________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ८ स्थानकाध्ययने अग्रमहिष्याद्या मूलाद्या चतुरक्षसंयमेतरी सूक्ष्माणि सुर्यपशआद्या पार्श्वगणिनः ६१२-६१७ सूत्राणि
ચંદ્ર, સૂર્ય, શુક્ર, બુધ, બૃહસ્પતિ (ગુરુ), અંગારક (મંગલ), શનૈશ્વર અને કેતુ ૫. //૬૧૨/ આઠ પ્રકારના તૃણ–બાદરવનસ્પતિકાયિકો કહેલા છે, તે આ પ્રમાણે—જમીનની અંદર ચારે દિશામાં ફેલાયેલું તે મૂલ ૧, સ્કંધની નીચેનો ભાગ-થડ તે કંદ, થડના ઉપરનો ભાગ-જેમાંથી શાખા ફૂટે છે તે સ્કંધ ૩, ત્વચા-છાલ ૪, શાખા (ડાળીઓ) ૫, પ્રવાલ-અંકુરાઓ ૬, પાંદડા ૭ અને ફૂલ ૮. //૬૧૩/l ચૌરિદ્રિય જીવો પ્રત્યે નહિ હણનારને આઠ પ્રકારે સંયમ થાય છે, તે આ પ્રમાણે–ચક્ષુમય સૌખ્યથી દૂર કરનાર થતો નથી અને ચક્ષમય દુઃખ વડે જોડનાર થતો નથી એવી રીતે યાવતું (બ્રાણ, રસનો સ્પર્શમય સૌપ્યથી દૂર કરનાર થતો નથી તેમજ યાવતું (ઘાણ, રસન અને) સ્પર્શમય દુ:ખ વડે સંયોગ કરનાર થતો નથી. ચઉરિંદ્રિય જીવો પ્રત્યે હણનારને આઠ પ્રકારે અસંયમ થાય છે, તે આ પ્રમાણે–ચક્ષુમય સૌખ્યથી દૂર કરનાર થાય છે, ચક્ષુય દુઃખ વડે સંયોગ કરનાર થાય છે એવી રીતે યાવતુ સ્પર્શમય સૌષ્યથી દૂર કરનાર થાય છે અને સ્પર્શમય દુઃખ વડે સંયોગ કરનાર થાય છે. //૬ ૧૪ll. આઠ સૂક્ષ્મો–અતિ ઝીણા, અલ્પ સ્થાનમાં રહેવાવાળા કહેલા છે, તે આ પ્રમાણે–પ્રાણસુક્ષ્મ-ઉદ્ધરી ન શકાય એવા ઝીણા કુંથુઆઓ ૧, પનકસૂક્ષ્મ-પાંચ વર્ણવાળી ફુગ (લીલફૂલ) પ્રાયઃ વર્ષાઋતુમાં થાય છે , બીજસૂક્ષ્મ-શાલિ વગેરેના બીજના અગ્રભાગમાં જે કણિકા રહે છે તે-તુષમુખ ૩, હરિતસૂક્ષ્મ-તત્કાલ ઉત્પન્ન થયેલી પૃથ્વીના જેવા વર્ણવાળી હરી (લીલી) વનસ્પતિ ૪, પુષ્પસૂક્ષ્મ-વડ, ઉંબર વગેરેના પુષ્પો પ, અંડસૂક્ષ્મ-માખી, કીડી વગેરેના ઇંડા ૬, લયનસૂક્ષ્મ-કીડી વગેરેના સૂક્ષ્મ નાગરા વગેરે સ્થાનો ૭, સ્નેહસૂક્ષ્મઝાકળ, હિમ, ઘૂમર, કરા અને કુશાગ્રમાં રહેલ જલબિંદુ વગેરે ૮. //૬૧૫// ચાતુરંગ ચક્રવર્તી ભરત રાજાના આઠ પુરુષ યુગો-આઠ પાટ સુધી આંતરા રહિત-સિદ્ધ થયા યાવત્ સર્વ દુઃખથી રહિત થયા અર્થાત્ ભરતની માફક આરીસાભુવનમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને વાવત્ મોક્ષે ગયા, તે આ પ્રમાણે– આદિત્યયશા ૧, મહાયશા ર, અતિઅલ ૩, મહાબલ ૪, તેજોવીર્ય પ, કાર્તવીર્ય ૬, દંડવીર્ય ૭ અને જલવીર્ય ૮. //૬૧૬/l. પુરુષોમાં આદય નામવાળા પાર્શ્વનાથ અરહંતના આઠ ગણ-એક સામાચારી અને વાચનાવાળા સાધુઓના સમુદાય તથા આઠ ગણધરો હતા, તે આ પ્રમાણે—શુભ, આર્યધોષ, વશિષ્ટ, બ્રહ્મચારી, સોમ, શ્રીધર, વીર્ય અને ભદ્રયશા. યદ્યપિ આવશ્યકમાં દશ ગણધરો કહેલા છે, તથાપિ બે અલ્પાયુષ્યવાળા હોવાથી તેની અવિવક્ષા છે. કલ્પસૂત્રમાં પણ
આઠ કહેલ છે. //૬૧૭l (ટી.) 'સસે' ત્યાર સૂત્રપંચક સુગમ છે. વિશેષ એ કે--મહાનું અર્થ અને અનર્થના સાધક હોવાથી આઠ મહાગ્રહો કહેલા છે. ||૬૧૨ા.
મહાગ્રહો, મનુષ્ય તથા તિર્યંચોને ઉપઘાત અને અનુગ્રહના કરનારા છે [નિમિત્તમાત્ર છે] અને મનુષ્ય, તિર્યંચો બાદર વનસ્પતિને ઉપઘાતાદિ કરવાપણાને લઈને બાદરવનસ્પતિ પ્રત્યે કહે છે—'કવિ' ત્યાદિ સુગમ છે. વિશેષ એ કે'તાવીસ' રિ૦ બાદર વનસ્પતિ. કદ-કંધના નીચે રહેલ છે તે સ્કંધ થડ એમ પ્રતીત છે. ત્વક્રછાલ, શાલા-શાખા, પ્રવાલ-અંકુર, પત્ર અને પુષ્પ પ્રતીત છે. //૬૧૩
એને આશ્રયીને રહેલા ચતુરિંદ્રિયાદિ જીવો હોય છે, માટે ચતુરિંદ્રિયને આશ્રયીને સંયમ તથા અસંયમરૂપ સૂત્ર છે તે પૂર્વની જેમ જાણવા. ll૧૧૪
સૂક્ષ્મોને આશ્રયીને પણ સંયમ અને અસંયમ છે માટે સૂમોને કહે છે. 'બટ્ટ સુહુને ત્યા૦િ સૂક્ષ્મો-ક્લક્ષણઅલ્પપણાથી અને અલ્પ આધારપણાને લઈને સૂક્ષ્મ કહેવાય છે તેમાં પ્રાણસૂક્ષ્મ-નહિ ઉદ્ધરી શકાય એવા કુંથુઆઓ તે
236