________________
८ स्थानकाध्ययने समुद्दघाताः ६५२ सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ' નેમિનાથના આ શિષ્યોના મધ્યે કોઈક કેવલી થઈને વેદનીય કર્મની સ્થિતિઓને આયુષ્ય કર્મની સ્થિતિ સાથે સમાન કરવા માટે કેવલીસમુદ્ધાત કરેલ છે માટે સમુદ્ધાતને કહે છે– असमतिए केवलिसमुग्घाते पन्नत्ते, तंजहा-पढमे समए दंडं करेति, बीए समते कवाडं करेति, ततिए समते मंथं करेति, चउत्थे समते लोगं परेति, पंचमे समते लोगं पडिसाहरति, छटे समते मंथं पडिसाहरति, सत्तमे समते कवाडं पडिसाहरति, अट्ठमे समते दंडं पडिसाहरति । सू० ६५२।। (મૂળ) આઠ સમયનો કેવલી સમુદ્દાત કહેલ છે, તે આ પ્રમાણે–પ્રથમ સમયમાં પોતાના દેહ પ્રમાણે પહોળો, અને ઊંચે
નીચે લાંબો ચૌદ રાજલોકપ્રમાણ દંડને કરે છે. બીજે સમયે તે જ દંડને પૂર્વ અને પશ્ચિમ દિશામાં વિસ્તારીને બન્ને ' પડખે લોકના અંત સુધી કપાટને કરે છે. ત્રીજે સમયે દક્ષિણ અને ઉત્તરમાં લોકાંત સુધી વિસ્તારીને મંથાન કરે છે,
ચોથે સમયે આંતરાને પૂરવાથી સમગ્ર લોકને પૂરે છે, પાંચમે સમયે આંતરાને સંહરે છે, છક્કે સમયે મંથાનને સંહરે છે,
સાતમે સમયે કપાટને સંહરે છે અને આઠમે સમયે દંડને સહરે છે. //૬પ૨ // (ટી.) 'બટ્ટે' ત્યાદિ ત્યાં સમુદ્ધાતને પ્રારંભનાર પ્રથમ અવશ્ય આવર્જીકરણને કરે છે અર્થાત્ અંતર્મુહૂર્તપ્રમાણ, ઉદયાવલીમાં નહિ આવેલ કર્મોને ઉદયાવલીમાં પ્રક્ષેપવારૂપ વ્યાપાર-પ્રયોગને કરે છે. ત્યારપછી સમુદ્ધાતને પામે છે–કરે છે તેમાં પ્રથમ સમયને વિષે પોતાના દેહ પ્રમાણે પહોળો અને ઊંચે, નીચે. લાંબો બન્ને તરફ લોકાંત સુધી જવાવાળો જીવના પ્રદેશોના સમહરૂપ દંડની જેમ દંડને કેવલી જ્ઞાનના ઉપયોગથી કરે છે. બીજે સમયે તો તે જ દંડને પૂર્વ અને પશ્ચિમ એ બે દિશામાં
લાવવાથી બન્ને પડખે લૌકાંતગામી કપાટની જેમ કપાટને કરે છે. તૃતીય સમયે તે જ દંડને દક્ષિણ અને ઉત્તર એ બે દિશામાં અસારવા મંથાનને કરે છે. તે લોકાંત સુધી પહોંચનારો જ હોય છે. એ પ્રમાણે કરવાથી પ્રાયઃ લોકને બહુ પૂરેલું હોય છે પરંતુ મંથાનના આંતરાઓ પૂરેલા હોતા નથી, કેમ કે જીવના પ્રદેશોનું સમશ્રેણીએ ગમન હોવાથી ચતુર્થ સમયે મંથાનના આંતરાઓને પણ સમસ્ત લોકના નિકૂટોની સાથે પૂરે છે તેથી સમસ્ત લોક પૂરાયેલ થાય છે. ત્યારપછી જ પાંચમે સમયે યથોક્ત પ્રતિલોમઊલટા ક્રમ વડે મંથાનના આંતરાઓને સંહરે છે, કર્મ સહિત જીવના પ્રદેશોને સંકોચે છે, છકે સમયે મંથાનને સંહરે છે, ઘનતરઅતિશય સંકોચથી, સાતમે સમયે કપાટને સંહરે છે, દંડની અંદર સંકોચ કરવાથી અમે સમયે દંડને સંહરીને શરીરમાં રહેલ જ (પૂર્વની જેમ) થાય છે. તત્ર ૨. औदारिकप्रयोक्ता प्रथमाष्टसमययोरसाविष्टः । मिश्रौदारिकयोक्ता सप्तम-षष्ठ-द्वितीयेषु ।।५६।। ... कार्मणशरीरयोगी चतुर्थके पञ्चमे तृतीये च । समयत्रये च तस्मिन् भवत्यनाराहको नियमाद् ।।५।।
[પ્રશમ ર૭૬-૨૭૭ ઉત્ત] પહેલા અને આઠમા સમયમાં ઔદારિકના પ્રયોગવાળો આ હોય છે, બીજા, છઠ્ઠા અને સાતમા સમયમાં ઔદારિકમિશ્ર યોગવાળા હોય છે. (૫૬) અને ત્રીજા ચોથા તથા પાંચમા સમયમાં કામણ શરીરના યોગવાળો હોય છે. પૂર્વોક્ત અષ્ટસમયના સમુદ્ધાતમાં નિયમથી ત્રણ સમયને વિષે (૩-૪-૫ સમયે) અનાહારક હોય છે. (૫૭).
- વચન અને મનોયોગના પ્રયોગથી તો રહિત હોય છે કેમ કે પ્રયોજનનો અભાવ છે. આથી કહેલું છે કે આઠ સમયો છે જેમાં તે અષ્ટ સમય, તે જ અષ્ટ સામયિક, કેવલીનો સમુધાત તે કેવલીસમુદ્ધાત પરંતુ શેષ નહિ. //૬પરા
અનંતર કેવલીઓના સમુદ્યાત સંબંધી વધ્યતા કહી, હવે ગુણવાનું અકેવલીઓને દેવપણું પ્રાપ્ત થાય છે માટે દેવના અવિકારવાળા સમસ્તે' ત્યાર સૂત્રપંચકને કહે છે – 1. આવર્જીકરણ તો બધાય કેવલીઓ અવશ્ય કરે અને કેવલી સમુદઘાત તો આયુષ્યથી બીજા કર્મો અધિક હોય તે કરે અને બીજાં ન પણ ' કરે. 2. શેષ છ છબસ્થ સમુદઘાત તો અંતર્મુહૂર્તકાલના છે.
257