________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः ३ सर्वभावेन धर्मादिज्ञानाज्ञाने कालविजयाद्याः महालया हीसत्त्वाद्याः अनु श्रोतचारित्वाद्या वनीपकाः ४५०-४५४ सूत्राणि
અન્યને સંગ્રામાદિકને વિષે અવિચલરૂપ સત્ત્વ છે જેને તે વ્હીસત્ત્વ, તથા લજ્જા વડે પણ મનમાં જ સત્ત્વ છે જેને પરંતુ શીત વગેરેને વિષે કંપ વગેરે વિકારના ભાવથી શરીરને વિષે સત્ત્વ નથી તે હીમનઃસત્ત્વ, ચલ (ક્ષણભંગુર) સત્ત્વ છે જેને તે ચલસત્ત્વ, એનાથી વિપરીત-નિશ્ચળ હોવાથી સ્થિરસત્ત્વ, ઉદયને પામતું પ્રવર્લ્ડમાન–વધતું છે સત્ત્વ જેને તે ઉદયનસત્ત્વ.
અનંતર સત્ત્વવાળો પુરુષ કહ્યો છે તે ભિક્ષુ (સાધુ) જ છે માટે તેનું સ્વરૂપ પ્રતિપાદન કરવા માટે દાષ્ટ્રતિક 'પંઘ મછે' ત્યારિ૦ બે સૂત્ર કહે છે. મત્સ્યને લગતું વિવરણ પૂર્વની જેમ સ્પષ્ટ છે.' ભિક્ષાક-સાધુ તો અનુશ્રોતચારીની જેમ અનુશ્રોતચારીઉપાશ્રયથી શરૂ કરીને ભિક્ષા કરનાર તે પ્રથમ, પ્રતિશ્રોતચારીની જેમ પ્રતિશ્રોતચારી તે દૂરના ઘરોથી આરંભીને ઉપાશ્રયથી સન્મુખ ગોચરી કરનાર–આ દ્વિતીય, અંતચારી–પડખાના ઘરોમાં ગોચરી કરનાર–આ ત્રીજો, શેષ બે સુગમ છે. ૪પ૩/l.
ભિક્ષાકના અધિકારથી ભિક્ષુકવિશેષને જ પાંચ પ્રકારે કહે છે. 'પં' ત્યાદિ સ્ફટ છે. વિશેષ એ કે-બીજાઓને પોતાનું દુ:ખિતપણું દર્શાવવા વડે અનુકુળ ભાષણથી જે દ્રવ્ય મેળવાય છે તે ‘વની” પ્રતીત છે. તેને પિવતિ–આસ્વાદે છે અથવા . 'તીતિ' સાચવે છે તે વનપઃ, તે જ વનપક અર્થાત્ યાચક. અહિં પ્રસ્તુતમાં તો અતિથિ વગેરેનો જે ભક્ત હોય છે તેની પ્રશંસા કરવા વડે તેને દાનની સન્મુખ કરે છે તે વનપક, ભોજનના સમયમાં ઉપસ્થિત થયેલ પ્રાપૂર્ણક (મહેમાન) અતિથિ. તેના (દાતારના) દાનની પ્રશંસા વડે તે ભક્ત પાસેથી મેળવવાને ઇચ્છે છે તે અતિથિને આશ્રયીને વનપક તે અતિથિવીપક. કહ્યું છે કે– पाएण देइ लोगो, उवगारिसु परिजिए व जुसिए वा । जो पुण अद्धाखिन्नं, अतिहिं पूएइ तं दाणं ॥११८॥ .
[નિશીથ ભાષ્ય ૪૪રપ તિ] પ્રાયઃ ઘણા લોકો ઉપકારીઓને, પરિચયવાળાઓને અને પ્રીતિવાળાઓને (મિત્રાદિને) દાન આપે છે પણ તે દાન કહેવાય નહિ, પરંતુ માર્ગમાં ચાલવાથી થાકેલ અતિથિને જે દાતાર પૂજે છે, દાન આપે છે તે દાનનું મહાફળ છે. (૨૧૮)
આવી રીતે બીજા પણ વનીપકો જાણવા. વિશેષ એ કે-દુઃખમાં રહેલા રંક વગેરે. ઉદાહરણ किविणेसु दुम्मणेसु य, अबंधवायंकिजुंगियंगेसु । पूयाहिज्जे लोए, दाणपडागं हरइ देंतो ।।२१९।।
[નિશીથ ભાગ ૪૪૨૪] કૃપણોને-દરિદ્રીઓને, ઇષ્ટના વિયોગાદિ વડે થયેલ દુર્મનવાળા-દુઃખિત હૃદયવાળાઓને અથવા દુર્બળોને, અબંધવસ્વજન ભાઈ વગેરેથી રહિત મનુષ્યોને, રોગવાળાઓને અને લંગડા, ઠુંઠા વગેરે ખંડિત અંગવાળ મનુષ્યોને દાતાર દાન આપતો થકો દાનની પતાકાને વિસ્તારે છે કેમ કે માનાદિ પૂજાને ઇચ્છતા લોકો સત્કાર કરનાર પ્રત્યે સત્કાર કરે છે પરંતુ નિઃસ્વાર્થવૃત્તિ વડે કૃપણાદિ (રકાદિ) ને જે દેવાય છે તે જ દાન શ્રેષ્ઠ કહેવાય છે. (૨૧૯)
માહન એટલે બ્રાહ્મણો. આ સંબંધી ઉદાહરણलोयाणुग्गहकारिसु, भूमीदेवेसु बहुफलं दाणं । अवि नाम बंभबंधुसु, किं पुण छक्कम्मनिरयाणं ।।२२०।।
[
નિક ભાષ્ય ૪૪૨૩]. પિંડપ્રદાનના દેવા વડે લોકોને ઉપકાર કરનારા ભૂદેવો-બ્રાહ્મણોને વિષે નામ માત્ર ગુણ રહિત જાતિ માત્ર બ્રાહ્મણોને વિષે દેવાતું દાન બહુ ફળવાળું થાય છે તો યજન, યાજનાદિ ષટ્કર્મને કરનારાઓને વિષે દાન દેવાથી મહાફળ થાય તેમાં તો કહેવું જ શું? (૨૨૦) જાનવનીપક નીચે પ્રમાણે જાણવા– __ अवि नाम होज्ज सुलभो, गोणाईणं तणाइ आहारो । छिच्छिक्कारहयाणं, नहु सुलभो होज्ज सुणताणं ।।२२१।। 1. ચોથા ઠાણામાં કહેવાઈ ગયેલ છે.
88
-