________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
७ स्थानकाध्ययने सर्वजीवा आयपरुपक्रमाः ५६०-५६२ सूत्राणि
આનું સમાધાન એ છે કે-જેમ એકસો વર્ષ વડે ભોગવવા યોગ્ય ભોજનને પણ અગ્નિક (ભસ્મક) વ્યાધિ વડે બાધિતને થોડા કાળ વડે પણ ભોગવતા થકા કૃતનાશ પણ નથી અને અમૃતાગમ પણ નથી તેની માફક અહિં પણ સમજવું.
કહ્યું છે કેन हि दीहकालियस्स वि, णासो तस्साणुभूइओ खिप्पं । बहुकालाहारस्स व, दुयमग्गियरोगिणो भोगो ।।६१।।
[વિશેષાવલ ૨૦૪૮ત્તિ] જેમ બહુકાળે ભોગવવા યોગ્ય આહારનો ભસ્મક રોગવાળો શીધ્ર પણે ભાગ કરી લે છે તેમ દીર્ધકાળ પર્યત ભોગવવા યોગ્ય કર્મનો શીધ્ર પણે અનુભવ કરીને નાશ કરે છે. (૬૧) सव्वं च पएसतया, भुज्जइ कम्ममणुभागओ भइयं । तेणावस्साणुभवे, के कयनासादओ तस्स? ॥६२।।
[વિરોષ વયે ૨૦૪૬ ]િ સર્વ-આઠ પ્રકારનું પણ કર્મ, પ્રદેશના અનુભવદ્વારાએ અવશ્ય વેદાય છે અને અનુભાગથી–રસના અનુભવ વડે તો ભજના છે અર્થાત્ કોઈ જીવ વેદે છે અને કોઈ જીવ અધ્યવસાયવિશેષ વડે રસઘાત કરવાથી નથી વેદતો. (૬૨) ભગવતીસૂત્રમાં કહ્યું છે કે—તત્વ છi નં તં નમામ્મિ તં મત્સ્યાયં વેડું સત્યાયં નો વેરૂ તત્વ નં પાસÉ તં નિયમ વેડ્ડ'' તિ માનવનીત આ કારણથી જ પ્રસન્નચંદ્ર રાજર્ષિ વગેરે જીવોએ બાંધેલ નરકયોગ્ય કર્મને પ્રદેશોદય વડે નિરસ ભોગવ્યું પરંતુ અનુભાગથી નહિ કેમ કે શુભ અધ્યવસાય વડે રસનો નાશ કરેલ. આ કારણથી જ તેને નરક યોગ્ય બાંધેલ કર્મ, પ્રદેશોદય વડે ભોગવતાં છતાં રસ રહિત હોવાથી દુ:ખવિપાકરૂપ હોય નહિ. એવી રીતે પ્રદેશોદય વડે અવશ્ય કર્મો વેદાતા હોવાથી તેને કૃતનાશાદિ ક્યા દોષો હોય? અર્થાત્ ન જ હોય. किंचिदकाले वि फलं, पाइज्जइ पच्चए य कालेणं । तह कम्म पाइज्जइ, कालेण वि पच्चए अन्नं ।।६३।।
[વિશેષાવ૨ ૨૦૧૮ત્તિ] અથવા જેમ કોઈ આમ, રાયણ વગેરે ફલો, જેટલા કાળ વડે વૃક્ષમાં રહ્યા છતાં પાકે છે તેની અપેક્ષાએ ખાડામાં નાખવું, પલાલાદિમાં રાખવું વગેરે ઉપાયોથી થોડા કાળ વડે પણ પકાવાય છે અને અન્ય વૃક્ષમાં રહેલા ફળો ઉપાયના અભાવથી સ્વપાકકાલે પાકે છે તેમ આયુષ્કાદિ કર્મો પણ અધ્યવસાનાદિ હેતુથી બંધકાલ વડે બાંધેલ શતવર્ષાદિસ્થિતિરૂપ કાળની અપેક્ષાએ અંતર્મુહૂર્ત કાલ વડે પણ પકાય છે (ભોગવાય છે) અને બીજી સ્થિતિ તો ઉપાય રહિત પોતાના સંપૂર્ણ કાલ વડે પાકે છે–વેદાય છે. ||૬૩ जह वा दीहा रज्जू, डन्झइ कालेण पुंजिया खिप्पं । वितओ पडो उ सुस्सइ, पिंडीभूओ उ कालेणं ।।६४।।
" [વિશેષાવિ ૨૦૬૨] જેમ લાંબી કરેલ દોરડી, એક બાજુથી બળતી થકી ઘણા કાલ વડે બળે છે પરંતુ પુંજી કરેલ-એકત્ર કરેલ દોરડી તો તરત જ વળી જાય છે એ દૃષ્ટાંત આયુષ્કાદિ કર્મો, પ્રતિસમયે ક્રમથી વેદાતા થકા ઘણા કાલે વેદાય છે પરંતુ એપવર્તન કરીને વેદાતા કર્મો અલ્પ કાલ વડે જ વેદાય છે. વળી જેમ જળથી ભીંજાયેલ વસ્ત્રને છૂટું મૂકવાથી જલદી સૂકાય છે પરંતુ પિંડીભૂત (એકત્રિત) વસ્ત્ર તો ઘણા કાલે સૂકાય છે, એવી રીતે કર્મોના સંબંધમાં પણ સમજવું. ૬૪//પ૬૧/
આ આયુષ્યનો ભેદ, કથંચિત્ સર્વ જીવોને હોય છે માટે તેને કહે છે—'સત્તે’ ત્યાર બે સૂત્ર સુગમ છે. વિશેષ એ કેબધાય જીવો તે સર્વજીવો અર્થાત્ સંસારી અને સિદ્ધો. તથા 'મારૂ’ ત્તિ. સિદ્ધો-છ પ્રકારના કાયરૂપ અવ્યપદેશપણાથી. નેશ્યાઃ' સિદ્ધો અથવા અયોગીઓ. પ૬૨||
અનંતર કૃષ્ણલેશ્યાવાળા વગેરે જીવના ભેદો કહ્યા, તેમાં કૃષ્ણલેશ્યાવાળો થયો થકો બ્રહ્મદત્તની જેમ નારકપણે પણ ઉપજે છે. આ હેતથી બ્રહ્મદત્તના સ્વરૂપને કહેવા માટે કહે છે
186