________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
७ स्थानकाध्ययने वचनानि विनयः ५८४-५८५ सूत्रे હેતુથી ગુરુ વગેરેનો વિનય કરવો ૪, આર્ત-દુઃખથી પીડાએલનો વિનય કરવો ૬, સર્વ અર્થને વિષે અપ્રતિલોભતા
બધાય પ્રયોજનને વિષે અનુકૂલતાએ પ્રવર્તવું. //૫૮૫// (ટી) સત્તવ' ત્યાર સાત પ્રકારે વચન-ભાષણનો વિકલ્પ-ભેદ તે વચનવિકલ્પ કહેલ છે, તે આ પ્રમાણે–આવું સ્ટોક અર્થપણાથી થોડું બોલવું તે આલાપ ૧, નગ્નઃ કુત્સાર્થપણાથી “અશીલા” ઇત્યાદિની જેમ કુત્સિત (નિંદિત) આલાપ તે અનાલાપ ૨. ઉલ્લાપ-કાકુ (ઉક્તિ) વડે વર્ણન કરવું–' વનમુનાપ' આ વચનથી ૩. તે જ કુત્સિત વર્ણન અનુલાપ, કોઈક પ્રતિમાં વળી અનુલાપ એવો પાઠ છે. તેમાં અનુલાપ-ફરી ફરીને બોલવું 'મનુનાપો મૂષા '' [કમરપ૦ ૨૬ ત્તિ] આ વચનથી ૪, સંલ્લાપ-પરસ્પર બોલવું 'સંતાપો માપvi મિથઃ'' [કમરકોષ૦ ૨૬ ]િ આ વચનથી પ, પ્રલાપનિરર્થક વચન ''પ્રતાપો નર્થ વવઃ [સમોષ૦ ૨૫' આ વચનથી ૬. તેજ વિવિધ વચનરૂપ વિપ્રલાપ છે. પ૮૪ો.
આ વચનના વિકલ્પોની મધ્યે કેટલાએક વિકલ્પો, વિનય અર્થવાળા પણ થાય માટે વિનયના ભેદને પ્રતિપાદન કરવા માટે કહે છે—'સત્તવિ' ત્યાદ્રિ સાત પ્રકારે, જેના વડે આઠ પ્રકારનું કર્મ દૂર કરાય છે તે વિનય કહેલ છે, તે આં પ્રમાણેજ્ઞાન-અભિનિબોધિક-મતિ વગેરે પાંચ પ્રકારે કહેલ છે તે જ વિનય તે જ્ઞાનવિનય, અથવા જ્ઞાનનો વિનય-ભક્તિ વગેરેનું કરવું તે જ્ઞાનવિનય. કહ્યું છે કે
1भत्ती १ तह बहुमाणो २, तद्दिद्वत्थाण सम्म भावणया ३ । विहिगहण ४ ब्भासो वि य ५, एसो विणओ जिणाभिहिओ ।।७३।।
ભક્તિ-બાહ્યઉપચારરૂપ ૧, બહુમાન–અંતરંગનો પ્રેમ ૨, જ્ઞાન વડે જાણેલ પદાર્થની સમ્યમ્ભાવના-વિચારણા ૩, વિધિપૂર્વક ગ્રહણ ૪, અને વારંવાર અભ્યાસ કરવો ૫, આ પાંચ પ્રકારે જ્ઞાનનો વિનય જિનેંદ્રોએ કહેલ છે. (૭૩)
દર્શન-સમ્યક્ત, તે જ વિનય તે દર્શનવિનય અથવા દર્શનનો. દર્શનથી અભિન્ન હોવાથી દર્શની-સમ્યત્વગુણ વડે અધિક પુરુષોની શુશ્રુષણા-સેવા અને અનાશાતનારૂપ વિનય તે દર્શનવિનય. કહ્યું છે કે
सुस्सूसणा अणासायणा य विणओ उ दंसणे दुविहो । दंसणगुणाहिएसुं, कज्जइ सुस्सूसणाविणओ ॥७४।।
શુશ્રુષણા અને અનાશાતના રૂપ દર્શન વિનય બે પ્રકારે છે. તેમાં દર્શન ગુણાધિકનો શુશ્રુષણા આદિ વિનય કરવો જોઈએ. (૭૪)
શુશ્રુષણા વિનય દશ પ્રકારે છે, તે બતાવે છે– सक्कार १ ब्भुट्ठाणे २, सम्माणा ३ सणअभिग्गहो तह य ४ । आसणमणुप्पयाणं ५, कीकम्मं ६, अंजलिगहो य ७ ।।५।। इंतस्सऽणुगच्छणया ८, ठियस्स तह पज्जुवासणा भणिया ९ । गच्छंताणुव्वयणं १०, एसो सुस्सूसणाविणओ ।।६।।
સ્તવન વંદનાદિ વડે સત્કાર ૧, વિનયને યોગ્ય પુરુષોને જોઈને આસનથી ઉઠવું તે અભુત્થાન ૨, વસ્ત્રપાત્રાદિ વડે પૂજા કરવી તે સન્માન ૩, આસનાભિગ્રહ-વળી બેઠા પછી આદરપૂર્વક આસનને લાવીને “અહિં બેસો’ એમ નિમંત્રણ કરવું ૪, આસનાનપ્રદાન-આસનને એક સ્થાનથી બીજા સ્થાનમાં લઈ જવું પ, કુતિકર્મ–દ્વાદશાવર્ત વંદન કરવું ૬, શેષ પ્રગટ છે, (તે આ) અંજલિગ્રહ–હસ્તાંજલિનું જોડવું ૭. આવતાની સન્મુખ જવું ૮, બેઠેલાની પર્યાપાસના-વિશેષ સેવા કરવી ૯, અને જતાંની પાછળ મૂકવા જવું. ૧૦ આ દશ પ્રકારે શુભૂષણા વિનય છે. (૭૫-૭૬)
| ઉચિત ક્રિયારૂપ આ દર્શનમાં કૃષણા વિનય છે અને અનાશતાના વિનય તો અનુચિત ક્રિયાની નિવૃત્તિ (ત્યાગ) રૂપ1. વિનયના અર્થવાળી સર્વે ગાથાઓ શ્રી હરિભદ્રસૂરિ કૃત દશવૈકાલિકની ટીકાની છે.
200