________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ७ स्थानकाध्ययने ब्रह्मदत्तायुर्गती, मल्लिजिनचरितम् ५६३-५६४ सूत्रे વાત્સલ્ય (ભક્તિ) વગેરે કરવારૂપ હેતુઓ વડે (વીશ સ્થાનકના આરાધન વડે) તીર્થકર નામકર્મને બાંધ્યું. ત્યારબાદ તે મહાબલ વગેરે મુનિઓ જીવનના ક્ષયથી જયંત નામના વિમાનમાં અનુત્તર સુરપણાએ ઉત્પન્ન થયા, ત્યાંથી ચ્યવીને મહાબલ, વિદેહદેશને વિષે મિથિલા નામની રાજધાનીમાં કુંભક નામના રાજાની પ્રભાવતી દેવીની (કૂક્ષિમાં) તીર્થંકરપણાએ ઉત્પન્ન થયા. મલ્લિ એવું નામ માતપિતાએ આપ્યું, તેથી અન્ય (બીજા છે) યથોક્ત સાકેતાદિ નગરમાં ઉપજ્યા. ત્યારબાદ મલ્લિ દેશે ઊણા એક સો વર્ષના થયા ત્યારે અવધિ વડે તે છ મિત્રોને જાણતા હતા અને તેઓને પ્રતિબોધવાને માટે ઘરના ઉપવનને વિષે છ ગર્ભગૃહયુક્ત અને તેના મધ્યભાગમાં સુવર્ણમય શુષિર (પોલાણવાળી), મસ્તકમાં છિદ્રવાળી, પદ્મકમળના ઢાંકણાવાળી, . એવી પોતાની પ્રતિમા કરાવી. તે પ્રતિમાને વિષે દરરોજ પોતાના ભોજનનો એક કવલ પ્રક્ષેપ કરતા હતા. આ તરફ સાકેતપુરમાં પદ્માવતીદેવી (રાણી) એ કરાવેલ નાગયજ્ઞ (પૂજા) માં જલજ વગેરે દેદીપ્યમાન પંચવર્ણવાળા કુસુમાંથી બનાવેલ શ્રીરામગંડક (દડો) ને જોઈને પ્રતિબુદ્ધિ રાજાએ “અહો! આ અપૂર્વ ભક્તિવાળું છે.' એમ વિસ્મયથી અમાત્ય (મંત્રી) ને કહ્યુંતેં ક્યાંય પણ આવું શ્રીદામચંડ જોયું છે? અમાત્ય બોલ્યો-મલ્લિ, વિદેહવર રાજકન્યા સંબંધી શ્રીદામગંડકની અપેક્ષાએ આ લાખમે અંશે પણ શોભા વડે વર્તતો નથી. ત્યાર બાદ રાજા બોલ્યો-તે કન્યા કેવી છે? મંત્રી બોલ્યો-એના જેવી અન્ય કોઈ પણ કન્યા નથી. એમ સાંભળીને ઉત્પન્ન થયેલ છે અનુરાગ જેને એવા પ્રતિબુદ્ધિ રાજાએ મલ્લિને વરવા માટે દૂતને મોકલ્યો ૧. તથા ચંપામાં ક્યારેક યાત્રા (મુસાફરી) થી પાછો ફરેલ, ચંપા નગરીનો વસનાર, વહાણ વડે વ્યાપાર કરનાર, અન્નક નામના શ્રાવકે, દિવ્ય કુંડલની જોડીને ભેટણારૂપે (રાજા પ્રત્યે) ઢોકતે છતે ચંદ્રચ્છાય રાજાએ પૂછ્યું તમે બહુશઃ સમુદ્રને ઉલ્લંઘન કરો છો તેમાં કાંઈ આશ્ચર્ય જેવું જોયું? તે શ્રાવક બોલ્યો- સ્વામિનું! આ યાત્રામાં સમુદ્ર મધ્યે અમને ધર્મથી ચલાવવા માટે કોઈક દેવે ઉપસર્ગ કર્યો. અમારું ચલન ન હોતે છતે સંતુષ્ટ થયેલ તે દેવ કુંડલની બે જોડી અમને આપી. તેમાંથી એક જોડી અમોએ કુંભકરાજાને ભેટ આપી. તે રાજાએ પણ મલ્લિ કન્યાના બન્ને કાનમાં કુંડલો પોતાના હાથે પહેરાવ્યા. ત્રિભુવનમાં આશ્રર્યભૂત તે કન્યાને અમે જોઈ છે. એમ સાંભળીને પૂર્વની માફક આ રાજાએ પણ દૂતને મોકલ્યો ૨. તથા શ્રાવસ્તિમાં રુક્મિરાજા, પોતાની દીકરી સંબંધી ચાતુર્માસિક સ્નાન મહોત્સવને વિષે નગરીના ચૌટામાં બનાવેલ મહામંડપને વિષે વિભૂતિ (શોભા) વડે સ્નાન કરાયેલી, ત્યાં જ બેઠેલ પિતાના પાદચંદનને માટે આવેલી, એવી રીતે તે કન્યાને ખોળામાં બેસાડીને તેના લાવણ્યને જોતો થકો રાજા બોલ્યો-હે વર્ષધર! આના જેવો કોઈ પણ કન્યા સંબંધી સ્નાનનો મહોત્સવ તે જોયો છે? તે બોલ્યો-દેવ! વિદેહવર રાજ કન્યા સંબંધી સ્નાન મહોત્સવની અપેક્ષાએ લક્ષાંશે પણ આ મહોત્સવ રમણીયપણાએ વર્તતો નથી. એમ સાંભળીને રાજાએ દૂતને મોકલ્યો ૩. તથા અન્યદા મલ્લિ સંબંધી દિવ્ય કુંડલની સંધિ (સાંધ) તૂટી, તેને સાંધવા માટે કુંભક રાજાએ સુવર્ણકારોને હુકમ કર્યો, પરંતુ તે કુંડલોને સાંધવા માટે તેઓ સમર્થ થયા નહિ તેથી રાજાએ તેઓને (કોપથી) નગરમાંથી કાઢ્યા. તે સોનીઓ વાણારસીમાં જઈને શંખ રાજાના આશ્રયે ગયા. શંખરાજાએ પૂછ્યું કે-તમોને શા કારણથી કુંભરાજાએ દેશમાંથી દૂર કર્યા? તેઓ બોલ્યા-મલ્લિ કન્યા સંબંધી તૂટેલ કાનના કંડલને સાંધવા માટે અમો અશક્ય છીએ. તે કન્યા કેવી છે એમ રાજાના પૂછવાથી તે સોનીઓ પાસેથી મલ્લિનું રૂ૫ સાંભળીને રાજાએ તેમજ દૂતને મોકલ્યો ૪. તથા
ક્યારેક મલ્લિનો મલ્લદિન નામનો નાનો ભાઈ ચિત્રકારો દ્વારા સભાને ચીતરાવતો હતો તેમાં એક લબ્ધિવિશેષવાળા યુવાન ચિત્રકારે પડદાના અંતમાં રહેલી મલ્લિકન્યાના પગના અંગૂઠાને જોઈને તેના અનુસારે મલ્લિના જેવું તદ્રુપ (ચિત્ર) બનાવ્યું, ત્યારબાદ મલ્લદિન કુમારે અંતઃપુર સહિત ચિત્રસભામાં પ્રવેશ કર્યો અને વિચિત્ર ચિત્રના રૂપોને જોતાં થકા મલ્લિના રૂપ (ચિત્ર) ને જોયું. આ સાક્ષાત્ મલ્લિ છે એમ માનતો થકો ગુરુદેવભૂત જ્યેષ્ટ ભગિની (મોટી બહેન)ની સમીપે હું અવિનયથી આવ્યો એમ ચિંતવતો થકો અત્યંત લજ્જાને પામ્યો, ત્યારે આ ચિત્ર છે એમ તેની ધાવમાતાએ કહ્યું. ત્યારબાદ 'અસ્થાનમાં 1. મોટી બહેનનું ચિત્ર હોવાથી મોટી બહેન મા સમાન ગણાય તેથી કુમારને ત્યાં અન્તઃપુર સહિત આવતાં લજા થાય માટે આ ચિત્ર અસ્થાને
છે; કારણ કે પૂર્વકાળમાં મર્યાદા બહુ જળવાતી. હાલ પાશ્ચાત્ય વાતાવરણને લીધે મર્યાદાનો લોપ થયો છે. 188