________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
८ स्थानकाध्ययने आलोचकेतरगुणदोषाः ५९७ सूत्रम् વળી જે ત્યાં તેની બાહ્ય પર્ષદા-દાસાદિ, અને અત્યંતર પર્ષદા-પુત્રકલત્રાદિ, પરિવાર હોય છે તે તેનો આદર કરતા નથી, અને તેને સ્વામી તરીકે સ્વીકારતા નથી. મોટા પુરુષને યોગ્ય આસન વડે નિમંત્રણ કરતા નથી. ભાષાને પણ બોલતા એવા તેનો યાવત્ ચાર પાંચ જણા નિષેધ કરવા માટે નહિ કહ્યા છતાં પણ ઊઠે છે, તે એમ કહે છે કેઆર્ય પુત્ર! તું વિશેષ બોલ નહિ અર્થાત્ છાનો રહે. માયાવી, માયાને કરીને તેને આલોચીને પ્રતિક્રમીને, કાલને અવસરે કાલ-મરણ પામીને અન્યતર દેવલોકને વિષે દેવપણે ઉત્પન્ન થાય છે, તે આ પ્રમાણે–મહર્તિકદેવોને વિષે વાવતુ ઘણા કાળની સ્થિતિવાળો દેવ થાય છે. કેવા પ્રકારનો થાય તે બતાવે છે-હાર વડે શોભિત વક્ષસ્થલ (હૃદય) વાળો, કડા અને કુટિત-બાજુબંધ વડે ચંભિત ભુજાવાળો, અંગદ (બાંહ્યનું આભરણ) ને ધારણ કરનારો, કુંડલ વડે ઘસાયેલ કપોલ (ગાલ) તલ કર્ણપીઠ-કાનનો પાછલો ભાગ જેનો એવો, વિચિત્ર અંગુઠી (વીટી) વગેરે હાથના આભરણવાળો, વિચિત્ર પ્રકારના વસ્ત્રના અલંકારવાળો, વિચિત્ર પ્રકારના પુષ્પોની શ્રેષ્ઠ માળાવાળો, કલ્યાણક-માંગલ્યપ્રધાન વસ્ત્રો પહેરનારો, કલ્યાણકપ્રવર સુગંધ તથા માલ્ય-પુષ્પ, ચંદનાદિ વિલેપનને ધરનારો, દેદીપ્યમાન શરીરવાળો, લંબાયમાન વનમાળા નામના આભૂષણને ધરનારો, દિવ્ય-શ્રેષ્ઠ વર્ણ વડે, દિવ્ય ગંધ વડે, દિવ્ય રસ વડે, દિવ્ય સ્પર્શ વડે, દિવ્ય-વજ ઋષભનારાંચનામા (શક્તિવિશેષ) 'સંહનન વડે, દિવ્ય સમચતુરસ સંસ્થાન વડે, દિવ્ય વિમાનાદિ ઋદ્ધિ વડે, દિવ્ય યુક્તિ વડે, દિવ્ય પ્રભાવ વડે, દિવ્ય છાયા-પ્રતિબિંબ વડે, દિવ્ય અર્ચા-શરીરથી નીકળેલ તેજની જવાલા વડે, દિવ્ય શારીરિક તેજ વડે, દિવ્ય અંત:કરણવૃત્તિરૂપ લેશ્યા વડે, દશ દિશાઓને વિષે સ્કૂલ વસ્તુઓને બતાવવાથી ઉદ્યોત કરતો થકો, સૂક્ષ્મ વસ્તુઓને બતાવવાથી પ્રકાશ કરતો થકો તથા પ્રધાન શબ્દ વડે રચાયેલ નાટ્યયુક્ત ગીત, કરેલ શબ્દવાળા વાજિંત્રો, તંત્રી : (વીણા) હસ્તકાલ, કંશિકાના તાલ, ઢોલ વગેરે, વળી દક્ષતાથી વગાડેલ મેઘના જેવા ગંભીર ધ્વનિવાળો મૃદંગ,. તેઓના અવાજ વડે દિવ્ય ભાગયોગ્ય ભોગોને ભોગવતો થકો વિચરે છે. તે દેવલોકમાં તેની જે કાંઈ બાહ્ય અત્યંતર પર્ષદા હોય છે તે પણ તેને આદર આપે છે, સ્વામી તરીકે સ્વીકારે છે અને મોટા પુરુષને યોગ્ય આસન વડે નિમંત્રણ કરે છે. ભાષાને પણ બોલતા એવા તેને સૌભાગ્યના અતિશયથી યાવતુ ચાર, પાંચ દેવો કહ્યા સિવાય ઊઠે છે, અને કહે છે-હે દેવ! તું ઘણું બોલ, ઘણું બોલ. ત્યારબાદ દેવલોકથી આયુષ્યના ક્ષય વડે, ભવના ક્ષય વડે, સ્થિતિના ક્ષય વડે યાવતું ચ્યવીને આ જ મનુષ્યભવને વિષે જે આ કુલો હોય છે તે કહે છે–આત્ય-ધનવાનું કાવતું ઘણા લોકોથી પણ પરાભવ નહિ પામેલ, તેવા પ્રકારના કુલોને વિષે પુરુષપણે અવતરે છે. તે કુલોને વિષે કેવો પુરુષ થાય તે બતાવે છે–સુરૂપવાળો, સુંદર વર્ણવાળો, સુગંધવાળો, સારા રસવાળો, સારા સ્પર્શવાળો, ઈષ્ટ, કાંત યાવતું મનને ગમતો, અહીન–સંપૂર્ણ સ્વરવાળો યાવતું મનને ગમતા સ્વરવાળો અને આદયવચનવાળો થાય છે. વળી તેની ત્યાં જે બાહ્ય પર્ષદા દાસાદિ અને અત્યંતર પર્ષદા પત્રકલત્રાદિ હોય છે તે પણ તેનો આદર કરે છે. સ્વામી તરીકે સ્વીકારે
છે યાવતુ આર્ય પુત્ર! ઘણું બોલ, ઘણું બોલ, એમ કહે છે. /પ૯૭ll. (ટી) અદી' ત્યાદિ 'માયી' તિ માયાવાળો, 'મા' તિ, ગુપ્તપણે માયાપ્રધાન અતિચાર, માયા વડે જ તેને કરીને આલોચે નહિ–ગુરુ સમક્ષ નિવેદન કરે નહિ, પ્રતિક્રમે નહિ-મિથ્યાદુકૃત આપે નહિ. યાવત્ શબ્દથી નો નિગ્ના–આત્મસાક્ષીએ નિંદે નહિ, નો ગરજ્ઞા–ગુરુ સમક્ષ નિંદે નહિ. નો વિડફેના–અતિચારથી નિવર્સે નહિ. નો વિ સોના-શુદ્ધ ભાવરૂપ જળ વડે અતિચારરૂપ કલંકને શુદ્ધ કરે નહિ, નો અરVતિયા–ફરીથી ન કરવા વડે ઉઠે નહિ-તૈયાર થાય નહિ તથા યથાયોગ્ય પ્રાયશ્ચિત્તરૂપ તપકર્મને સ્વીકારે નહિ, તે આ પ્રમાણે—'રેસું વાદૃ તિ મેં અપરાધ કરેલ છે અને કરેલ હોવીથી
1. દેવોને અસ્થિના સમૂહરૂપ સંહનન હોતું નથી તેથી દેવો અસંઘયણી કહેલા છે પરન્ત શક્તિવિશેષ સંહનન હોય છે. •
218