________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
८ स्थानकाध्ययने अक्रियावादिनः ६०७ सूत्रम् समुच्छेदवाती ६, णितावाती ६, ण संति परलोगवाती ८ ।। सू० ६०७।। (મૂ૦) આઠ અક્રિયાવાદી–વસ્તુના સ્વરૂપને અયથાર્થપણે પ્રકાશનારા કહેલા છે, તે આ પ્રમાણે—એકવાદી–સમસ્ત વિશ્વમાં
વ્યાપી રહેલ એક જ આત્મા છે એમ કહે છે ૧. અનેકવાદી–બધાય ભાવોને પરસ્પર ભિન્ન એકાંતે માને છે , મિતવાદી અનંતાનંત જીવો છતાં અમુક સંખ્યાવાળા જીવો છે વગેરે પરિમિતપણે માને છે ૩, નિર્મિતવાદી–આ જગતું, ઈશ્વર, બ્રહ્મ અથવા પુરુષ વડે કરાયેલ છે એમ માને છે. ૪, સાતવાદી-સુખે રહેવું, મોજમજા કરવી, પરંતુ દુ:ખરૂપ તપનિયમાદિને આચરવું નહિ એમ માને છે પ, સમુચ્છેદવાદી-પ્રતિક્ષણે દરેક વસ્તુ નાશ પામે છે એમ માને છે અર્થાત ક્ષણિકવાદી ૬, નિત્યવાદી-બધીય વસ્તુઓ ઉત્પાદ અને વિનાશ રહિત નિત્ય-સ્વરૂપ છે એમ માને છે. ૭,
ન સંતિ પરલોકવાદી-મોક્ષ અને પરલોક નથી એમ માને છે ૮. //૬૦૭ll (ટી) "અટ્ટ જિરિ’ ત્યાદ્રિ ક્રિયા-અસ્તિ (છે) એવા રૂપવાળી સમસ્ત પદાર્થના સમૂહમાં વ્યાપનારી, તે જ અયથાર્થ વસ્તુના વિષયપણાએ કરી કુત્સિતા (નિંદિતા) તે અક્રિયા નમ:' શબ્દ ઉત્સા અર્થમાં છે. તે અક્રિયાને જેઓ બોલે છે એવા સ્વભાવવાળા તે અક્રિયાવાદીઓ. યથાવસ્થિત વસ્તુ તો અનેકાંતાત્મક નથી પરંતુ એકાંતાત્મક જ છે. એ પ્રમાણે સ્વીકારવાવાળા અર્થાત્ નાસ્તિકો એ રીતે બોલનારા હોવાથી તેઓ પરલોકસાધક ક્રિયાને પણ પરમાર્થથી કહેતા નથી. તેઓના મતમાં • • વસ્તુઓનો સદુભાવ છતે પણ પરલોકને સાધક ક્રિયાના અયોગથી તેઓ અક્રિયાવાદીઓ જ છે. તે વાદીઓમાં એક જ આત્માદિ પદાર્થ છે એમ બોલે છે તે એકવાદી. અહિં દીર્ઘપણું તો પ્રાકૃતપણાને અંગે છે. એ મતને અનુસરનારાઓએ કહ્યું છે.
एक एव हि भूतात्मा, भूते भूते व्यवस्थितः । एकधा बहुधा चैव दृश्यते जलचन्द्रवत् ॥१८॥
એક જ ભૂતરૂપ આત્મા, પ્રત્યેક પ્રત્યેક ભૂત-જીવમાં વ્યવસ્થિત રહેલ છે પરંતુ એક પ્રકારે અને અનેક પ્રકારે જલચંદ્રની જેમ દેખાય છે અર્થાતુ જેમ એક ચંદ્ર છતાં જલમાં તેના પ્રતિબિંબો પડવાથી અનેક ચંદ્ર દેખાય છે. (૧૮) (૧) બીજો એક વાદી તો આત્મા જ છે પરંતુ બીજો કોઈ પદાર્થ નથી એમ સ્વીકારનારો છે. તદુતમ્'पुरुष एवेदं ग्निं सर्वं यद्भूतं यच्च भाव्यम् । उतामृतत्वस्येशानो यदन्नेनाति रोहति ।।१९।।
[शुक्ल यजु० ३१।२ द्वादशारे नय चक्रे पू० १३६ पं ८ त्ति] यदेजति यन्नेजति यह्रे यदु अन्तिके। यदन्तरस्य सर्वस्य यदु सर्वस्यास्य बाह्यतः ॥२०॥ [ईशावास्य० ५ त्ति].
પુરુષ જ આ અગ્નિ છે જે સર્વ થયેલ અને થશે અથવા અમરપણાનો નાયક છે જે અન્ન વડે વૃદ્ધિ પામે છે, જે કંપે છે, જે નથી કંપતો, જે દૂરે, એ સમીપમાં જે અંતરના અને સર્વ આના બાહ્યથી. (૧૯-૨૦) ઇતિ તથા વળી બીજા વાદીઓ કહે છે કેनित्यज्ञानविवायं क्षिति तेजो जलादिकः । आत्मा तदात्मकश्चेति सङ्गिरन्ते परे पुनः ।।२१।।
હમેશાં જ્ઞાનથી યુક્ત, પૃથ્વી, તેજ, જલ વગેરેવાળો આ આત્મા તદાત્મકજ છે એ પ્રમાણે એકપણું કહે છે. (૨૧) વળી શબ્દાદ્વૈત (એક) વાદીઓ તો આ બધુંય વિશ્વ, શબ્દાત્મક છે, એવી રીતે એકત્વને માને છે. કહ્યું છે કે
अनादि निधनं ब्रह्म शब्दतत्त्वं यदक्षरम् । विवर्तेऽर्थभावेन प्रक्रिया जगतो यतः ॥२२॥ [वाक्य प० ११ त्ति] .
શબ્દ તત્ત્વરૂપ જે અક્ષર, અર્થભાવ વડે વર્તે છે તે અનાદિ અનંત બ્રહ્મ છે જેથી આ જગતની પ્રક્રિયા છે (૨૨) અથવા સામાન્ય વાદી બધુંય એક જ સ્વીકારે છે, કેમ કે સામાન્યનું એકપણું છે, એવી રીતે અનેક પ્રકારે એકવાદી છે એનું અક્રિયાવાદીપણું તો તેનાથી અન્ય સભૂત-રહેલા છતાં ભાવોને ‘નાસ્તિ'—નથી એમ પ્રતિપાદન કરવાથી અને યુક્તિઓ
1. અનેકપણારૂપ છતા ભાવોનો નિષેધ અને એકાંતે એકપણારૂપ અયુક્તપણાનો સ્વીકાર કરવાથી એમને અક્રિયાવાદી કહ્યા. .
228