________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
८ स्थानकाध्ययने आलोचकेतरगुणदोषाः ५९७ सूत्रम् કહે છે—હાર વડે સુશોભિત, વક્ષઃ—હૃદય છે જેનું તે 'હાવિજ્ઞાનિતવક્ષઃ' તથા કડાઓ પ્રસિદ્ધ છે, તુટિત–બાહુના આભરણવિશેષો, તેના વડે સ્થંભિત-સ્થિર કરેલ છે બન્ને ભુજાઓ જેની તે 'તુટિતસ્થંમિતમુખી', 'તે' ત્યાવિ॰ બે કાન જ પીઠ સ્થાન છે, કુંડલના આધા૨પણાથી જેને તે કર્ણપીઠ, અને સૃષ્ટ-ઘસાયેલ, ગંડતલ-ગાલનો ભાગ અને કર્ણપીઠ, જે બેથી, તે મષ્ટડતલ પીઠ, તદ્રુપ કુંડલો. અહિં વિશેષણભૂત ઉત્તર પદ પ્રાકૃતપણાથી અને કર્મધારય સમાસ છે. અંગદ-કેયૂર અર્થાત્ બાંહનું આભરણવિશેષ છે ‘કુંડલ વડે ભૃષ્ટગણ્ડતલકર્ણપીઠ’ ને જે ધારણ કરે છે તે ‘કુંડલસૃષ્ટગણ્ડતલકર્ણપીઠધારી' અથવા અંગદ, કુંડલ અને ઘસાયેલ ગંડતલ કર્ણપીઠ-કાનના આભરણવિશેષને જે ધારણ કરે છે તે ‘અંગદકુંડલભૃષ્ટગણ્ડતલકર્ણપીઠધારી' તથા વિવિધ, હસ્તના આભરણો–વીંટી વગેરે છે જેને તે વિચિત્રહસ્તાભરણ, તથા વિચિત્ર વસ્ત્રો અને આભરણો છે જેને અથવા વસ્રો જ આભરણો–ભૂષણો અથવા અવસ્થાભરણો–અવસ્થાને ઉચિત છે જેને તે ‘વિચિત્રવસ્ત્રાભરણ અથવા વિચિત્રાવસ્થાભરણ, વિચિત્રમાલા-પુષ્પની માલા અને મૌલિ-શેખર (મુગટ) છે જેને અથવા વિચિત્ર માલાઓનો મૌલિ છે જેને તે વિચિત્રમાલામૌલિ, કલ્યાણક-માંગલ્ય, પ્રવર-મૂલ્યાદિ વડે શ્રેષ્ઠ-કીંમતી વસ્ત્રો પહેરેલા છે જેણે અથવા તે વસ્ત્રો પ્રત્યેજ પરિહિત–વસેલ છે જે તે ‘કલ્યાણકપ્રવરવસ્ત્રપરિહિત'. કલ્યાણકપ્રવ૨ પાઠાંતરથી પ્રવર ગંધ માલ્ય–માલામાં સુંદર પુષ્પ અને અનુલેપન–ચંદન વગેરેનું વિલેપન, તેને જે ધારણ કરે છે તે કલ્યાણકપ્રવરગંધમાલ્યાનુલેપનધર, ભાસ્વરતેજસ્વી બોંદી–શરીર છે જેનું તે ભાસ્વરબોંદી, પ્રલંબા–લંબાયમાન વનમાલા-આભરણવિશેષને જે ધારણ કરે છે તે ‘પ્રલંબનમાલધર’ દિવ્યસ્વર્ગ સંબંધી–પ્રધાનવર્ણાદિ વડે યુક્ત, સંઘાત–વજૠષભના૨ાચ લક્ષણ સંઘયણ (શક્તિવિશેષ) વડે, સમચતુરસ્ર લક્ષણ સંસ્થાન વડે, વિમાનાદિ સ્વરૂપ ઋદ્ધિ વડે. યુવન્ત્યા—તથાવિધ દ્રવ્યના યોજનરૂપ અન્ય અન્ય-ભક્તિરૂપ યુક્તિ વડે, પ્રભાવ-માહાત્મ્ય વડે પ્રતિબિંબરૂપ છાયા વડે 'અષ્વિા'—શરીરથી નીકળેલ તેજની જ્વાલા વડે, શરીરની કાંતિરૂપ તેજ વડે, અંતઃકરણ પરિણામરૂપ શુક્લાદિ લેશ્યા વડે, દ્યોતયમાનઃ સ્થૂલ વસ્તુને બતાવવાથી અને પ્રભાસંયમાનસ્તુ–સૂક્ષ્મ વસ્તુને બતાવવાથી, એઓનો એકાર્થિપણું હોતે છતે પણ દોષ નથી, કેમ કે ઉત્કર્ષ પ્રતિપાદકપણાએ કહેલ હોવાથી મહતા—પ્રધાન અથવા મોટા રવ-શબ્દ વડે આ સંબંધ છે. અહતાઃ ગુંથેલ આરવ (શબ્દ) નું વિશેષણ છે. નાટ્ય-નાચ, તે યુક્ત ગીત તે નાટ્યગીત, તે અને કરેલ શબ્દવાળા વાજિંત્રો, તંત્રી–વીણા, તલ-હસ્તતાલ, તાલા-કૅશિકા. 'તુડિય' ત્તિ તૂર્યો-ઢોલ વગેરે, તે વાદિતતંત્રી તાલતૂર્યો, તેને તથા ઘન-મેઘના જેવો જે મૃદંગનો ધ્વનિ ગાંભીર્યના સાધર્મ્સથી, તે આ પટુ-દક્ષતાથી જે વજડાવેલ તે ઘનમૃદંગપટુપ્રવાદિત, તે દ્વંદ્વ સમાસ કરતે છતે તેઓનો જે રવ–સાધનભૂત શબ્દ વડે અથવા 'આહ ય' ત્તિ× આખ્યાનક વડે જ ગુંથેલ જે નાટ્ય, તેના વડે જે યુક્ત તે ગીત, શેષ તેમજ જાણવું. અહિં જેં મૃદંગનું ગ્રહણ કરેલ છે તે વાજિંત્રોની મધ્ય, તેનું પ્રધાનપણું હોવાથી ગ્રહણ કરેલ છે. કહ્યું છે કે—'મદ્દનસારાડું તૂરારૂં' વાજીંત્રોમાં સારભૂત મૃદંગ છે. ભોગ્યને યોગ્ય ભોગો–શબ્દાદિ તે ભોગભોગો, તેને અનુભવતો થકો વિચરે છે અર્થાત્ ક્રીડા કરે છે કે રહે છે. ભાષાને પણ બોલતા એવા તેને એક અથવા બે સૌભાગ્યના અતિશયથી યાવત્ પાંચ દેવો, વગર કહ્યે પણ-કોઈએ પ્રેરણા કર્યા સિવાય જ બોલવાની પ્રવૃત્તિ માટે ઘણું ભાષણ કરેલ એવા તેને પણ પોતાનું બહુમતપણું–સમ્મતપણું જણાવવા સારું ઉઠે છે. અને 'વહું' ફત્યાદ્રિ કહે પણ છે. અર્થાત્ તમારું આ ભાષણ અમને ઇષ્ટ છે. આથી આલોચકનું ઉપપાત સંબંધી અગર્ષિતપણું કહ્યું. એના કહેવાથી આ લોકમાં અગર્હિતપણું, લઘુતા (હળવાપણું), આહ્વાદ વગે૨ે આલોચના ગુણના સદ્ભાવ વડે કહેવા યોગ્ય છે. આલોચનાના આ ગુણો છે—
लहुया ल्हाईयजणणं, अप्पपरनियत्ति अज्जवं सोही । दुक्करकरणं आढा, निस्सल्लत्तं च सोहिगुणा ॥ १० ॥ [વ્યવહારમા° ૧/૩૨૬]
જેમ ભારને ઉપાડનારો ભારને ઉતારવાથી હળવો થાય છે તેમ આલોચક પાપથી હળવો થાય છે તથા આહ્લાદપ્રમોદની ઉત્પત્તિ થવાથી પોતાના અને પરના આત્માની નિવૃત્તિ-આલોચવાથી પોતે પાપથી છૂટે અને તેને જોઈને અન્ય પણ આલોચવાને માટે તૈયાર થાય, પ્રગટપણે દોષને કહેવાથી સરલતા થાય, તથા અતિચારમલને ધોવાથી-આત્માની શોધિ
222