થાપીને, અખિલ ઉચિત કર્તવ્ય કરીને, દિક્પોક્ષિત-ચારે દિશા તરફ ક્રમશઃ
238