________________
७ स्थानकाध्ययने ब्रह्मदत्तायुर्गती, मल्लिजिनचरितम् ५६३-५६४ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ આ ચિત્ર, તે ચિત્રકારે લખ્યું (ચીતર્ય) છે એમ ધારીને કોપ પામેલ તેણે તે ચિત્રકારને મારવાનો આદેશ કર્યો. તિ કડક અમલ સાંભળીને બધીય ચિત્રકારોની શ્રેણી [જ્ઞાતિ મળીને વિનંતી કરી] તેને વધથી મૂકાવ્યો તો પણ કુમારે સદંશક (અંગૂઠો) છેદાવીને ચિત્રકારને દેશનિકાલનો હુકમ કર્યો. તે ચિત્રકાર હસ્તિનાગપુરમાં અદનશત્રુ રાજાના આશ્રયે ગયો. ત્યારે રાજાએ તેને દેશમાંથી નીકળવાનું કારણ પૂછ્યું, તેણે યથાર્થ હકીકત કહે છતે દૂતને રાજાએ મોકલ્યો છે. તથા કદાચિત્ ચોલા નામની પરિવ્રાજિકાએ મલ્લિના ભવનમાં પ્રવેશ કર્યો અને દાન ધર્મ તથા શૌચધર્મ પ્રત્યે વારંવાર ઉપદેશ આપતી એવી તેને મલ્લિસ્વામિની જીતતી હતી. જીતાયેલી એવી તે ચોક્ષા કોપ પામીને કાંડિત્યપરમાં જિતશત્રુ રાજાને આશ્રયે ગઈ. રાજાએ તેને પૂછયું કે-હે ચોલે! તું બહુ સ્થળે ફરે છે આ કારણથી કોઈ સ્થળમાં અમારા અંતઃપુરની પુરંધી-(સુંદર સ્ત્રી) ના જેવી કોઈપણ સ્ત્રી તે જોઈ છે? તે બોલી-વિદેહવર રાજકન્યાની અપેક્ષાએ તમારા અંતઃપુરની પુરંધીઓ લાખમે અંશે પણ રૂપસૌભાગ્યાદિ ગુણો વડે વર્તતી નથી. એમ સાંભળીને તેમજ રાજા દૂતને મોકલતો હતો ૬. એવી રીતે આ છએ દૂતોએ કુંભક રાજા પ્રત્યે કન્યાની યાચના કરી. તે રાજાએ દૂતોને અપદ્વારથી (પાછલના દરવાજાથી) કઢાવ્યા. દૂતના વચનો સાંભળવાથી કોપ પામેલ તે છએ રાજાઓએ તરત જ મિથિલા તરફ પ્રયાણ કર્યું. તેઓને આવતા સાંભળીને કુંભકરાજા, બલવાહન (સૈન્ય) સહિત દેશની સીમાના અંતમાં જઈને રણરંગના રસિકપણાએ તે રાજાઓની વાટ જોતો થકો રહ્યો. આબે છતે તે રાજાઓને વિષે સંગ્રામ ' લાગ્યો (મચ્યો). પરબલના બહુલપણાથી હણાયેલ કેટલાએક પ્રધાન (મુખ્ય) પુરુષવાળું, અત્યંત તીક્ષ્ણ સેંડકો બાણના પ્રહારો વડે જર્જરિત (ખોખલું કરેલું), જયકુંજર (શ્રેષ્ઠ હાથીવાળું) અત્યંત કર્કશ સુરપ્ર (વાંકું શસ્ત્ર) ના પ્રહાર વડે કૂદતા ઘોડાઓના સમુહથી પડેલ ઘોડેસ્વારવાળે. ઊંચા મદોન્મત્ત હાથીઓ વડે ચૂર્ણ કરાયેલ ચક્રને ધારણ કરનારના ચક્રવાળે. છેદેલ છત્ર અને પડેલ પતાકાવાળું, હર્વે નાસીને કઈ દિશામાં જઈએ એમ ભયથી કાયર બનેલું એવું કુંભક રાજાનું સૈન્ય ભંગાણને પામ્યું તેથી કુંભક રાજા સંગ્રામથી નિવૃત્ત થઈને, કિલ્લાના દરવાજા બંધ કરીને અંદર તૈયાર થયો થકો રહ્યો. ત્યારપછી તે પરસૈન્યના જય માટે ઉપાયને નહિ મેળવનાર. અતિ વ્યાકલ માનસવાળા પિતાને જોઈને સારી રીતે આશ્વાસન આપતી થકી મલ્લિએ કહ્યું કે‘હું તમને મારી કન્યા આપીશ” એમ દરેક (રાજાને) કહેવામાં તત્પર પ્રચ્છન્ન પુરુષોને મોકલવાના ઉપાય વડે (તમે) છએ રાજાઓને નગરીમાં પ્રવેશ કરાવો. કુંભક રાજાએ તેમજ કર્યું. છએ રાજાઓએ પ્રવેશ કર્યો. પૂર્વે રચેલ ગર્ભગૃહને વિષે મલ્લિની પ્રતિમાને જોઈને ‘આ મલ્લિ છે” એમ માનતા થકા તેના રૂપ, યૌવન અને લાવણ્યને વિષે મૂર્શિત થયા થકા અનિમેષ દૃષ્ટિથી તેને જ જોતા થકા રહ્યા. ત્યારબાદ મલ્લિ ત્યાં આવ્યા. પ્રતિમાનું ઢાંકણું દૂર કર્યું તેથી તેની ગંધ, સાદિના મડદાના ગંધથી અત્યંત દુર્ગધમય ઉછલી. તેથી તે રાજાઓ, નાસિકાને ઢાંકીને પરાક્રમુખથઈને રહ્યા. ત્યારે મલ્લિ, તે છએ રાજાઓ પ્રત્યે એમ બોલી-શા માટે હે રાજાઓ! તમે આ પ્રમાણે ઢાંકેલ નાસિકાવાળા અને પરાક્રમુખીભૂત થયા છો? તેઓ બોલ્યા-ગંધ વડે પરાભવ પામવાથી. ફરીથી મલ્લિ બોલી-હે દેવોને પ્રિય રાજાઓ! જો દરરોજ અતિમનોહર આહારના એક કવલના પ્રક્ષેપથી આવા પ્રકારના પુદ્ગલનો પરિણામ (દુર્ગધમય) પ્રવર્તે છે, તો પછી શ્લેષ્મ, વમન, પિત, શુક્ર, શોણિત અને પરુને શ્રવનારા (ઝરનારા) તથા દુરંત ઉચ્છવાસ-નિઃશ્વાસવાળા, દુર્ગધી પરિષ (વિષ્ટા) થી પૂરેલા, ચય-વૃદ્ધિ અને અપચય-હાનિવાળા, તથા . શટન, પતન અને વિધ્વંસન ધર્મવાળા એવા આ ઔદારિક શરીરનો કેવા પ્રકારનો પરિણામ થશે? તે હેતુથી તમો મનુષ્ય સંબંધી કામભોગને વિષે આસક્ત ન થાઓ. વિकिंथ तयं पम्हुटुं, जंथ तया भो जयंतपवरंमि । वुच्छा समयनिबद्धं, देवा! तं संभरह जाई ।।६५।। [ज्ञाताधर्म० १८ त्ति]
જ્યારે આપણે જયંત નામના પ્રવર-અનુત્તર વિમાનને વિષે વસ્યા હતા, તે સમયમાં જે બંધન-કોલ કરેલું હતું તે શું તમારાથી ભૂલાઈ ગયું? અતઃ હે દેવી! તમે તે જાતિને સંભારો. (૬૫)
એમકહે છતે છએ રાજાઓને જાતિસ્મરણ ઉત્પન્ન થયું. હવે મલ્લિ બોલી-હે રાજાઓ! હું દીક્ષા લઈશ, તમે શું કરશો? તેઓ બોલ્યા-અમે પણ દીક્ષા લેશું. ત્યારે મલ્લિ બોલી-જો એ પ્રમાણે તમારો નિશ્રય છે તો તમે તમારા નગરમાં જાઓ અને ‘તમારા પુત્રોને રાજ્યોને વિષે સ્થાપન કરો. ત્યારબાદ મારી પાસે પ્રગટ થાઓ. તેઓએ પણ તેમજ સ્વીકાર્યું. ત્યારપછી તે
189